Book Title: Jain Satyaprakash 1937 04 SrNo 21
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૮ શ્રી જન સત્ય પ્રકાશ દિગમ્બર ભાઈઓ દેવ તરીકે માનવા તૈયાર થશે? દિગમ્બર ભાઈઓ એમ નહિ કહી શકે કે – ચોથા વગેરે ગુણઠાણાવાળા પણ તે ભવે ગુણઠાણાની શ્રેણિએ ચઢીને ભવિષ્યમાં મોક્ષ પામી બીજા ભવના જન્મ વગરના થશે જ નહિ અને જે એમ છે. તે પછી દિગમ્બર ભાઈઓ તેવા ચેથા વગેરે ગુણઠાણાવાળીઓને ફરસવાવાળા તેવા જીવોને બધાને દેવ તરીકે માનવા તૈયાર છે? આ બધું વિચારના સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે–જન્મરહિતપણું એ દેવપણાનું લક્ષણ કહેવાય જ નહિ અને જન્મરહિતપણાને દેવપણાનું લક્ષણ કહેવું તે કેવળ અજ્ઞાન જ છે. મરણરહિતપણું એ શું લક્ષણ છે? જેવી રીતે દિગમ્બરોએ જણાવેલાં સુધા, તૃષા અને જન્મ એ ત્રણે દેશે આગ્રહ જણાવનારા છે તેના કરતાં તેમને મરણરહિતપણાને જણાવેલો દેષ તો દિગમ્બરની અજ્ઞાનતાની હદ કરે છે. દિગમ્બર ભાઈઓએ વર્તમાન અપસર્પિણમાં જે ચોવીસ તીર્થકરો માનેલા છે તેમાંના કયા તીર્થકર અત્યારે હયાત છેમરણ પામેલા નથી? કહેવું જ પડશે કે સર્વ તીર્થકરો મરણને પામેલા છે અને તેઓના હિસાબે તે તીર્થકર મરણ પામેલા હોવાથી દેવ તરીકે ગણાય જ નહિ એટલે સ્પષ્ટ થયું કે મરણનો અભાવ તે દેવના લક્ષણ તરીકે રહી શકે જ નહિ. વળી જગતના ચારે ગતિના અને ચોવીસે દંડકના છે જ્યાં સુધી પિતપોતાના ભવમાં અને ગતિમાં રહેલા છે ત્યાં સુધી તે સર્વ મરણ કરીને રહિત જ છે, તે પછી તે બધા એકેન્દ્રિયાદિ છે દિગમ્બરોના મતે તે દેવતત્વમાં જ ગણાય. યાદ રાખવું કે – એકેન્દ્રિયાદિ જીને ભવને છેડે જેમ મરણ છે તેમ તીર્થકરને પણ ભવને છેડે જરૂર મરણ છે. વળી તીર્થકર ભગવાનનાં પાંચ કલ્યાણક, જેઓને દિગમ્બર પણ માને છે તેમાં છેલ્લું નિર્વાણ કલ્યાણક તીર્થકરેના મરણને અંગે છે, તે પછી મરણને દેષ તરીકે માની મરણના અભાવને દેવના લક્ષણ તરીકે માનનારા દિગમ્બરે શી રીતે નિર્વાણ કલ્યાણકને માનશે? એટલે મરણને દેષ પણ માન અને મરણવાળું તે નિર્વાણ કલ્યાણક પણ માનવું એ ખરેખર પૂરેપૂરો વા ગ્યાઘાત જ થયો. સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે આ યુષ્યના અભાવને લીધે મરણ છે અને દરેક તીર્થકર મોક્ષે જતી વખતે આયુષ્યના અભાવવાળા થાય જ છે. તો પછી મરણ એ દેવપણને દેષ હોઈ શકે નહિ. દિગમ્બરભાઈઓ કદાચ એમ કહે કે આ ભવના મરણને અમે દેષરૂપે ગણતા નથી પણ ભવાંતરના મરણને અમે દેષરૂપ ગણીએ છીએ. આ કથન પણ તેમનું કઈ પ્રકારે યુક્તિસંગત (જુઓ પૂર્ણ ૪૮૪) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44