Book Title: Jain Satyaprakash 1940 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધર્મી વીરોનાં પરાક્રમ લેખક-શ્રીયુત મોહનલાલ દીપચંદ શેકસી (ગતાંકથી ચાલુ) આપણે જોઈ ગયા કે જૈનતર લેખકેમાંના કેટલાક માને છે તેમ રાજવી કુમારપાળ પાછળની અંદગીમાં પરમમાહેશ્વર મહેતા પણ પરમહંત જ હતા. તે જૈનધર્મને ચુસ્તપણે પાળનાર છતાં અન્ય ધર્મો પ્રતિ સમભાવધારી હતા, કેમકે જૈનધર્મમાં ધર્માધતા કે ધર્મઝનૂન કેળવવાનું કહ્યું જ નથી. બાર વતે ગ્રહણ કર્યા પછી મહારાજા કુમારપાળને “Master of the order” યાને સંઘપતિ થવાની અભિલાષા ઉદ્દભવી. શ્રીમદ્ હેમચંદ્રસૂરિ સાથે એ સબંધમાં સલાહ ક્યાં પછી શત્રુંજયને સંધ લઈ જવાનું ચોક્કસ થયું. છ રી’ પાળતા આ સંધમાં રાજવી સાથે મિત્રો અને સ્વજને, મંત્રીઓ અને વેપારીઓ, સાધુ અને સાધ્વીઓ સારી સંખ્યામાં જોડાયાં હતાં. અત્રે મહારાજા કુમારપાળનું આખું ચરિત્ર આલેખવાને ઉદ્દેશ ન હોવાથી તેમજ એ વસ્તુના જિજ્ઞાસુઓ માટે સંખ્યાબંધ ચરિત્રે, પ્રબંધે અને રાસાઓ મોજૂદ હોવાથી એટલું કહેવું કાફી છે કે કાઠિયાવાડમાં આવેલ જેનોનાં બે મહાન તીર્થે શ્રી શત્રુંજય અને શ્રી રૈવતાચળ રમણીય પ્રાસાદથી અલંત છે અને એમાં મહારાજા કુમારપાળનાં દેવાલયો તરીકે ખ્યાતિ ધરાવતા જે પ્રાસાદે આજે પણ ખડા છે એ સર્વ ઉક્ત સંધ વેળા ખરચેલી પુષ્કળ લમીને આભારી છે. ભારતવર્ષના જુદા જુદા ભાગોમાં ઘણા ખરા પ્રાચીન ને શિલ્પકળાના સુંદર નમૂનારૂપ જે રમણીય દેવપ્રાસાદે આજે દષ્ટિગોચર થાય છે એની બાંધણીમાં મુખ્ય ભાગ ભજવનાર તરીકે બે મહારાજાઓનાં નામ અમ પદે આવે છે. કયાંતા અશોકપૌત્ર સંપ્રતિમહારાજ અને કયાં મહારાજા કુમારપાળ. એ ઉભય ઉપર વર્ણવેલાં દેવગૃહના નિર્માતા ગણાય છે. કહેવાય છે કે મહારાજા કુમારપાળે ૧૪૪૦ નવીન જિનપ્રાસાદે બંધાવ્યા હતા અને ૧૬૦૦૦ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અણહિલવાડ પાટણમાં શ્રી નેમિનાથ ભગવાનને મનોહર પ્રાસાદ બંધાવ્યા અને પિતાના સ્વર્ગસ્થ પિતાની યાદમાં એને ત્રિભુવન વિહારનું નામ આપવામાં આવ્યું. આવી જ રીતે જુદા જુદા હેતુઓને આશ્રયી કરબવિહાર, મૂવકવિહાર અને યૂકાવિહાર બંધાવ્યાની નોંધ મળે છે. અત્રે એક વાત ઉલેખ્યા વિના ચાલે તેમ નથી. કેટલાક લેખકે જૈનધર્મ-જૈનધર્મના કાનુને કે એનાં તો પૂરા સમજ્યા વગર કે એ સંબંધમાં જાણકારને પૂછયા વિના; કેવળ કર્ણોપકર્ણ સાંભળેલી વાતથી કે ભારતવર્ષની સંસ્કૃતિથી અજાણ્યા એવા કેટલાક આંગ્લ લેખકોના સંગ્રહિત કરેલા ઉતારાઓ પરથી, જરા પણ બુદ્ધિ વાપર્યા સિવાય, મનમાનું ચિત્રણ કરવા મંડી જાય છે અને એ રીતે ઈતિહાસને હાનિ પહોંચાડે છે એટલું જ નહિ પણ જનતામાં બે ભમ પેદા કરે છે. ઐતિહાસિક બાબતમાં આ જાતની ઉતાવળ કરવી કે મનમાન્યાં અનુમાને દોરી આગળ વધવું એ બિલકુલ વ્યાજબી નથી. એવા આચરણથી તે લગતી પ્રજાના માનસ બેટા માર્ગે વળે છે અને જે ઈતિહાસ એમાં સાહસિકતા અને શૌર્યતાના પ્રાણવાયુ પૂરનાર તરીકે હાયભૂત બનનાર હોય છે તે કેવળ શંકાના વમળે અને વિસંવાદ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44