Book Title: Jain Satyaprakash 1940 04 SrNo 57
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮1 [૨૯] જ્યાં અનેક દાસદાસીઓ પડે બોલ ઉઠાવવા સદાય તત્પર રહેતાં હતાં, જે ઘરની એક એક ચીજ ઉપર પિતાના પ્રભુત્વની મહોરછાપ પડી હતી. તે ઘરમાંથી એક મહિનાના ઉપવાસની ઉગ્ર તપસ્યાને અંતે અને આવા બળબળતા મધ્યાહૂને ખાલી હાથે પાછા ફરતાં શાળીભદ્રમુનિને લેશ પણ ખેદ ન થયો ! ઉલટું તેમને તે પોતાના આત્માની કટીનો સુઅવસર સાંપડયો લાગ્યો. આત્માની ત્રાદ્ધિનું માપ સંસારી શું પારખી શકે ! ખાલી હાથે પાછા ફરતાં તેમના મનમાં જરાય શલ્ય ન હતું! તેમના મનમાં અગર કંઈ હતું તો તે ફક્ત પ્રભુએ માતા પાસેથી આહાર મળવાની વાત કહી હતી ત! પ્રભુના આ વચનનું શું રહસ્ય હશે? પ્રભુનું વચન સાચું પડ્યા વગર તો નહીં જ રહે ! પણ તે કઈ રીતે ? એ જ વિચાર તેમના મનમાં ચાલતા હતા. રાજગૃહીએ જોયું કે ભિક્ષા માટે આવેલા આ બંને ભિક્ષુઓ ખાલી હાથે પાછા ફરતા હતા. તેમણે નગર વટાવ્યું. તેઓ જંગલમાં થઈને આગળ વધતા હતા ! પણ અરે, આ શું ? આવા મધ્યાહુને, આવા નિર્જન જેવા જંગલમાં આ બાઈ ક્યાંથી ? અને એના રોમરોમમાં અત્યારે હર્ષને સંચાર શાથી થતો હતો? આવા બે સાવ અજાણ્યા ભિક્ષુઓને જોઈને ન જાણે કેવીય અદમ્ય લાગણીઓ એ બાઈને ઉરમાં ઉભરાતી હતી! એ લાગણનું પૂર ખાળવું અશક્ય હતું ! એ લાગણીઓ પિતાનો માર્ગ કર્યા વગર રહે તેમ ન હતું ! એ હતી એક ગોવાળણ! એના માથે દહીંનું ભાજન હતું ! એ જતી હતી પોતાના માર્ગે ! આ બે મુનિઓને જોઈને તે થંભી ગઈ ! જાણે જન્મજન્મની સંઘરી રાખેલી ભાવના જાગ્રત થતી હોય એમ લાગ્યું. તેનું હૈયું આ બે ભિક્ષુઓમાં જડાઈ ગયું છે તેને થયું–આ બે ભિક્ષુઓની સેવા કરી શકું તો કેવું સારું ! પણ, અત્યારે મારી પાસે એવું શું છે કે જેથી હું આવા મહાત્યાગીની સેવા કરી શકું ! જેના ચરણે આગળ રાજામહારાજાઓનાં મસ્તકે ઢળતાં હોય તેઓને હું રાંક શું આપી શકું? પણ ભક્તિનું પૂર આવી દુન્યવી વાતથી કદી રોકી શકાયું નથી. ક્ષણભરમાં પોતાની દીનતાને ખ્યાલ તેના હૈયામાંથી પલાયન થઈ ગયે અને ભિક્ષુઓ તરફ જોઈને તે બોલી ઊઠી: For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44