________________
૧૫૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૪૬
P ૨૯૩
દ્વિતીય અધિકારમાં જિનેશ્વરની પૂજાનો સ્ત્રીને નિષેધ ઇત્યાદિ ૨૫ (૧૧+૩+૫+૬) ઉસૂત્રોનો ઉલ્લેખ કરી એની ચર્ચા કરાઇ છે. આ કૃતિમાં તિથિચર્ચા, ‘પર્યુષણ પર્વ ક્યારે કરવું ઇત્યાદિ બાબતો પણ વિચારાઈ છે. એકંદરે આ કૃતિ “સંવાદ' શૈલીમાં રચાઈ છે.
કુમતાહિવિષજાંગુલીમન્ન કિવા હિતોપદેશ (વિ. સં. ૧૬૭૭)- ૫૧૮ શ્લોક જેવડી કૃતિના કર્તા શાન્તિચન્દ્રમણિના શિષ્ય રત્નચન્દ્રમણિ છે. અધ્યાત્મકલ્પદ્રુમની ટીકાની પ્રશસ્તિમાં એમણે પોતાની આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે. એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૯૨)માં ઉલ્લેખ છે પરંતુ મુદ્રિત વૃત્તિમાં તો આ કૃતિનું નામ જણાતું નથી.
આ કૃતિના નામનો અર્થ એ છે કે “કુમતરૂપી સર્પના ઝેરનો નાશ કરનારાનો મન્ત્ર'.
કુમતાહિવિષજાંગુલીમન્નતિમિરતરણિ (પત્ર ૨)માં સૂચવાયા મુજબ આ કૃતિના અંતમાં ૬૬ શ્લોક જેવડી પ્રશસ્તિ છે પણ એ પ્રશસ્તિ મુદ્રિત કૃતિમાં અપાઈ નથી અને લખાણમાં ઘાલમેલ કરાઈ છે. પ્રથમ પત્રમાં કહ્યું છે કે ભક્તિસાગરગણિએ જે “ઉપાધ્યાય સામવિજયગણિને ૧૮ પ્રશ્નો”ના નામથી લખાણ લખ્યું હતું તેના પ્રતિકારરૂપે આ કૃતિ યોજાઇ છે. ઉપાધ્યાય ધર્મસાગરગણિએ વિ.સં. ૧૬૫૦માં રચેલા સવષ્ણુસયગ (સર્વજ્ઞશતક) આ મુમતાહિવિષજાંગુલીમન્નની ઉત્પત્તિમાં નિમિત્તરૂપ બની છે. આ કુમતાહિવિષજાંગુલીમત્રમાં વિ.સં. ૧૬૪૯નો અને વિ. સં. ૧૬૭૧નો એમ બે પટ્ટક અપાયા છે.
પáિશન્મતખંડન- આ હીરવિજયસૂરિની રચના છે. એમાં એના નામ પ્રમાણે ૩૬ મતોનું ખંડન હશે.
પત્રિશલ્પસંગ્રહ પત્રિંશજલ્પનિર્ણય કિવા જલ્પસંગ્રહ (વિ. સં. ૧૬૭૯)- આના કર્તા ભાવવિજય છે. એઓ ઉપાધ્યાય પમુનિવિમલના શિષ્ય થાય છે. એમણે ઉત્તરજઝયણ ઉપર વિ.સં. ૧૬૮૯માં રોહિણીપુરમાં વૃત્તિ રચી છે. એમાં એમણે કથાઓ પદ્યમાં રચી છે. એમણે વિ. સં. ૧૭૦૮માં ચંપકમાલાકથા રચી છે. વળી એમણે કલ્પસૂત્રદીપિકા, સુબોધિકા અને લોકપ્રકાશનું સંશોધન કર્યું હતું. એમણે પ્રસ્તુત કૃતિ વિ. સં. ૧૬૭૯માં કર્પટવાણિજ્ય (કપડવંજ)માં રચી છે. આ કૃતિ દ્વારા એમણે એ સમયની શાસનની સ્થિતિ વર્ણવી છે.
• રચના- પ્રસ્તુત કૃતિમાં પ્રારંભમાં ત્રણ પદ્યો દ્વારા “શંખેશ્વર પાર્શ્વનાથ, વાણી અને હીરવિજયસૂરિની સ્તુતિ કરાઈ છે. અંતમાં ૧૧ પદ્યોની પ્રશસ્તિ છે. બાકીની કૃતિ ગદ્યમાં છે.
P ૨૯૪ ચંપકમાલાકા
૧. આ કૃતિ વિ. સં. ૨૦૦૮ના જેઠ માસની આસપાસમાં પ્રકાશિત કરાઈ છે. તેમ છતાં પ્રકાશનવર્ષ ૨૦૦૭નું
છે એમ મુમતાહિન્તરણિ (પત્ર ૨)માં ઉલ્લેખ છે. ૨. આને કેટલાક કુમતિવિષોત્તારણ જાંગુલીમન્ન તેમ જ મુમતાહિવિષમવિષોત્તરજાંગુલીમન્ન પણ કહે છે. ૩. આ કૃતિની અન્ય પ્રશસ્તિ પ્રમાણે એ વિ. સં. ૧૬૮૨માં પૂર્ણ કરાઈ છે. ૪. આ ગુજરાતી કૃતિ “શાસનકંટકોદ્ધારક’ હંસસાગરજીએ રચી છે અને એ મોતીચન્દ દીપચંદે ઠળિયાથી વિ. સં.
૨૦૦૯માં પ્રકાશિત કરી છે. ૫. એઓ વિજયદાનસૂરિના શિષ્ય વિમલહર્ષના શિષ્ય થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org