Book Title: Jain_Satyaprakash 1941 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪] નિહુનવવાદ [ ર૬૭]. મુ-શ્રુતજ્ઞાનથી પદાર્થમાં અંશે અંશે તે નિશ્ચય થાય છે ને તેથી વસ્ત્રપાત્ર, ભાતપાણી વગેરેમાં ખબર પડે છે કે આ ભાત જ છે, આ પાણી જ છે, આ વસ્ત્ર જ છે, આ પાત્ર જ છે પણ પત્થર નથી. અને તે પ્રવૃત્તિઓ અનિવાર્ય હોવાથી અમે ચાલુ રાખી છે. સ્થ૦-–જેમ તેમાં તમે કંઈક નિશ્ચય કરી પ્રવૃત્તિ કરે છે તે જ પ્રમાણે મુનિઓના વંદનાદિમાં પણ બાહ્ય લિગેથી કંઈક નિર્ણય કરી પ્રવૃત્તિ કરો. બુતજ્ઞાનથી તમે આન્તર પરિણામ ન જાણી શકતા હે તે પણ બાહ્ય પરિણામ તે જાણી શકાય છે. મુ–અમને ભાત પાણી વગેરે વહોરવામાં કોઈ પણ સમયે ભાતને બદલે બીજું કે પાણીના બદલે મદિરા આવી નથી ને તેથી અમને તેમાં શંકા રહેતી નથી, પણ આ મુનિઓના વિષયમાં તે અમારું હૃદય ખ્યા જ કરે છે. દૂધથી દાઝેલે જેમ છાસને પણ ફૂંકી ફૂંકીને પીવે છે ને દૂધ સામું તે જાતે જ નથી તેમ અમને આ વંદનાદિમાં ઉલ્લાસ જ થતો નથી. સ્થ૦–જે તમને એમ જ છે તે તમે કેટલી વાર મુનિઓને દેવ સ્વરૂપે જોયા? આ આષાઢદેવ સિવાય તમારી પાસે બીજુ કયું દૃષ્ટાન્ત છે, કે જેથી તમારું હૃદય શંકિત જ રહ્યા કરે છે, માટે ભાત પાણીની જેમ આમાં પ્રવૃત્તિશીલ બને. વળી ઘણે સંવાદ એવો મળે છે કે બધા મુનિઓ જ છે, છતાં કદાચ એમ પણ માની લે કે બધા મુનિઓ નથી પણુ દેવ છે તે પણ તમને એવો નિર્ણય તો નથી જ ને કે બધા દેવ જ છે. તમારા જ્ઞાન પ્રમાણે તો તમે બધાને મુનિ સ્વરૂપે જ જુઓ છો તે પછી તેમને વંદનાદિ કરવામાં તમને અડચણ શી આવે છે? મુર-અડચણ તો કંઈ આવતી નથી, પણ ફક્ત બાહ્ય લિંગથી કંઈ વ્યવહાર ચાલતે નથી. તેમાં કંઈક નિશ્ચય પણ થવો જોઈએ. જે નિર્ણય કર્યા સિવાય એકલા બાહ્ય લિંગથી વંદન કરીએ તે પાસત્થા વગેરેને પણ શા માટે વંદન ન કરવું ? તેમને પણ બાહ્ય લિગ તે છે, માટે જેમ પાસત્થા આદિને વંદન નથી કરતા તેમ જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈને વંદન કરવું નહિ એ અમારો નિર્ણય છે. આ સ્થ૦-પાસસ્થામાં તો બાહ્ય લિગે પણ પૂર્ણપણે જણાતાં નથી. તેઓને તે કેવળ ઉદરવૃત્તિ માટે જ વેષ જણાય છે, માટે તેમને વંદનાદિ કરવામાં સમકિતમાં દૂષણ અને સાવવાનુમોદનરૂપ દોષ લાગે છે, તે પ્રમાણે અહીં નથી, માટે વંદનાદિ કરવાં જોઈએ. મુવ-જેમ તેમાં સાવદ્યાનુમોદન દેષ લાગે છે તેમ જ અહીં પણ મુનિ કદાચ દેવ હેય તો સાવદ્ય (પાપ)ની અનુમતિને દોષ લાગે જ, માટે જ્યાં સુધી અમને નિર્ણય નહિ થાય ત્યાંસુધી અમે વંદનાદિ કરશું જ નહિ. સ્થ-જો તમારે એ જ આગ્રહ છે તો તમે જિનેશ્વરની પ્રતિમાને શા માટે વંદન કરો છો ? જેમ ફક્ત ભાવનાની વિશુદ્ધિ માટે જ વંદન થાય છે, તેમ કેવળ ભાવનાની શુદ્ધિ માટે નહિ પણ શાસનને રક્ષણ માટે પણ મુનિઓને વંદન કેમ કરતા નથી ? વળી તમને સાધુઓમાં તે મુનિપણાને સંદેહ છે કે આ મુનિ હશે કે દેવ ? આમાં સાધુપણું હશે કે નહિ પણ જિનપ્રતિમામાં તો સાક્ષાત જિનપણું નથી (એમાં તો જિનપણુની પ્રતિષ્ઠા છે) એ નિશ્ચય છે. છતાં શા માટે ત્યાં વંદનને ત્યાગ ન કરતાં અહીં વંદનને નિષેધ કરો છો? જે અહીં પાપાનુમોદન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44