Book Title: Jain_Satyaprakash 1941 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૮૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ દરમજલ કાપતી સેનાએ આજે વઢવાણુના સીમાડે પડાવ નાખ્યા હતા. ઉયનમંત્રી પેાતાના શામિયાણામાં આમતેમ ફરતા હતા. તેમનું હૃદય આજે કાઈ ઊંડા ઊંડા વિચારેશમાં મગ્ન થયું હતું. રશર અને ક`વીર મ`ત્રીની નસેામાં આજે ધ ભાવનાના ધબકારા અજી રહ્યા હતા. મંત્રીશ્વરને થયુંઃ સંગ્રામેા ખેલવામાં અને શત્રુએને સહારવા ને હરાવવામાં આખી ઉમ્મર પૂરી થવા આવી. વૃદ્ધાવસ્થાના કિનારે પહેાંચેલા હું આ રણખેલતા પહેલાં એકવાર તીર્થાધિરાજ શત્રુંજયની અને યુગાદિદેવની યાત્રા કરી આવું તે ? જાણે કાઈ પ્રબળ ભાવીની પ્રેરણા હાય તેમ મત્રીશ્વરની ભાવના વધુ ને વધુ સતેજ થતી ગઇ અને થાડી વારમાં તેમણે નિર્ણય કરી લીધેા-તીર્થાધિરાજની યાત્રાએ જવાને ! તેમણે મડલેશ્વર અને સેનાના વડાઓને પેાતાના તખૂમાં ખેલાવ્યા અને પોતાને વિચાર કહી સંભળાવ્યા. અને છેવટે આજ્ઞા કરી કે–તમે સૌ ફૂચ આગળ ચાલુ રાખજો. હું યાત્રા કરી તમને આવી મળું છું. અને–ખીજી સવારે સૈન્યે આગળ કૂચ કરી અને મંત્રીશ્વર ઉદયને શત્રુંજય તરફ પ્રયાણ કર્યું. [ રે ] તીર્થાધિરાજને ચરણે : જીર્ણોદ્ધારની પ્રતિજ્ઞા મડલેશ્વર સહિત સમગ્ર સૈન્યને સ ંસરને જીતવા માટે વળાવી મત્રી ઉદયને પેાતાને અશ્વ તીર્થાધિરાજ શત્રુ ંજય તરફ વાળ્યેા. ઉષાના આગમન સાથે અંધકારના એળા એસરવા લાગે તે નભામણુનાં દર્શીન થતાં કમળવનમાં ઉલ્લાસ વ્યાપી જાય એમ તીર્થાધિરાજ તરફના એક એક પગલે ઉદયનના હૃદયકમળનાં દ્વાર ઉઘડતા જતાં હતાં. સંસાર અને સંગ્રામના બદલે આત્મા અને મેક્ષના નાદો એના અંતરમાં ગાજવા લાગ્યા હતા. સંગ્રામ જીતવા નીકળેલ મંત્રીશ્વરના હૃદયમાં જાગૃત થયેલ પ્રભુદર્શનની અભિલાષા જાણે કાઈ વિલક્ષણ ભવિતવ્યતાને સૂચવતી હતી. થોડીક મજલે પૂરી થઇ અને મંત્રીશ્વર તીર્થાધિરાજના ચરણે આવી પહોંચ્યા. તીર્થાધિરાજનાં દર્શન થતાં મંત્રીશ્વરનું મસ્તક નમી ગયું. જય તીર્થાધિરાજ ! જય યુગાદિદેવ ! જય જિનેશ્વર ! મત્રીશ્વરે નીચા નમી તીર્થાધિરાજની પરમપાવન રજ મસ્તકે ચડાવી ! મંત્રીશ્વરનું હૃદય તીર્થાધિરાજના મહિમામાં મગ્ન બન્યું ! સંસારદાવાનળથી સ ́તપ્ત જીવાને આત્મશાન્તિ અર્પનાર તીર્થાધિરાજને જય હો ! અનન્ત આત્માઓને મેાક્ષના પવિત્ર પથે વળાવનાર ગિરિરાજના જય હા! યુગપ્રવર્તક આદીશ્વર પ્રભુના ચરણથી પવિત્ર થયેલ તીર્થાધિરાજની ધૂલિકાને ધન્ય હા ! આમ ગિરિરાજના મહિમા સાથે આત્માને એક રસ કરતા મત્રીશ્વર ધીમે ધીમે ઉપર ચડવા લાગ્યા. સંસારની વાસનાઓ અને દુ:ખનાં બંધને જાણે વિલીન થતાં હાય, આત્મા જાણે સ્વ-મુક્તિ તરફ પ્રયાણ કરતા એમ મંત્રીશ્વરનું અંતર વધુ ને વધુ અંતર્મુખ બનતું જતું હતું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44