Book Title: Jain_Satyaprakash 1941 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮] શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૭ રૂપ દોષ બતાવતા હો તો ત્યાં પણ પ્રતિમામાં દેવે વાસ કર્યો છે કે નહિ, પ્રતિમા દેવાધિછિત છે કે નહિ તેની શી ખબર પડે એટલે ત્યાં પણ સંશયથી વંદન કરતા તમારા મતે પાપાનુમતિ રૂપ દોષ લાગશે જ. તેમજ તમે વ્યવહાર નયથી જુદા પડી નિશ્ચય નયે જ પ્રવૃત્તિ કરવાના આગ્રહવાળા થશે તે કાલાન્તરે તમે અતભ્રષ્ટ તતભ્રષ્ટ થશે, કારણ કે- આહાર, વસ્ત્રપાત્ર વગેરેમાં પણ તમને શંકા થશે કે આ દેવકૃત હશે કે નરકૃત ? શુદ્ધ કે અશુદ્ધ ? ઈત્યાદિ શંકાઓથી તમે તે ગ્રહણ નહિ કરી શકે ને તમારો સંયમમાર્ગ દુરારાધ્ય થશે. વળી મુનિઓ સાથે રહેવામાં પણ તમને શંકા થવા લાગશે કે આ મુનિ હશે કે કોઈ સ્ત્રી ચાલાકીથી અમને ભ્રષ્ટ કરવા આવો વેષ સજી આવી હશે ? આ સાધુ સુશીલ હશે કે દુ:શીલ ? કોઈને “ધર્મલાભ ” દેતાં પણ તમને વિચાર આવશે કે–આ ગૃહસ્થ હશે કે આવા વેષમાં કોઈ અભ્યન્તર મુનિ હશે ? જે મુનિ કે ગૃહસ્થની શંકામાં ધર્મલાભ આપશો ને કદાચ મુનિ નિકળશે તે મૃષાવાદનો દોષ લાગશે. એટલે કોઈને ધર્મલાભ દેવો પણ બંધ થશે. દીક્ષા દેતાં તમને એમ થશે કે આ જીવ ભવ્ય હશે કે અભવ્ય? આ દીક્ષા આત્મકલ્યાણ માટે લેતો હશે કે આજીવિકા માટે? આ સજન હશે કે દુર્જન હશે? એવી શંકાઓમાં ને શકાઓમાં દીક્ષા પણ કેઈને નહિ અપાય. - કદાચ તમારામાં તો કંઈક અંશે શ્રદ્ધા પણ હશે, પરંતુ તમારા આ વિચારે ફેલાશે ને અટકશે નહિ તે કાળાન્તરે દરેક વસ્તુઓ શંકાત્મક થઈ જશે. કઈ કઈને ઉપદેશ સાંભળશે નહિ. તેમાં પણ શંકા કરશે કે આ ઉપદેશ સત્ય હશે કે અસત્ય ? ઉપદેશ પરમાર્થ માટે આપે છે કે સ્વાર્થ માટે ? અને છેવટે તે શંકાઓ આગળ વધતાં તમારા શક્તિ મતાનુયાવીઓ-જિનેશ્વર હતા કે નહિ? તેમણે બતાવેલ સ્વર્ગ મોક્ષ નરક પુણ્ય-પાપ કોણે જોયાં છે? માટે તે પણ હશે કે નહિ –એમ શંકાપરાયણ થઈ જશે.
માટે જિનશાસનમાં રહેવું હોય તો વ્યવહાર માર્ગની અપેક્ષાએ તમારે ચાલવું જોઈએ. કેવળ નિશ્ચયને વળગીને વ્યવહારને લેપ કરવો એ મિથ્યાત્વ છે. છઘની ક્રિયા વગેરે સર્વ વ્યવહાર નયને અનુસરીને ચાલે છે. વિશુદ્ધ મનથી કંઈક અજાણતા અશુદ્ધ આચરણ થાય તો પણ તે વિશુદ્ધ જ છે. અને અશુદ્ધ મને વિશુદ્ધ આચરેણ કરે તો તે અશુદ્ધ કહેવાય છે શ્રુતજ્ઞાની પિતાના ઉપયોગ પ્રમાણે વિશુદ્ધ ગોચરી લાવે ને કેવળી તે પિતાના જ્ઞાનથી અશુદ્ધ વે તો પણ વ્યવહારનો આધાર શ્રુતજ્ઞાન ઉપર અવલખતો હોવાથી વાપરે છે, ને નિષેધ કરતા નથી. માટે હે મુનિઓ ! જે તમારે વ્યવહારમાં રહેવું હોય તે આવી આચારવિધાતક કુશંકાઓનો ત્યાગ કરી વ્યવહાર માર્ગ પ્રમાણે વિશુદ્ધ જણાતા મુનિઓને વંદનાદિ કરવાના વ્યવહારમાં પ્રવૃત્ત થાઓ !
॥ इति निह्नववादे तृतियो वादः ॥ (ચાલુ)
For Private And Personal Use Only