Book Title: Jain_Satyaprakash 1941 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૨૬૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ છે. મુ૦—શ્રુતજ્ઞાનથી કાઇ પણ પદાર્થમાં નિર્ણય કરી શકાતા જ નથી. છેવટ તે જ્ઞાનથી દરેક પદાર્થો શક્તિ જ રહ્યા કરે છે. જ્યાંસુધી પ્રત્યક્ષ જ્ઞાન ન થાય ત્યાંસુધી પરાક્ષ જ્ઞાનથી થતું જ્ઞાન પણ પરાક્ષ જ રહે છે, અનિશ્ચિત જ રહે છે. સ્થ—જો શ્રુતજ્ઞાનને તમે નિર્ણય કરાવનારું નથી માનતા તે ‘ સ્વર્ગ છે, મેક્ષ છે, તપ જપ કરવાથી, લેાચ વગેરે કાયકષ્ટ સહન કરવાથી આત્મશુદ્ધિ થતાં થતાં તે પ્રાપ્ત થાય છે તે તેથી વિપરીત બાહ્ય પરિશુતિથી અને વિષયામાં રાચવા-માચવાથી દુર્ગતિના ભાજન થાય છે' વગેરે પણ શ્રુત જ્ઞાનથી જ જણાય છે, તે તે પણ શક્તિમાની શા માટે તપ જપ વગેરે છેડી દેતા નથી તે વિષયેમાં રાચતા નથી ? Acharya Shri Kailassagarsuri Gyanmandir મુશ્રુતજ્ઞાન સ્વયં અનિશ્ચયકારી છે, પરંતુ આ તપપ વગેરેના ઉપદેશ અને સ્વર્ગ મેાક્ષ વગેરેની સ્થિતિ જે શ્રુતજ્ઞાનથી થાય છે તે શ્રુતજ્ઞાન વાસ્તવિક શ્રુતજ્ઞાન નથી, પરંતુ ત્રણે કાળના સંભાવને પૂર્ણ સત્યપણે જાણુનાર કેવળજ્ઞાનમાંથી ઊતરી આવેલ છે, જે શ્રુતજ્ઞાનને અમે અનુસરીએ છીએ તે શ્રુતજ્ઞાનના ઉપદેશક તીર્થંકર પ્રભુ છે. તે પ્રભુમાં અમને વિશ્વાસ હાવાથી અમને તેમના વચનરૂપ શ્રુતજ્ઞાનમાં પણ વિશ્વાસ છે. ને તેથી અમે તપજપાદિમાં અનુસરીએ છીએ. સ્થ૦—જો તમે સન પ્રભુએ કહેલ શ્રુતજ્ઞાનને પ્રમાણ માની અનુસરે છે તે તે પ્રભુએ જ કહ્યું છે કે હજી આ ભરતમાં ૨૧ હજાર વર્ષ સુધી સંયમધર્મ રહેનાર છે, તે પાલન કરનાર મુનિએની પીંછાન માટે તેનાં લિંગે પણ તેઓએ બતાવેલ છે, જેમકે— જેએ સર્વથા જીવહિ'સા ન કરતા હોય, ખૂડૂ ન ખેલતા હાય, ચોરી ન કરતા હાય, બ્રહ્મચર્ય પાલન કરતા હાય તે પરિગ્રહી ન હેાય, રાત્રિભાજનને જેમને ત્યાગ હાય, આવશ્યક નિયમેમાં તે શુદ્ધ આચાર-વિચારના પાલનમાં જે તત્પર હેાય; તેઓ મુનિ કહેવાય છે. આ પ્રમાણેના લિંગા જ્યાં જણાતાં હોય ત્યાં મુનિપણું જાણવું અને વંદનાદિ સ વ્યવહારને અનુસરવું તેમાં કઇ દોષ નથી. જે માટે કહ્યું છે કેઃ जर जिणमयं पमाणं मुणित्ति ता बज्झकरणसंसुद्धं । देवपि वदमाणो विसुद्धभावो विसुद्धो उ ॥ જો તમને જિનમત પ્રમાણ છે તે બાહ્ય ક્રિયાએથી વિશુદ્ધ એવા મુનિને તે દેવ હાય તે પણ વિશુદ્ધ ભાવે વંદન કરવું તે વિશુદ્ધ જ છે. ( તેમાં કંઇ પણ દેષ નથી. ) મુ–અમને તમારાં વચન પ્રમાણ છે. અમે સ` મુનિઓને બાહ્ય લિંગથી મુનિ માની અનુસરીએ છીએ, પરંતુ આચાર્યને પ્રસંગ થયા બાદ અમને સર્વ સ્થળે શંકા રહ્યા કરે છે, અમારાં ચિત્ત એટલાં તા વિહ્વળ થઈ ગયાં છે કે અમે કાઇ પણ જાતને એક નિર્ણય કરી શતા નથી તે તેથી શંકિત હૃદયે વન્દનાદિ ક્રિયાએ કરવી તે કરતાં ન કરવી તે જ વધારે સારું સમજાય છે, માટે અમે તેમાં પ્રવૃત્ત થતા નથી. સ્થ૦-જો એવી શંકાથી તમે પ્રવૃત્તિઓને ત્યાગ કરતા હો તેા તમારા હૃદયથી તમને સ પદાર્થોમાં શંકા છે. તે શા માટે આહારપાણી, વસ્ત્રપાત્ર આદિને ત્યાગ કરતા નથી, કારણ કે તેમાં પણ શી ખબર પડે કે આ ભાત છે કે ખીજું કંઇ ? આ પાણી છે મદિરા ? આ વસ્ત્ર છે કે દોરી અથવા સર્પ ? આ પાત્ર છે કે પત્થર ? માટે એક પ્રવૃત્તિને ત્યાગ કરેા છે તેા ખીજી પ્રવૃત્તિઓને પણ શા માટે ત્યાગ કરતા નથી ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44