Book Title: Jain_Satyaprakash 1941 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૭૬ ]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૭
વસ્તી રહી છે તે પણ આ જૈન તીર્થના પ્રતાપે જ છે એમ કહીએ તો કાંઈ પણ અતિશયોક્તિ નથી.
શાસનદેવી પદ્માવતીની મૂર્તિની પાસે જ પદ્માવતી માતાની એક નાની મૂર્તિ છે. વાસ્તવિક રીતે આ મૂર્તિ પદ્માવતી માતાની લાગતી નથી પરંતુ અત્યારે જે પરંપરા પ્રચલિત છે તે આધારે જ આ નામ આપ્યું છે. આ મૂર્તિ નીચે પ્રાચીન શિલાલેખ છે, જેને ભાવાર્થ આ છે—“૧૪૨ ૦માં અમદાવાદ નજીક (સમીપ) રાજપુરનિવાસી શ્રાવકે સેરીસાના પાર્શ્વનાથ પ્રભુજીના જિનાલયમાં આ મૂર્તિ સ્થાપિત કરી છે પ્રતિષ્ઠાપક તપાગચ્છના..... છે” નામ નથી વંચાતું અર્થાત આ મૂર્તિ સેરીસા ઉપર આવેલી આસ્માની સુલતાનના સમયે ત્યાંથી રક્ષણુથે અહીં નરેડામાં લાવવામાં આવી હશે. અહીં પણ રક્ષણાર્થે તેને જમીનમાં દાટી દીધેલી તે આજથી સે વર્ષ ઉપર પદ્માવતી માતાની મોટી મૂર્તિ સાથે જમીનમાંથી નીકળેલ છે. હું અહીંના શિલાલેખ સંબંધી આગળ ઉપર લખવાનું મુલતવી રાખી અહીંના એક પ્રાચીન મંદિરને પરિચય આપવા ધારું છું. - અર્વાચીન જૈન મંદિરની નજીકમાં જ ફલાંગ દૂર તપોધન બ્રાહ્મણોને વાસ છે, જ્યાં તેઓ ખાસ કરીને રહે છે. તેમના વાસમાં એક મટે ઊંચે ટીંબો છે. અહીં શરૂઆતમાં
ડું ખોદકામ કરતાં એક સુંદર પ્રાચીન જૈન મંદિરનાં શિખરે દેખાવા લાગ્યાં. પરંતુ જૈન સંઘની બેદરકારી, ઉપેક્ષા અને આળસને લીધે આ ખોદકામ આગળ વધતું અટકી ગયું. ખોદાયેલા ભાગ ઉપર પણ ધૂળ ફરી વળી અને એક અમૂલ્ય પ્રાચીન જૈન મંદિર ભૂગર્ભમાં જ રહ્યું. જ્યારે આ ગામવાસિઓને પથ્થરની જરૂર પડે કે તરત જ એ ખોદાયેલો ભાગ ખેદી એકાદી મોટી પથ્થરશીલા લઈ આવે. કોઈને ચટણી વાટવા, કૅશ ઘસવા, કપડાં ધોવા માટે પથ્થરની જરૂર પડે ત્યારે ગામવાળા માટે તો આ એક પથ્થરની ખાણનું કામ આપે છે.
- જે કાંઈ બોદકામ થયેલું તેમાંથી નાની નાની દેરીઓનાં શિખરે, તેની તરફના પથ્થરો કે શિલાઓ નીકળેલી છે. આ શિલાઓનો એક ઢગલે ત્યાં પડે છે, જેમાં ઘણુએ નાના નાના પથ્થરે પડ્યા છે. બજાર વચ્ચે એક મકાનના ખૂણુમાં જૈન મંદિરની નાની દેરીનું શિખર ચડેલું છે. ગામ બહાર મોટું તળાવ છે. એ તળાવ માટે મજબૂત પીલર જોઈએ તો જેન મંદિરના શિખરનો ઉપરનો ભાગ ચડી દીધો છે. આવી જ રીતે તપાધન વાસમાં ઘણાં ઘરોમાં આ મંદિરના પત્થરને ઉપયોગ થયેલ છે. ટીંબાના જે ભાગનું ખોદકામ થયેલું છે ત્યાં આ મંદિરનાં તોરણ, ગભારાનો ઉપરનો ભાગ-કુંભી, મંદિરના થાંભલાના પથ્થરો ત્યાં પડેલા છે. વચમાંના ગુમ્બજના નાના નાના ટુકડાઓ પણ પડયા છે. ફરતી દેરીઓના પાછળના શિખર ઉપરની વિવિધ આકૃતિઓ ત્યાં પડેલી છે. તેમજ જ્યારે જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે જમીનમાંથી નાની નાની મૂર્તિઓના ખંડિત ભાગે પણ ઉપલબ્ધ થાય છે. અમે ત્યાંથી જિનેશ્વર ભગવાનની નાની ખંડિત મૂર્તિનું મસ્તક તથા બીજી મૂર્તિઓનાં મસ્તકે લાવ્યા છીએ. કહે છે કે આવી મૂર્તિઓ તે ઘણું ય નીકળે છે. પહેલાં પણ અહીંથી મૂર્તિઓ નીકળેલી, પરંતુ તે ખંડિત હોવાથી સાબરમતીમાં પધરાવી દીધેલી છે. આવી રીતે વિસ્તારથી જોતાં એમ લાગે છે કે અહીં એક બાવન જિનાલયનું પ્રાચીન મંદિર હોવું જોઈએ.
For Private And Personal Use Only