________________
પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. ઓ. ૯૪-૯૭]
૫૧
પ્રમેયકમલમાર્તડની પ્રસ્તાવના (પૃ. ૬૩)માં આ વૃત્તિના કર્તાનો સમય ઇ.સ. ૯૮૦થી ઈ.સ. ૧૦૬૫નો દશાવાયા છે અને તેમ કરતી વેળા ન્યાયમુમુચન્દ્ર (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૧૨૩)માં પં. કૈલાશચન્દ્ર છે. ઇ.સ. ૯૫૮થી ઇ.સ. ૧૮૨૮નો નક્કી કર્યો છે તેને બ્રાન્ત ગણ્યો છે.
પ્રમેયરત્નમાલા – આ પરીક્ષામુખસૂત્ર ઉપરની દિ. અનન્તવીર્ય શાન્તિપ માટે રચેલી લઘુવૃત્તિ છે અને એ પ્રમયકમલમાતંડના તેમ જ અન્ય કેટલીક કૃતિના સારરૂપ છે. આ અનન્તવીર્યનો ઉલ્લેખ વાદિરાજે શકસંવત :૪૬માં રચેલા પાર્શ્વનાથપુરાણમાં કર્યો છે. વળી સર્વદર્શનસંગ્રહમાં પણ અનન્તવીર્ય વિશે ઉલ્લેખ છે.
પ્રમેયરત્નમાલા ઉપર વિવિધ ટીકાઓ રચાઇ છે. એ પૈકી ચારનો પરિચય હું ઉપર્યુક્ત લેખને P ૯૭ આધાર આપું છું :
ન્યાયમણિદીપિકા- આ દિ. ચારકીર્તિએ શરૂ કરી હતી અને એની સમાપ્તિ એમના શિષ્ય જનાર્દનવિજયે શકરાંવત્ ૧૭૬૩માં કરી હતી. આ ટીકા સમાસોથી ભરચક, પ્રૌઢ અને પાંડિત્યપ્રદર્શક ગદ્યમાં રચાયેલી છે. એ સમગ્ર ટીકા લગભગ ૪૦૦૦ શ્લોક જેવડી છે.
અર્થપ્રકાશિકા- આ ટીકા પણ ઉપર્યુક્ત દિ. ચારુકીર્તિએ રચી છે. આમાં એમણે નવ્ય ન્યાયને આશ્રય લીધો છે. તેમ છતાં વિષય રપ ટપણે સરલ સંસ્કૃતમાં રજૂ કર્યો છે. વિશેષમાં એમણે આ ટીકામાં શૂન્યાત, તત્ત્વોપ પ્લવ, પ્રમાા-સપ્લવ ઇત્યાદિ સ્વતંત્ર વિષયો પણ હાથ ધર્યા છે. આ ટીકા આશરે 3000 બ્લોક જેવડી છે. આમાં ન્યાયમણિદીપિકાનો ઉલ્લેખ છે.
પ્રમેયરત્નમાલાલંકાર- આ અવરચ્છેદક, અવછિન્ન, તન્નિષ્ઠતા ઇત્યાદિ શબ્દપ્રયોગપૂર્વકની નવ્ય ન્યાયની પદ્ધતિ અનુસાર રચાયેલી ટીકાના કર્તા દિ, ચારુકીર્તિ છે. આનું પરિમાણ લગભગ ૪૬૦૦ શ્લોક જેવડું છે.
પ્રમેયકંઠિકા- આ દિ. શાન્તિવર્ણાની રચના છે. એ પાંચ સ્તબકોમાં વિભક્ત છે. એ પરીક્ષામુખસૂત્રના આદ્ય સૂત્રની ટીકા છે. એની પ્રશંસા કર્તાએ જાતે કરી છે.
૧. આ મૂળ સહિત બિહારીલાલ જૈન તરફથી ઇ.સ. ૧૯૨૭માં પ્રકાશિત કરાઇ છે. ૨. આમાં આવતા વિષયોનો હિદીમાં પરિચય પં. નેમિચન્દ્ર શાસ્ત્રીએ “પ્રમેયરત્નમાની ફ્રી ટાઉં” નામના
પોતાના લેખ (પૃ. ૩૧-૩૩)માં આપ્યો છે. સાથે સાથે એ ઉપરની નિમ્નલિખિત પાંચ ટીકાનો પરિચય આપ્યો છે. (૧) અર્થપ્રકાશિકા, (૨) ન્યાયમણિદીપિકા, (૩) પ્રમેયકંડિકા, (૪) પ્રમેયરત્નમાલાલંકાર અને (૫) પ્રમેયરત્નમાલા-લઘુવૃત્તિ. આ લેખ “જૈ. સિ. ભા.” (ભા. ૧૯, કિ. ૨, પૃ. ૩૧-૩૯)માં છપાયો છે. એમાં પ્રમેયવિવૃતિ નામની એક અધિક ટીકા ગણાવાઇ છે પણ એનો પરિચય અપાયો નથી. ચિન્દ્રપ્રભસૂરિકૃત પ્રમેયરનકોશ હપપ્પા. ૩૯માં પ્રસિદ્ધ) ૩. આ ચારકીર્તિ તે કોણ તેનો ઉલ્લેખ ઉપર્યુક્ત લેખમાં નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org