Book Title: Jain Satyaprakash 1937 04 SrNo 21
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ હસ્તલિખિત પ્રતિએ અને સૂચીપત્ર ૪૮૯ પણ અપાય તે સારું. જો ગ્રંથ કયારે રચાયા એ વિષે પ્રતિમાં ઉલ્લેખ હોય તે વર્ણનને લગતી હિકકતેામાં તેને પણ સમાવેશ કરાવા જોઈ એ. સાલ—પ્રતિ કયારે લખવામાં આવી તે વિષે હમેશાં પ્રતિમાં ઉલ્લેખ હતા નથી. એવે વખતે પ્રતિ કેટલી પ્રાચીન જણાય છે તેને આનુમાનિક ઉલ્લેખ થવા ઘટે. એ ઉલ્લેખ કાઇક વેળા ખોટા પણ નીવડે છે, પર ંતુ તેની ખાસ ફિકર કરવા જેવું નથી, કેમકે આવા ઉલ્લેખનું પણ મહત્ત્વ છે. કાઇકવાર એક જ પ્રતિમાં અન્યાન્ય ગ્રંથા હાય તા એ પ્રતિ કઇ સાલમાં લખાઇ તે વિષેના ઉલ્લેખ છેલ્લા ગ્રંથમાં જોવાય છે, પરંતુ એની પૂર્વે જો એ પ્રતિના ગ્રંથનું વર્ણન આવતું હોય તે ત્યાં એની સાલ જરૂર નોંધવી અને અંતિમ ગ્રંથની સાખ રજુ કરવી. કર્તા વિષે નેાંધ લેતાં ગ્રંથમાં જે ગુરુપરંપરા સૂચવાઈ હાય તે। તત્પુરસર વિવરણ બંનેના કર્તાની જુદી જુદી તોંધ લેવી, ઉલ્લેખ થાય તે સારું. મૂળ અને વિષય — ગ્રંથમાં શું આવે છે એની સમજ પડે તેવી રીતે વિષયને ઉલ્લેખ કરવા જોઇ એ. બૌદ્ધાદિ સાહિત્ય સાથે તુલના થઈ શકે એમ હોય તો તેમ જરૂર કરવું. પ્રારંભ અને અંત – - આ એ વિષે આગળ કહેવાઈ ગયું છે તેમ છતાં અહીં એ ઉમેરવું આવશ્યક જણાય છે કે પુષ્પિકા કે પ્રશસ્તિ હાય તેા ‘વર્ણન' માં તેની નોંધ કરાવી જોઈ એ. - અહી એ વાત પણ સૂચવવી આવશ્યક સમજાય છે કે પ્રારંભ કે અંતના ભાગ રજી કરતી વેળા અશુદ્ધિએ જેવી તે તેવી રહેવા દેવી. જો શુદ્ધિ સૂચવવી હેાય તે તે શુદ્ધિ કૌંસમાં આપવી, પરંતુ અશુદ્ધ ભાગને બદલે શુદ્ધ ભાગ રજુ ન કરવા, કેમકે એથી નુકસાન થાય છે. ખાસ કરીને એ ગ્રંથનું સોંપાદન કાર્ય કરનાર એથી ઉંધે માગે દેારાય છે. પ્રતિને શુદ્ધ સમજી તે મગાવે અને પછી એ તે અશુદ્ધ નીકળે એટલે એનેા લીધેલા પરિશ્રમ નિષ્ફળ જાય. વળી કાઈક વાર સૂચવેલ શુદ્ધિ સમુચિત ન પણ નીકળે. આથી પ્રતિમાં જેવું લખાણ હેાય તેવું જ રજુ થવું જોઈ એ. એમાં જરા પણ ઘાલમેલ ન થવી જોઈએ. પરિશિષ્ટા — વર્ણનાત્મક સૂચીપત્રમાં તગત હસ્તલિખિત પ્રતિઓની વિશેષતાને વ્યક્ત કરનારાં અનેકવિધ પિરિશા અપાવાં જોઈ એ. સૂચીપત્ર એ રીતે તૈયાર કરાય છે. ( ૧ ) પ્રતિએનું વિષયવાર વર્ગીકરણ કરીને અને (૨) તેમ કર્યાં વિના, વિષયવાર પ્રતિ ચૂંટી કાઢીને સૂચીપત્ર તૈયાર કરાયું હાય, કે જેમ કરવું વધારે લાભદાયક છે, તે અંતમાં અકારાદિ ક્રમ પૂર્વક પ્રતિઓના ઉલ્લેખરૂપ પ્રથમ પરિશિષ્ટ અપાવું જોઈ એ, જો વિષયવાર વર્ગીકરણ કર્યા વિના અકારાદિ ક્રમે પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર કરાયું હાય તા પ્રથમ પરિશિષ્ટ તરીકે વિષય વાર પૃથક્કરણ સૂચવનાર પરિશિષ્ટ અપાવું જોઈ એ; પછીનાં પિરિશિષ્ટા તા અને પતિને સરખાં લાગુ પડે છે. એટલે કે ખીજા પરિશિષ્ટ તરીકે ગ્રંથકારાના અકારાદિક્રમ પ્રમાણે નિર્દેશ થવા ઘટે. ત્રીજા પરિશિષ્ટ તરીકે ભાષા પ્રમાણે પ્રતિએને પૃથક્ ઉલ્લેખ કરાવા જોઈએ. આ પ્રમાણેનાં ત્રણ મુખ્ય પરિશિષ્ટા ઉપરાંત ગૌણ પરિશિષ્ટરૂપે સચિત્ર પ્રતિના નિર્દેશ, કર્તાએ પોતે લખેલાના નિર્દેશ, હસ્તલિખિત પ્રતિના પ્રકારની દૃષ્ટિએ વહેંચણી, એના સાલવાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44