Book Title: Jain Satyaprakash 1937 04 SrNo 21
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- - ચંપાપુરી નગરીમાં ચંપાપુરી મહિમાં બનેલી કેટલીક લેખકે આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી ધાર્મિક ઘટનાઓનું સંક્ષિપ્ત વર્ણન (ગતાંકથી પૂર્ણ) ચંદનબાળાનું પ્રભુ શ્રી મહાવીરને દાન : રાજા દધિવાહનની પુત્રી ચંદનબાલાને જન્મ પણ આ પ્રસ્તુત નગરીમાં થયો હતું. જે ચંદનબાલાએ કૌશાંબી નગરીમાં પ્રભુ શ્રી મહાવીર દેવને, પાંચ મહિના અને પચીસ દિવસ સુધીની ઘેર તપશ્ચર્યાના અંતે, સૂપડાના ખૂણામાં રહેલા અડદના બાકલા બહેરાવી, પ્રભુને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરતા અભિગ્રહ પૂર્યો હતો. ચંદનબાલાને સંયમની પ્રાપ્તિ અને કેવલજ્ઞાનને લાભ; એ બેમાં બીજા કારણો માં મૂળ કારણ આ દાન જ છે. પ્રભુ શ્રી મહાવીરદેવનું ચતુર્માસઃ પ્રભુ શ્રી મહાવીરદેવે દીક્ષાના દિવસથી માંડીને ૭૨ વર્ષની ઉંમરમાં ૪૨ માસાં જુદા જુદા સ્થળે કર્યા, તેમાં આ શ્રી ચંપાપુરીનું પણ નામ આવે છે. જુઓ–૧ અસ્થિક ગ્રામમાં, ૩ પૃષચંપા સહિત ચંપાપુરીમાં, ૧૨ વૈશાલી નગરી અને વાણિજ્ય ગ્રામમાં, ૧૪ નાલંદા અને રાજગૃહ નગરમાં, ૬ મિથિલા નગરીમાં, ૨ ભદ્રિકા નગરીમાં, ૧ આલંભિક નગરીમાં, ૧ પ્રણીતભૂમિમાં, ૧ શ્રાવસ્તિ નગરીમાં અને ૧ મધ્યમ અપાપા નગરીમાં. રાજા કેણિકને ચંપાપુરી સાથે સંબંધ: રાજા કેણિકનું બીજાં નામ અશચંદ્ર હતું. પિતા શ્રેણિકના મરણ નિમિત્તે ઘણો દીલગીર થવાથી તેણે રાજગૃહીની રાજધાની ફેરવી પાછળથી (પિતાના મરણ બાદ) આ શ્રી ચંપાનગરીને રાજધાની બનાવી હતી. સંભવ છે કે–અહીં સુંદર ચંપકવૃક્ષ વધારે પ્રમાણમાં હોવાથી આ નગરી ચંપાનગરીના નામથી પ્રસિદ્ધિ પામી હોય. સૂત્રોમાં પણ અનેક સ્થળે શ્રી સુધર્માસ્વામીની વાચનાના પ્રસંગમાં, રાજા કેણિકનું અને ચંપાનગરીનું વર્ણન આવે છે. . દાનેશ્વરી રાજા કર્ણની નગરી: પાંડુ રાજાના વંશમાં થયેલ, મહાદાનેશ્વરી શ્રી કર્ણરાજ પણ પૂર્વે આ નગરીમાં રાજ્ય કરતા હતા. તેમણે તૈયાર કરાવેલી ફગાર ચતુરિકા (ાંગારી) વગેરે ઉત્તમ પદાર્થો (સ્થાનો) હાલ પણ નગરીની શોભામાં વધારો કરી રહ્યાં છે. શાસ્ત્રોમાં જેમ યુદ્ધવીર તરીકે રામ, દયાવીર તરીકે શ્રી શાંતિનાથ ભગવાન અને તવીર તરીકે શ્રી ઋષભદેવ, આદિનાં નામે પ્રસિદ્ધ છે, તેમ દાનવીરમાં કણ રાજાનું નામ પહેલે નંબરે આવે છે. સુદર્શન શેઠના શીલનું માહાત્ય : આ નગરીના રાજા દધિવાહનને અભયા નામની રાણી હતી. તે નિર્મલ સમ્યદૃષ્ટિ શેઠ સુદર્શનનું ભવ્ય રૂપ જોઈ મેહિત થઈ, અને શેઠને ચલાયમાન કરવાને ઘણે પ્રયત્ન કર્યો, છતાં જ્યારે નિષ્ફળ નીવડી ત્યારે તેણે ક્રોધમાં આવી શેઠને આળ દીધું કે “આ સુદર્શન દુરાચારી છે.” રાજાને ખબર પડતાં તેણે શેઠને શળી ઉપર ચઢાવવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44