Book Title: Jain_Satyaprakash 1941 12 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૫૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ 1 વર્ષ છે. પંચસંગ્રહ ગ્રંથના રચયિતા ભગવાન ચન્દ્રમહત્તરાચાર્ય છે અને કર્મપ્રકૃતિ શાસ્ત્રના પ્રણેતા ભગવાન શિવશર્મસૂરિ મહારાજા છે. આ બે ગ્રન્થ પૈકી કર્મપ્રકૃતિ ગ્રન્થમાં મુખ્ય જે દશ વિષયોનું નિરૂપણ કરવામાં આવેલ છે તે દશ વિષયોનાં નામ અને તે દરેકનો સંક્ષિપ્ત ભાવાર્થ આ લેખમાં લખવો ઉચિત ધાર્યો છે. એકએક વિષયમાં અવાન્તર સંખ્યાબંધ વિષયેનો ગ્રન્થકાર મહર્ષિએ સંગ્રહ કહેલ છે, પણ તેનું નિરૂપણ કરવામાં આવે તો તો આખા ય ગ્રન્થનું નિરૂપણ કરવા જેટલો સમય લાગે. તેથી તેવું વિસ્તૃત નિરૂપણ ન કરતાં ફક્ત મૂલવિષયના ભાવનું જ પ્રતિપાદન કરવું ઇષ્ટ ધાર્યું છે. એટલું નિરૂપણ પણ જે મનનપૂર્વક ધ્યાનમાં લેવાય તે “કમ વિષયને અંગે થોડું ઘણું જાણપણું અવશ્ય પેદા થાય અને ભવ્યાત્માઓ એ અનાદિકાલીન કર્મસત્તાને રત્નત્રયીની આરાધના દ્વારા નિર્દૂલ કરી આત્મસત્તારૂપી સૂર્યને પ્રગટાવે. વિષયનિર્દેશ ૧ બંધનકરણ, ૨ સંક્રમકરણ, ૩ અપવ7નાકરણ, ૪ ઉદ્વર્તનાકરણ, ૫ ઉદીરણાકરણ, ૬ ઉપશમનાકરણ, ૭ નિધત્તિકરણ, ૮ નિકાચનાકરણ, ૯ ઉદય તથા ૧૦ સત્તા–આ દશ પદોને સંક્ષિપ્ત ભાવ પ્રતિપાદન કરવાનો અહીં ઉદેશ છે. આમાં શરૂઆતનાં આઠ પદોની સાથે કરણું” એવું જે પદ જોડવામાં આવેલું છે તે પદને અર્થ શું છે?તે પ્રથમ વિચારીએ. ‘કરણ પદને સંક્ષિપ્ત અર્થ કરણ એટલે વીયાંતરાય કર્મના પશમથી અથવા ક્ષયથી ઉત્પન્ન થયેલ, અભિસંધિજ (ઈરાદાપૂર્વક) અથવા અનભિસંધિજ (સ્વાભાવિક રીતે પોતાની મેળે પ્રવૃત્તિવાળું) જે વીર્ય વિશેષ, તેનું નામ કરણું કહેવાય છે. કરણ, વીર્ય, યોગ, એ બધાય શબ્દ એક અર્થવાળા છે. સામાન્ય રીતે એટલું અવશ્ય ધ્યાનમાં રાખવાનું છે કે-કમને બંધ વગેરે કરવામાં આ વીર્ય પરિણામ કે જેને ‘કરણ કહેવામાં આવે છે તે જ મુખ્ય ભાગ ભજેને છે, અને તેથી જ જ્યાં સુધી એ વીર્ય-એ કરણ પરિસ્પદાયમાન સ્વભાવવાળું હોય ત્યાં સુધી એક ક્ષણ પણ આ આત્મા માટે એ નથી કે જે સમયે તે કર્મને બાંધવાં વગેરે કાર્યો ન કરતે હેય. ચૌદમા અયોગી ગુણસ્થાનકે તથા સિદ્ધ ભગવંતોમાં યદ્યપિ વિચિતરાયને સર્વથા યે થયેલ હોવાથી ક્ષાયિકભાવનું અનંતવીર્ય છે, પણ તે વીર્ય લબ્ધિરૂપે-શક્તિરૂપે છે, તેથી જ તે વીર્યને “અકરણ વિર્ય ” કહેવામાં આવે છે. અને અન્ય વીર્યને “સાકરણ વિય” તરીકે જણાવવામાં આવ્યું છે. એટલે કે વ્યાપારરૂપે તે વીર્યનું પ્રવર્તન કરવાની તે હદે પહોંચેલા આત્માને જરૂર નથી. અને વ્યાપારરૂપે તે વીર્યનું પ્રવર્તન ન હોવાથી ત્યાં કર્મ બાંધવા વગેરે પણ સર્વથા અભાવ છે. આ પ્રમાણે ‘કરણ”ને અર્થ વીર્યનું જૂનાવિકપણે પ્રવર્તન-એ સમજ્યા બાદ હવે બંધનકરણાદિ એક એક પદના અર્થને વિચાર કરીએ. બંધનકરણનું તાત્પર્ય: કર્તા, કર્મ અને કરણ ' બંધનકરણ –“ ન તત્ ાધન' જેના વડે બંધાય તેનું નામ બંધન છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44