Book Title: Jain Satyaprakash 1940 04 SrNo 57
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખક-આચાર્ય મહારાજ શ્રી વિજ્યલબ્ધિસૂરિજી [ ગતાંકથી ચાલ આગળ કહ્યા પ્રમાણે ચોથા અવિરતીસભ્ય દૃષ્ટિ ગુણસ્થાનકની સ્થિતિ દક સાગરેપમની કહી તે ક્ષયોશમસમ્યકત્વઆશ્રિત સમજવું, તેમજ નાના ભવઆશ્રિત સમજવું. ક્ષયોપશમનું વપ સિદ્ધાન્તમાં નીચે મુજબ વર્ણવેલું છે. मिच्छत्तं जमुइन्नं, तं खीणं अणुइअं च उवसंतं । मीसीभावपरिणयं, वेइज्जंतं खओवसमं ॥ १ ॥ અર્થ:–જે મિથ્યાત્વને ઉદય થ હોય તેને સ્ય કરે અને અનુદિત મિથ્યાત્વને ઉપશમાવે, એમ મિશ્રભાવે પરિણિત જે સમ્યકત્વ વેદાય તે સોપશમસમકિત કહેવાય છે. આ સમ્યકત્વમાં સત્ કર્મનો ઉદય હોય છે અને ઉપશમમાં તેમ હોતું નથી, આ બે સમ્યકત્વમાં એટલે ભેદ હોય છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે તત્ત્વાર્થ શ્રદ્ધાનું નામ સમ્યકત્વ છે અને તત્ત્વાર્થ શ્રદ્ધા તો જેવાં તત્ત્વ પ્રભુએ કહ્યાં તેવો વિશ્વાસનું નામ છે અને તેવો વિશ્વાસ મનને એક અભિલાષ થયો તો અપર્યાપ્ત અવસ્થામાં મનના અભાવે તે કેવી રીતે હોઈ શકે? અને ત્યાં પણ સમકિત ૬૦ સાગરોપમની સ્થિતિ હોવાથી જરૂર હેવું જોઈએ, અને ક્ષાયિકસમકિતની સ્થિતિ સાદિ અનંત છે એટલે તે પણ અપર્યાપ્ત અવસ્થામાં હોવું જોઈએ કારણ કે સાયિક સમતિ પહેલાં દેવનું અને નારકનું આયુષ્ય બાંધ્યું હોય તો ત્રીજા ભવે મુક્તિ થાય છે અને યુગલિયાનું બાંધ્યું હોય તો ચોથા ભવે મુક્તિ થાય છે, એટલે ક્ષાયિકસમતિ પણ સ્થાયી રહેવાવાળું હોવાથી અપર્યાપ્ત અવસ્થામાં હેવું જોઈએ એમ વિચાર કરતા આગમમાં વિરોધ આવે છે, એમ વિચારનારે સમજવું જોઈએ કે તત્ત્વાર્થ શ્રદ્ધા એ સમકિતનું કાર્ય છે અને સમ્યકત્વ, મિથ્યાત્વ, ક્ષયોપશમ આદિથી જન્ય આત્માનો શુભ પરિણામવિશેષ છે. એ આ પરિણામરૂપે કાયમ રહે અને કાર્યરૂપે મન આવ્યા પછી આવે તો તેમાં કોઈ પણ ઠેકાણે સિદ્ધાન્તને વિરોધ આવતા નથી. સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે – ___ से अ संमत्ते पसत्थसमत्तमोहनीअकम्माणुवेअणोवसमखयसमुत्थे पसमसंवेगाइलिङ्गे सुहे आयपरिणामे पण्णत्ते । તે સમ્યકત્વ પ્રશસ્ત સમ્યકત્વમેહનીય કર્મના અનુવેદનથી અથવા ઉપશમથી અથવા ક્ષયથી પ્રશમ સંવેગ આદિ લિંગવાળું શુભ આત્મપરિણામ રૂપ કહેવાય છે. આ લક્ષણ મન વગરના જીવોમાં અને સિદ્ધાદિ એમાં પણ વ્યાપકપણે રહી શકે છે. ક્ષાયિકસમક્તિ જીવનમાં એક જ વાર આવે છે અને તે જતું નથી. ઉપશમસમકિત જીવનમાં પાંચ વાર આવે અને જાય છે. પશમસમકિત એક ભવ આશ્રિત બે હજારથી નવ હજાર વાર જાય છે અને આવે છે અને નાના ભાવ આશ્રિત અસંખ્યાતી વાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44