________________
ઉપોદ્દઘાત
[21]
૨૧
એ વિશેષણનો થાય છે. નામ તરીકે આ શબ્દનો અર્થ “આત્મજ્ઞાન” યાને બ્રહ્મજ્ઞાન” કરાય છે. આ અર્થમાં અધ્યાત્મજ્ઞાન' એવો પણ પ્રયોગ કરાય છે. ગુજરાતીમાં અધ્યાત્મ-યોગ, અધ્યાત્મ-વિદ્યા અને અધ્યાત્મશાસ્ત્ર એવા પ્રયોગો પણ નજરે પડે છે.
આત્માના અસલી સ્વરૂપને શુદ્ધ લક્ષમાં રાખી તે પ્રમાણે વર્તન કરવું અર્થાત્ એ શુદ્ધ સ્વરૂપને પ્રકાશમાં લાવવા પ્રયાસ કરવો તે “અધ્યાત્મ' છે. આમ આત્મવિકાસની-આત્મરમણતાની કલ્યાણકારી દિશામાં યથેષ્ટ વિહાર એ “અધ્યાત્મ' છે. આ અર્થમાં પાઈયમાં “અઝન્થ” અને “અઝપ્પ” શબ્દ છે. અંગ્રેજીમાં એને ‘સ્પિરિચુએલિઝમ' (Spiritualism) કહે છે.
‘અધ્યાત્મ એ અર્થમાં યોગ' શબ્દ પણ વપરાય છે. ‘જોડવું' એ અર્થવાળા યુન્ ધાતુ ઉપરથી યોગ' શબ્દ બનેલો છે. મોક્ષનાં સાધનોને જોડી આપે તે “યોગ' કહેવાય છે. અધ્યાત્મનો અર્થ પણ મુક્તિના માર્ગે સંચરવું એમ થાય છે એટલે આમ યોગ' એ અધ્યાત્મનો પર્યાય છે.
ન્યાયાચાર્ય યશોવિજયગણિએ અધ્યાત્મસાર (અધિ૦ ૨)માં નીચે મુજબ “અધ્યાત્મ'નું લક્ષણ દર્શાવ્યું છે.
“गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या ।
પ્રવર્તતે ક્રિયા શુદ્ધ તથ્થાત્મ નમુર્કિના: ર ”
અર્થાત્ મોહના અધિકારમાંથી મુક્ત બનેલાઓની આત્માને ઉદેશીને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે તેને જિનેશ્વરો ‘અધ્યાત્મ' કહે છે. આનંદઘનજી એ શ્રેયાંસનાથ ભટ ના સ્તવનમાં અધ્યાત્મનું ચાર નિક્ષેપપૂર્વક વિવેચન કર્યું છે.
“મોહ એ આત્માનો કટ્ટર શત્રુ છે. એ મોહને વશ બનેલા પ્રાણી દેહને જ “આત્મા’ સમજે છે. એ મૂઢ દષ્ટિવાળો જીવ બહિરાત્મા કહેવાય છે. એની આંતરિક દૃષ્ટિ ખીલતાં એ “અંતરાત્મા’ અને એના મોહનાં પડળ સર્વથા દૂર થતાં-એનો સંપૂર્ણ વિકાસ સધાતાં એ પરમાત્મા બને છે. આ આત્મવિકાસની ગુણસ્થાનોની હકીકતો અધ્યાત્મના ગ્રંથોમાં નજરે પડે છે. એ આત્માની સંપૂર્ણ અને સાચી ઉન્નતિ સાધવાનો માર્ગ દર્શાવે છે. એ પરમાત્માના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે.
યોગમાર્ગની અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ જે પાંચ ભૂમિકાઓ ગણાવાય છે તે પૈકી અધ્યાત્મને અનુલક્ષીને નાની મોટી અનેક કૃતિઓ રચાઈ છે. એ પૈકી “અધ્યાત્મ પદથી શરૂ થતી નિમ્નલિખિત નામવાળી કૃતિઓ જિ. ૨૦ કોડ (ખંડ ૧, પૃ. ૫-૬)માં નોંધાયેલી છે.
૧, પહાવાગરણ (૨, ૧)માં અઝપ્પસુઈ (સં. અધ્યાત્મશ્રુતિ) એવો પ્રયોગ આ અર્થમાં જોવાય છે. ૨. આ હકીકત અધ્યાત્મતત્ત્વાલોક (પ્ર. ૧, ગ્લો. ૧૬)માં જોવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org