Book Title: Jain Satyaprakash 1940 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] નિહુનવવાદ [૧૦૩] કે વિભાવથી થાય છે, પુષ્ય અને પાપથી થાય છે. પણ નિમિત્ત સિવાય થતી નથી. જે માટે મહાભાષ્યમાં કહેલ છે કે __ अणुहूयदिठुचिन्तिय - सुयपयइवियारदेवयावा । सुमिणस्स निमित्ताई, पुण्णं पावं च नाभावो । અર્થ—અનુભવ, દર્શન, ચિન્તન, શ્રવણ, પ્રકૃતિને વિકાર, દેવતાનો પ્રભાવ, પુરય અને પાપ, એ સ્વપનાં નિમિત્તે છે, પણ અભાવ કારણ નથી. માટે સ્વપ્ન પણ છેક નિર્વિષય તે નથી જ. માટે વિજ્ઞાન માન્યું તે વિષય માનવો જ જોઈએ. જે વિષય એ જ આ ઘટ પટ વગેરે. બો –આ સર્વ દેખાય છે તે સર્વ ભ્રમ છે—તમે કહ્યું તે ઠીક છે, પરંતુ જેમ સ્વમમાં સૃષ્ટિની કલ્પના કરવામાં આવે છે ને દેખાય છે તેમ આ ઘટ પટ વગેરે જે બાહ્ય પદાર્થો દેખાય છે તે પણ મિથ્યા વાસનાથી કરેલ કલ્પનાથી દેખાય છે. પ્રખર તાપથી તપેલાને રેતિના રણમાં મૃગજળની ભ્રાન્તિ થાય છે તેમ આ પણ ભ્રાન્તિ જ છે. પરંતુ વાસ્તવિક કંઈ નથી માટે વિજ્ઞાન સિવાય બાહ્ય પદાર્થ કંઈ નથી. સ્થા) –ભ્રમ છે તે સત્ય પદાર્થ છે જ–ઘણું સારું. પ્રથમ બ્રાતિ એ જ શું વસ્તુ છે ? બ્રાતિ એટલે જ્યાં જે વરતુ ન હોય ત્યાં તે વસ્તુનું જ્ઞાન થવું એ. જેમ છીપ એ રૂપું નથી છતાં છીપને રૂપા તરીકે સમજવી એ છીપમાં રૂપાની બ્રાન્તિ થઈ કહેવાય. જેને રૂપાનું સાચું જ્ઞાન હોય તેને જ છીપમાં કઈક સમય રૂપાની બ્રાતિ થાય પરંતુ રૂપાનું જ જ્ઞાન ન હોય તે ભાન્તિ ન થાય. આ વાંઝણીને છોકરો છે એ ભ્રમ કઈને કઈ સ્થળે પણ થતો નથી એટલે આ ઘટ પટ વગેરે બમ છે એમ કહે છે તે સત્ય વસ્તુ માનવી જ રહો, હવે વિજ્ઞાન સિવાય બાહ્ય પદાર્થ માનવા જ પડે છે તે આ ઘટ પટ વગેરે દેખાય છે તેને ભ્રમ માનવાને કંઈ કારણ નથી. માટે આ દેખાય છે તે જ સત્ય છે. કારણ કે ભ્રમરૂપ વસ્તુથી કઈ કાર્ય સિદ્ધ થતું નથી. વનમાં ખાવાથી કે પૈસા મળવાથી પેટ ભરાતું નથી કે પૈસાદાર થઈ જવાતું નથી. એ પ્રમાણે આ દેખાતા ઘટ પટ વગેરેને જિમ માનીએ તે તેનાથી કંઈ પણ કાર્ય થાય નહિ પરંતુ કાર્ય થાય છે એ પ્રત્યક્ષ દેખાય છે. એટલે આ ઘટ પટ વગેરેને ભ્રમ માની શકાય નહિ. જે કાર્ય કરવામાં સમર્થ વરતુને પણ ભ્રમરૂપ માનવામાં આવે તે આ ભ્રમ છે કે આ અભ્રમ છે એવી વ્યવસ્થા જ ન રહે. જે એ વ્યવસ્થાને નાશ થાય તે – आशामोदकतृप्ता ये ये चास्वादितमोदका।। रसवीर्यविपाकादि तुल्यं तेषां प्रसज्यते ।। અર્થ-જેઓ કાલ્પનિક લાડુથી સંતષિત થયા છે અને જેઓ સાચા લાડુ ખાઈને તૃપ્ત થયા છે તે બન્નેને રસ વીર્યની પુષ્ટિ વગેરે સમાન થવાં જોઈએ. અર્થાત્ બ્રમ અને સત્ય વસ્તુ બન્નેને એક માનવામાં આવે તે યથાર્થ વરનુથી થતાં કાર્યો ભમ્રરૂપ વસ્તુથી પણ થવાં જોઈએ. એમ થતું નથી માટે વિજ્ઞાનથી ભિન્ન એવા આ ઘટપટ વગેરે યથાર્થ પદાર્થો છે એમ માનવું જોઈએ. એ પ્રમાણે સ્યાદ્વાદીએ વિજ્ઞાનથી જુદા પદાર્થો છે એમ સિદ્ધ કર્યું. બૌદ્ધ કેટલીક ચર્ચા કરવા ઈચ્છતા હતા પરંતુ સમય પૂરો થઈ જવાને કારણે બૌદ્ધની અન્ય ચર્ચા અન્ય સમય પર મૂલતવી રાખી સભા બરખાસ્ત કરવામાં આવી. (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44