Book Title: Jain Satyaprakash 1940 04 SrNo 57
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર
પ્રભુપ્રવેશ
" (૧) અમદાવાદમાં સુરદાસ શેઠની પોળમાં ફાગણ શુદિ ૩ ના દિવસે દેરાસરમાં પ્રભુજીને પધરાવવામાં આવ્યા. (૨) અમદાવાદના પરા કુબેરનગરના દેરાસરમાં ફાગણું શુદિ ૩ ના દિવસે પૂ. આ. વિજ્યઉમંગરિજી મહારાજના હાથે શ્રી શાંતિનાથપ્રભુ પધરાવવામાં આવ્યા. દીક્ષા - (૧) પુનાવાળા, ‘જૈન જીવન’ના તંત્રી શા. મોતીલાલ લાધાજીએ ફાગણ શુદિ ૩ના દિવસે પાલીતણુમાં પૂ. આ. વિજયકનકસૂરિજી મ. પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુ. કેવલવિજ્યજી રાખી તેમને આચાર્ય મહારાજના શિષ્ય બનાવવામાં આવ્યા. (૨) સાયલામાં શાહ શિવલાલ તલકશીભાઇને ફાગણ શુદિ ૧ ના દિવસે પૂ. મુ. સુંદરવિજયજીએ પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. સિદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. (૩) અમદાવાદમાં ફાગણ શુદિ ૧ ના દિવસે પૂ. આ. વિજયનીતિસૂરિજી મ. મહુવાવાળા ભાઈ જયંતીલાલ વીરચંદને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી, દીક્ષિતનું નામ મુ. જયાનંદવિજયજી રાખવામાં આવ્યું. સ્થાનક્વાસીમાંથી સગીદીક્ષા
(૧) વીસનગરમાં ફાગણ શુદિ ૩ ના દિવસે પૂ પં. હરમુનિજીએ સ્થાનકવાસી મુનિશ્રી દેવેન્દ્ર મુનિને સંવેગી દીક્ષા આપી. તેમનું નામ જિનેન્દ્રમુનિ રાખીને તેમને મુ. સુંદરવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. (૨) અરણાદ (માલવા) માં પૂ. મુ. ચરણુવિજયજીએ સ્થાનકવાસી મુનિ શ્રી બસ્તીમલજીને પોતાના શિષ્ય તરીકે સંવેગી દીક્ષા આપી. તેમનું નામ મુ. બુદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. સ્થાનકવાસી મટી સરવેગી બન્યા
માળવામાં પૂ. પ્ર. ચંદ્રવિજયજી મહારાજના ઉપદેશથી બખતગઢમાં લગભગ ૪૦ ધર અને પીપલાદામાં લગભગ ૫૫ ઘર સ્થાનકવાસી સંપ્રદાયનો ત્યાગ કરી સંવેગી બન્યા. કાળધમ1 ફ્લેધીમાં ચૈત્ર શુદિ ૪ ના દિવસે પૂ. આ. વિજયલબ્ધિસૂરિજીના શિષ્ય મુ. સત્યવિજયજી કાળધર્મ પામ્યા. જાહેર તહેવાર
કચ્છના મહારાવે આગામી ચૈત્ર શુદિ ૧૩-મહાવીરજન્મદિનને દિવસ-જાહેર તહેવાર તરીકે પાળવાનું જાહેર કર્યું છે.
For Private And Personal use only

Page Navigation
1 ... 41 42 43 44