Book Title: Jain Satyaprakash 1940 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - અંક ૩] જેતર ગ્રંથમાં અભક્ષ્યનો વિચાર [૧૭] यस्मिन गृहे सदा नित्य, मूलकं पाच्यते जनैः । स्मशानतुल्यं तद वेश्म पितृभिः “परिवर्जितम् ॥ १ ॥ मूल केन समं चान्नं यस्तु भुंक्ते नरोऽधमः । नस्य शुद्धिर्न विद्यते चांद्रायणशतैरपि ।। २ ॥ भुक्तं हलाहलं तेन, कृतं चाभक्ष्यभक्षणम् । वृन्ताकभक्षणं चापि नरो याति च रौरवं ।। ३॥ એ ત્રણે લેકને ભાવાર્થ આ પ્રમાણે સદ્દબુદ્ધિથી સ્વીકારઃ જેના ઘરમાં હંમેશાં મૂળાનું શાક રંધાય છે તે ઘર સ્મશાન તુલ્ય જાણવું. વળી તે ઘર પિતઓ વડે જાય છે. વળી મૂળાના શાક સાથે જેઓ અન્ન ખાય છે, તે અધમ મનુષ્યની શુદ્ધિ સેંકડે ચાંદ્રાયણ તપ વડે પણ થતી નથી. જેણે આવાં કંદમૂળ અભય ખાધાં તેણે હાલાહલ કાલકૂટ જેવું ઝેર ખાધું. વળી રીંગણના શાક ખાવાથી તે નર મહાદુઃખદાયી એવી રૌરવ નામની નરક ભૂમિમાં જાય છે. અને જમ લોકો તેને ઘણું દુઃખ આપી હેરાન કરે છે. વળી પદ્મપુરાણમાં નીચે પ્રમાણે પૂર્વના ઋષિઓએ કહ્યું છે – गोरसं माषमध्ये तु दुग्धादिके तथैव च । __ भक्षयेत् तद् भवेन्नूनं मांसतुल्यं युधिष्ठिर! ॥ કાચા દુધ, કાચા દહિં, કાચી છાશની સાથે અડદનું ભોજન-ઉપલક્ષણથી સર્વ કઠોળનું ભજન કરે છે તે માંસ તુલ્ય કહેવાય, એવી રીતે શ્રી કૃષ્ણ પાંડના વડિલ ભ્રાતા યુદ્ધિષ્ઠિરને સંબોધન કરીને જણાવે છે. વળી મહાભારતમાં મધમાં દેવ જણાવ્યું છે, તે લેક નીચે પ્રમાણે જાણવો– संग्रामेण यत् पापं अग्निना भस्मसात् कृते । । તત vid કાય? તથા મધુવનમviાત . ૨ |. આગ લગાડીને ભસ્મીભૂત કરવાથી કે લડાઈ કરવાથી જે પાપ લાગે છે તેટલું પાપ એક મધના ટીપાના ભક્ષણથી લાગે છે. એવી રીતે જૈન દર્શનમાં પરમ કૃપાળુ ભગવાન શ્રી તીર્થકર દેએ કેવલજ્ઞાન બળથી જોઈને કંદમૂળ રીંગણું વિદળ (કાચા દુધ, દહી, છાશ સાથેનું કોળ) અને મધમાં દેવ બતાવ્યા છે. તેવી જ રીતે શિવપુરાણ, પવાપુરાણ અને મહાભારત આદિમાં ઋષિમુનિઓએ અનેક દેવ બતાવ્યા છે. | વિશેષ સમજુતી ધ્યાનમાં રાખવાની એ જ કે કોઈ પણ બ્રાહ્મણ કે કઈપણ જૈનેતર ઉપર લખેલ કેના અર્થ ફેરવી જીભના સ્વાદમાં લુબ્ધ બની ભોળા લેકને ઠગવા જુદા જુદા અર્થ બતાવે, તે પણ જૈન અથવા જેનેતર સુજ્ઞ બંધુઓએ અજ્ઞાનવશથી ભોળવાઈ જવું નહિ. અને સત્ય વાત લક્ષમાં રાખી અભક્ષ્ય વસ્તુ તજવી. એ જ આત્માને તરવાને સારો માર્ગ છે. કિં બહુના ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44