Book Title: Jain Satyaprakash 1937 04 SrNo 21
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હસ્તલિખિત પ્રતિઓ અને સૂચીપત્રો લેખકઃ–પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. (ગતાંકથી પૂર્ણ) સચીપત્રો (ચાલુ) પ્રાથમિક તૈયારી—વર્ણનાત્મક સૂચીપત્ર તૈયાર કરતાં પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. સૌથી પ્રથમ તો એની ભૂમિકારૂપે (card index) તૈયાર કરાવી જોઈએ અને એમાંનાં બધાં કાર્ડ અકારાદિ ક્રમ પ્રમાણે ગોઠવવાં જોઈએ. તેમાં પણ સૌથી પ્રથમ મૂળ ગ્રંથો, ત્યારપછી એ ગ્રંથો અને તેનું સાલવાર વિવરણાત્મક સાહિત્ય, પછી એકલાં વિવરણાદિ એ પ્રમાણે ક્રમ રાખવો જોઈએ. આ બધું તૈયાર થયા પછી મૂળ ગ્રંથની જેટલી હસ્તલિખિત પ્રતિઓ હોય તે સામે રાખીને આરંભિક અને પ્રાંતિક વિભાગ સિવાયની બધી વિગતે એકેક વર્ણનાત્મક પત્ર (descriptive sheet ) પર નોંધી લેવાવી જોઈએ. તેમ કરતી વેળા વિશેષતઃ શુદ્ધ પ્રતિ કઈ છે તે તરફ થોડુંક ધ્યાન અપાય અને તેની એક બાજુ પર નોંધ કરી રખાય તે કાર્ય વધારે સફળ નીવડે. જે પ્રતિ સૌથી વધારે શુદ્ધ જણાતી હોય તેને પ્રથમ સ્થાન આપી તેમાંથી આરંભ અને અંતને લગતું જેટલું લખવું યોગ્ય જણાય તેટલું લખી કઈ હોંશિયાર માણસને સાથે રાખી એ મેળવી જવું. ત્યાર પછી એ જ ગ્રંથને લગતી બીજી બધી પ્રતિઓમાંથી પ્રથમ પ્રતિની શાખ આપી તેને પ્રારંભિક અને અંતિમ વિભાગ પૂરો કર્યો. અલબત પ્રારંભમાં તેમજ અંતમાં નકલ કરનારાએ જે કંઈ લખ્યું હોય તેની પણ યથાસ્થાન નેધ લેવાવી જોઈએ. એને નકામું ગણી છોડી દેવું નહિ, કેમકે એ પણ ઉપયોગી વસ્તુ છે. પ્રતિના કદ વગેરેની નોંધ–આપણે વર્ણનાત્મક સુચીપત્રની વિગત વિષે થોડીક ઊંડા ઉતરીને વિચાર કરશું તો જણાશે કે પ્રતિના કદ માટે બે પદ્ધતિઓ અનુસરાતી જોવાય છે. કેટલાક પ્રતિના કાગળનું ક્ષેત્રફળ રજુ કરે છે તે કેટલાક પ્રતિમાં જેટલા ભાગમાં લખાણ હોય તેનું ક્ષેત્રફળ રજુ કરે છે. આમાંથી જેને જે યોગ્ય લાગે તે પદ્ધતિ તે અનુસરે, કેમકે બંને જુદી જુદી રીતે લાભદાયક છે. બંને પદ્ધતિ પ્રમાણે નોંધ લઈ શકાય તો તેના જેવું એકે નહિ. જેમ આ ક્ષેત્રફળની બાબતમાં ભિન્ન ભિન્ન પદ્ધતિ જોવાય છે તેમ વિવરણાદિ યુક્ત કેટલીક પ્રતિઓ માટે નિરનિરાળી પદ્ધતિ જોવાય છે. પરંતુ એ વાત ભૂલવા જેવી નથી કે જે પ્રતિઓ ત્રિપાટી અને પંચપાટી હોય તે પરત્વે લીટી અને અક્ષરની ગણના કરતી વેળા ગમે તે એક જ પદ્ધતિ છેવટપર્યત જળવાઈ રહે તેવી ચોકસાઈ રાખવી જોઈએ. ત્રિપાઠી પ્રતિમાં મૂળ અને ટીકાની લીટીઓ તેમજ એના અક્ષરોની સંખ્યા જુદી જુદી ગણવવી. પંચપાટી પ્રતિમાં ટીકાની લીટીઓ ગણવા માટે બે પદ્ધતિઓ જોવાય છેઃ (૧) મૂળની જમણી કે ડાબી - ૧ રૂપરેખાની વિશેષ સમજણ માટે જુઓ ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર તરફથી પ્રસિદ્ધ થયેલ મારા “ જેન હસ્તલિખિત પ્રતિ એનું વર્ણનાતમક સૂચીપત્ર”ની અનુક્રમણિકા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44