________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન છે. લેખક-આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી
હતા
કરછક્કાજકકકક્ક)
(ગતાંકથી ચાલુ) હવે આપણે સિંહાવલોકન ન્યાયથી પુનઃ બૌદ્ધ અને સાંખ્યનાં તત્ત્વ તરફ દૃષ્ટિ નાખીએ; –- બૌદ્ધો બાર પદાર્થ માને છે. જાથ: રાતનનિ, તથા ઘરમિ wગ્ન, પચશ્ચ વિષયા: %, રાતાચતન્ન, ધર્માતનર્ચ, દ્રારા તપત્તિ છે પ્રત્યક્ષાનુમાને છે ઇવ પ્રમ ” અર્થ :- ચક્ષુ વગેરે પાંચ ઈદ્રિય, રૂપ, રસ, ગધે, સ્પર્શ અને શબ્દ એ પાંચ વિષયો, મન અને ધર્મ એ બાર આયતન પદાર્થો કહેવાય છે. અહિં પણ બાર તત્ત્વની સંખ્યા માનવી વ્યાજબી નથી, કારણ કે પાંચ ઇંદ્રિ દ્રવ્યરૂપે માનીએ તે અજીવમાં આવી જાય છે. અને ભાવરૂપે માનીએ તે જીવમાં સમાવેશ થઈ જય છે. એટલે જીવા જીવ બે જ પદાર્થો વીતરાગોક્ત સાચા છે. વળી રૂપાદિક પાંચ વિષયો અજીવમાં આવી જાય છે, એટલે જુદા જુદા માનવાની જરૂર નથી. શબદીયતન જેનું બીજું નામ મન છે, તે પણ પૌલિક હોવાથી અજીવમાં જ આવી જાય. ધર્માયતન એટલે સુખ દુઃખ, તે પણ સાતા અસાતારૂપ માનીએ તો જીવ દ્રવ્યમાં અને તેમના કારણરૂપે કર્મને માનીએ તો અજીવ દ્રવ્યમાં આવી જાય છે, એટલે વીતરાગાક્ત જીવાવ બે જ પદાર્થ સાચા છે. તેમનો વિસ્તાર સાત અથવા નવ પદાર્થમાં આવી છે, તે આપણે આગળ વિચારીશું. બૌદ્ધોએ પ્રમાણને નિર્વિકલ્પક માન્યું છે, તે અનિશ્ચયાત્મક હોવાથી પ્રવૃત્તિ-નિવૃત્તિનું અંગ નથી બની શકતું અને તેથી તે અપ્રમાણ છે. પ્રત્યક્ષ અપ્રમાણુ હોવાથી, તે દ્વારા ઉત્પન્ન થતું અનુમાન પણ અપ્રમાણસિદ્ધ થાય છે. એવી રીતે બૌદ્ધોનાં તત્ત્વો તથા પ્રમાણે પણ અસિદ્ધ કરે છે.
સાંખ્યનાં તત્ત્વ તરફ દષ્ટિ નાંખતાં તેમની પણ તન્યસૃષ્ટિ ઠીક નથી જણાતી. તેઓ માને છે કે “પ્રકૃત્યાત્મજાત છિપાવજો” અર્થાત્ પ્રકૃતિ અને આત્માના સંગથી, સૃષ્ટિ પેદા થાય છે. સૃષ્ટિના પેદાશને કમ નીચે મૂજબ છે –
પ્રતિશ્ચ સરવરગતમાં સાળાવસ્થા, તો માન, મરતોડ ,, હજ્ઞાાનિદ્રશf, રમાકાળિ. તમાળઃ પદ્મ ભૂતાનિ, તિબ્ધ કુપા વેf, વાર્તા નિજી મin તિા"
અર્થ:– સત્વ, રજસ અને તમસ ગુણની સરખી અવસ્થાનું નામ પ્રકૃતિ છે. તેનાથી મહાન પેદા થાય છે, મહાનથી અહંકાર જન્મે છે. અહંકારથી અગિયારે ઈન્દ્રિયો પેદા થાય છે, અને પંચ તન્માત્રા પેદા થાય છે, તેનાથી પાંચ ભૂતો પેદા થાય છે. આત્માનું ચૈતન્ય સ્વરૂપ છે, તે અકર્તા, નિર્ગુણ અને ભોક્તા છે. હવે અહીં વિચાર કરવાની જરૂર છે કે સત્વ, રજસ અને તમોગુણ પરસ્પર વિરુદ્ધ છે, તેમનું કાઈ
For Private And Personal Use Only