Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 03
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 179
________________ ૧૪૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૪ P ૨૬૭. શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિના શિષ્ય થાય છે એમણે વિ.સં. ૧૧૬૯થી વિ.સં. ૧૨૨૮ના ગાળામાં વિવિધ કૃતિઓ રચી છે. એનાં નામ વગેરે નીચે મુજબ છે : પ્રતિષ્ઠાકલ્પ– આ કૃતિ વિષે આપણે આગળના પૃષ્ઠમાં વિચારી ગયા. “સુખબોધાસામાચારી- આને સુબોધસામાચારી પણ કહે છે. આ ઉપરાંત એમણે નીચે મુજબની વિવરણાત્મક કૃતિઓ રચી છે : (૧) ન્યાયપ્રવેશકવૃત્તિ-પંજિકા– બૌદ્ધ આચાર્ય દિડનાચે જે ન્યાયપ્રવેશક નામની કૃતિ રચી છે એના ઉપર સમભાવભાવી હરિભદ્રસૂરિએ વૃત્તિ રચી છે એના ઉપર આ શ્રીચન્દ્રસૂરિએ વિ.સં. ૧૧૬૯માં પંજિકા રચી છે અને એ છપાઈ છે. (૨) નિશીથચૂર્ણિવિંશોદેશક-વ્યાખ્યા-જિનદાસગણિએ નિસીહના ઉપરની વિશેસનિસીહચુણિ તરીકે ઓળખાવાતી ચણિ રચી છે. આ નિસીહના વીસમા ઉદેશકને લગતી સૃષ્ણિની વ્યાખ્યા વિ.સં. ૧૧૭૪માં આ શ્રીચન્દ્રસૂરિએ રચી છે. અહીં એમણે પોતાને શીલભદ્રસૂરિના શિષ્ય કહ્યા છે. (૩) શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર– વન્દિતુસુત્ત “શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર' તરીકે પ્રસિદ્ધ છે. એના ઉપર આ શ્રીચન્દ્રસૂરિએ વિ.સં. ૧૨૨૨માં ૨૦૦૦ શ્લોક જેવડી વૃત્તિ રચી છે. (૪) નન્દી ટીકા-દુર્ગપદ-વ્યાખ્યા- નન્દીસુત્ત નામના આગમ ઉપર હરિભદ્રસૂરિની ટીકા છે. P ૨૬૮ એમાંનાં દુર્બોધ સ્થળોની આ વ્યાખ્યા શ્રીચન્દ્રસૂરિએ ૩૩૦૦ શ્લોક જેવડી રચી છે. એની વિ.સં. ૧૨૨૬માં લખાયેલી એક હાથપોથી જેસલમેરના ભંડારમાં છે. (૫) જીવકલ્પ-બૃહમ્યુર્ણિ-વ્યાખ્યા- જિનભદ્રગણિ ક્ષમાશ્ચમણે રચેલ જયકપ્પ એ આગમ ગણાય છે. એને સંસ્કૃતમાં “જતકલ્પ' કહે છે. એના ઉપરની બૃહચુર્ણિ ઉપર શ્રીચન્દ્રસૂરિએ ૧૧૨૦ શ્લોક જેવડી વ્યાખ્યા વિ. સં. ૧૨૨૭માં રચી છે. આ વ્યાખ્યાને ‘ટિપ્પણ” પણ કહે છે. (૬) નિરયાવલિકા-શ્રુતસ્કન્ધ-વૃત્તિ– નિરયાવલિયા કિવા કપ્રિયા, કથ્વવડિસિયા, પુષ્ક્રિયા, પુષ્કચૂલિયા અને વણિહદસા એ પાંચ ઉવંગ (ઉપાંગ)ને “નિરયાવલિકા-શ્રુતસ્કન્ધ' કહે છે. એના ઉપર શ્રીચન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૨૮માં વૃત્તિ રચી છે અને એ છપાયેલી છે. (૭) ચૈત્યવન્દનસૂત્ર-વૃત્તિ- આ ચેઈયવન્દણસુત્ત (સં. ચૈત્ય-વન્દનસૂત્ર)ની શ્રીચન્દ્રસૂરિએ રચેલી વૃત્તિ છે. (૮) સર્વસિદ્ધાન્તવિષમપદ-પથાર્ય- આ કૃતિ વિવિધ આગમોમાંનાં દુર્ગમ સ્થળોના પર્યાયરૂપે શ્રીચન્દ્રસૂરિએ ૨૨૬૪ શ્લોક જેવડી રચી છે. ૧. જૈ. સા. સં. ઈ. (પૃ. ૨૪૩-૨૪૪)માં આની નોંધ છે. ૨. આ “દે. લા. જૈ. ૫. સંસ્થા” તરફથી ઈ.સ. ૧૯૨૨માં છપાવાઇ છે. ૩. ન્યાયપ્રવેશક તેમ જ એના ઉપરની હરિભદ્રસૂરિકૃત વૃત્તિ સહિત આ પંજિકા “ગા. પી. ગ્રં.”માં ઈ.સ. ૧૯૩૦માં પ્રકાશિત થયેલી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316