Book Title: Jain Satyaprakash 1937 04 SrNo 21
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચર ४७९ શ્રી જૈન સત્ય પ્રકાશ ઉત્પત્તિ શ્વેતામ્બરોમાંથી થઈ છે અને પિતાના મતની પુષ્ટિને માટે શ્વેતામ્બરોએ માનેલા કેવલીના આહારપાણિને વિરોધ કરવાને માટે આ બેને દે ગયા અને તેને કુદેલત્વના મુખ્ય ચિહ્નરૂપ ગણ્યા, અને એ આગ્રહને લીધે જ દિગમ્બરોએ પિતે માન્ય કરેલા તત્વાર્થસૂત્રની ઉપર પગ મેલ્યા, કેમકે તવાર્થસૂત્રમાં સાફ સાફ જણાવે છે કે જિનેશ્વરોમાં ક્ષુધા-તૃષા વગેરે અગિયાર પરીષહો હોય છે. તરવાળંવાર કહે છે કે – viારા વિ (. ૨) એટલે કેવલીમહારાજમાં અગિયાર પરીષહ હોય છે, કે જે વેદનીય કર્મથી થવાવાળા છે. દયાન રાખવું કે અહીં જિન શબ્દનો અર્થ અગિયારમાં કે બારમા ગુણઠાણાવાળા વીતરાગ લેવાના નથી, કેમકે – અગિયારમાં બારમા ગુણઠાણુવાળા વીતરાગો માટે તે “ફૂમરાયજીવાથીત - શાશ્વતા' એ સૂત્રથી ચૌદ પરીષહ પહેલાં જણાવવામાં આવ્યા છે. વળી તેરમાં ગુણઠાણાવાળા જીને કેવલજ્ઞાન થાય છે એ વાત દિગમ્બરને પણ માનવી પડે તેમ છે. તે કેવલજ્ઞાનને રોકનારા દેનો ક્ષય જણાવતાં તત્ત્વાર્થકાર મહારાજ પોતે જ ક્ષાત્ જ્ઞાનાનાવર, તથા વસ્ત્ર એમ કહી કેવલજ્ઞાનની ઉપત્તિ મેહનીયના ક્ષયથી અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અન્તરાયના ક્ષયથી જણાવે છે. એ સૂત્રમાં ભૂખ કે તૃષાના ક્ષયનું નામ પણ નથી. તે પછી કેવલજ્ઞાનને રોકનાર સુધા અને તૃપા થાય જ કેમ ? વાચકે એ ધ્યાન રાખવાની જરૂર છે કે – દિગમ્બરોએ છદ્મસ્થ અવસ્થામાં તીર્થકરોને પણ સુધા અને તૃષા માનેલ છે. વળી જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થાય અગર મેહનીયના પેટા ભેદોને અનુક્રમે ક્ષય થતો જાય તેમ તેમ તેઓ ક્ષુધા તૃષાની ઓછાશ માનતા નથી, તો ક્ષયોપશમની વખતે જેને મન્દતાને સમ્બધ નથી તેના અભાવને સમ્બન્ધ, ક્ષયની સાથે આવ્યો કયાંથી? વાચકગણ અનુભવથી પણ સમજી શકશે કે, સુધા અને તૃષાની અધિકતા અને ન્યૂનતા સાથે જ્ઞાનની અધિકતા અને ન્યૂનતાનો કઈ પણ પ્રકારે સમ્બન્ધ નથી. વિકલેન્દ્રિય અને અસંસી થોડા આહારને લેવાવાળા છતાં ૫ણ શું અજ્ઞાની નથી? અને ચાર જ્ઞાનના ધણી મુનિમહારાજા શું તે વિકલેદ્રિય અને અસંજ્ઞીના આહાર કરતાં વધારે આહારવાળા નથી? આ વિચાર કરનાર વાચકગણને સહેજે માલમ પડશે કે દિગમ્બરોએ સુધા અને તૃષાનો અભાવ જે દેવના લક્ષણ તરીકે માને છે તે કેવળ શ્વેતામ્બરના શ્રેષને લીધે જ છે અને તે દ્વેષની તીવ્રતાને લીધે જ સુધા અને તૃષાના અભાવને પહેલો નંબર આપવામાં આવ્યું છે. (વાચકગણુ આ ઉપરથી એ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44