Book Title: Jain_Satyaprakash 1941 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે શ લ દે શ ની પુ રા ત ન રા જ ધા ની શ્રાવ સ્તિ (વર્તમાન સહેટ-મહેટ) [ઇતિહાસપ્રસિદ્ધ એક પુરાતન જૈન નગરીનું ઐતિહાસિક વિવરણ] સં–શ્રીયુતનાથાલાલ છગનલાલ શાહ, પાલનપુર सुश्रावकाढया श्रास्वतीह भुवि विधुता। नगरी यत्पुरः स्वर्गिनगरी न गरीयसी ॥ –આચાર પ્રદીપ-૨૨૬ (પુણ્યસારકથા) - ભારતવર્ષનું આ પુરાતન અને ઐતિહાસિક નગર અયોધ્યાની ઉત્તરે અને બલરામપુર સ્ટેશનથી બાર માઈલના અંતરે વર્તમાનમાં ખંડેર હાલતમાં આવેલ છે. શ્રાવસ્તિની દક્ષિણ દિશાએ ફૈજાબાદ અને ઉત્તરમાં નેપાલ રાજ્ય, પૂર્વમાં ગૌડા અને પશ્ચિમમાં બહરાયમ આવેલ છે. આ સમૃદ્ધિશાળી નગર નાશ પામ્યા પછી હાલમાં તે સ્થાનને “સહેટ-મહેટ ક કિલાના નામથી ઓળખાવવામાં આવે છે. શ્રાવસ્તિમાં ત્રીજા જૈન તીર્થકર સંભવનાથનો જન્મ થએલ હતો. તેમ અંતિમ તીકર મહાવીરસ્વામીનું ચતુર્માસ અને મહાત્મા ગૌતમબુદ્ધ સાથેને શાસ્ત્રાર્થ આ સ્થાને થએલ હતા. રાજપુત્ર જમાલી કે જે શ્રમણ ભગવાન મહાવીર દેવથી ચઉદ વર્ષ બાદ પહેલા નિહ્નવ તરીકે થએલ તેમની ઉત્પત્તિનું સ્થાન આ નગર હતું. ( સ્થાનાંગસૂત્ર-૫૮૭.) ચીનાઈ યાત્રી ફાહિયાનની નોંધ. પ્રખ્યાત ચીનાઈ યાત્રી ફાહિયાન ઈ. સ. ની ચોથી શતાબ્દિમાં ભારતના પ્રવાસે આવેલ તે સમયના શ્રાવસ્તિનગરની નોંધ નીચે મુજબ તેમના પ્રવાસમાં લે છે – કેશલદેશની રાજધાની શ્રાવસ્તિમાં હું જ્યારે ગયો તે વખતે આ નગરની પરિસ્થિતિ નાશકારક હતી. આ સમયે નગરને અધિકાર રાજા પ્રસેનજિતનો હતા. જેતવન વિહારથી ૭૦ માગલ દૂર પશ્ચિમમાં જેનોની સાથે શાસ્ત્રાર્થ કરેલ. (પરંતુ તેમાં કાનો પરાજય થયેલ તે જણાવેલ નથી.) વળી જણાવે છે કે શાસ્ત્રાર્થ થયેલ સ્થાન પર સાઠ હાથ ઊંચે વિહાર હતા. તેમાં બુદ્ધદેવની મૂર્તિ હતી. તેની જોડે સડકની પૂર્વ દિશા તરફ એક જૈનમંદિર હતું. તેના ઉપર બુદ્ધ વિહારની છાયા પડતી. આ સ્થાન છાયાગત નામથી ઓળખાતું. ત્યાં પૂજારી આવી મંદિરની વ્યવસ્થા ધૂપ-દીપ કરતા. અને વધુમાં જણાવે છે કે મધ્યદેશમાં ૯૬ પાખંડોનો પ્રચાર છે, જે આ લેક તેમ પરલકને માને છે. તેમના સાધુસંધ છે. તે ભિક્ષા કરે છે. માર્ગોમાં ધર્મશાળાઓ સ્થાપિત કરેલી છે ત્યાં યતિઓ વાસ કરે છે. ત્યાં આવનાર મુસાફરોને ખાવા આપવામાં આવે છે. ૧. ચીનાઈ યાત્રી ફાહિયાન કા યાત્રા વિવરણ, પર્વ ૨૦, નાગરી પ્રચારિણી સભા, કાશી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44