________________
પ્રકરણ ૩૮ : ન્યાય : પ્રિ. આ. ૧૦૯-૧૧૨]
પ૯
આ કૃતિની આ પ્રમાણેની રચના અન્નભટ્ટકૃત તર્કસંગ્રહ અને કેશવમિશ્રકૃત તકભાષાની ગરજ સારે છે. વિશેષમાં એ પાઠ્યપુસ્તક તરીકે કામ લાગે તેમ છે. આ રચનામાં વિસસા. અને પ્ર. ન. ત. નો વિશેષતઃ ઉપયોગ કરાયો છે.
તાત્પર્ય-સંગ્રહા- આ સંસ્કૃત વૃતિ પં. સુખલાલ, પં. મહેન્દ્રકુમાર અને પં. દલસુખ માલવણિયાના એકત્રિત પરિશ્રમનું ફળ છે.
'રત્નપ્રભા- આ સંસ્કૃત વૃત્તિના કર્તા શ્રીવિજયોદયસૂરિ છે. અને એનું સંશોધન એમના શિષ્ય શ્રીવિજયનન્દનસૂરિએ કર્યું છે. .
બાલાવબોધ- પ્રસ્તુત કૃતિ ઉપર ન્યાયાચાર્ય બાલાવબોધ રચનાર હતા પરંતુ એમણે તેમ કર્યું કે નહિ તે જાણવું બાકી રહે છે.
જૈનતર્કભાષા એ ખરેખર મહત્ત્વપૂર્ણ કૃતિ છે અને એના ઉપર સંસ્કૃતમાં વૃત્તિ પણ છે પરંતુ ૧૧૨ એનો વિશેષ લાભ જનતાને મળે તે માટે એના ગુજરાતીમાં અને બને તો હિન્દીમાં તેમ જ અંગ્રેજીમાં પણ સમુચિત ટિપ્પણ અનુવાદ થવા ઘટે. [હિન્દીમાં શોભાચંદ્રભારિલ્લને અનું. અહમદનગરતી અને ગુજરાતીમાં મુનિ ઉદયવલ્લભ વિ. નો દિવ્યદ. દ્વારા પ્રકાશિત છે.]
ન્યાયસિન્ધ (વિ. સં. ૧૯૬૬ ?)– આના કર્તા તીર્થોદ્ધારક સ્વ. વિજયનેમિસૂરિજી છે. એમાં ૧૩૩૮ પદ્યો છે. તેમાં ૧૩૨૮થી ૧૩૩૮ સુધીનાં પદ્યો પ્રશસ્તિરૂપ છે. એ ઉપરથી આ કૃતિ વિ. સં. ૧૯દદ (?)માં મધુપુરમાં પૂર્ણ કરાયાની વાત જાણી શકાય છે. પ્રારંભમાં જ્ઞાનની સ્વપરપ્રકાશતાનો વિચાર કરાયો છે અને પ્રભાકર, વેદાન્ત, સાંખ્ય અને બૌદ્ધ દર્શનોથી એની વિશેષતા દર્શાવાઈ છે. ત્યાર બાદ પ્રમાણના પ્રકારો અને ઉપપ્રકારોનું વિસ્તૃત વર્ણન કરાયું છે. પ્રસંગવશાત્ સર્વજ્ઞત્વની સિદ્ધિ કરાઈ છે અને સપ્તભંગીનું સવિસ્તર નિરૂપણ કરાયું છે. આમ આ કૃતિ એકંદર રીતે વિચારતાં જૈન ન્યાયને લગતી છે.
પ્રિમેયમાલા- ન્યાયાચાર્ય ઉપા. યશોવિજયજીની આ કૃતિનું સંપાદન ગ્રંથકારના સ્વહસ્તે લખાયેલ પ્રતિના આધારે આ. યશોદેવસૂરિએ કર્યું છે. આમાં ઘણી મહત્ત્વની વાતો છે. “યશોભારતીપ્રકાશન” ૧. એમણે જે તર્કભાષા રચી છે તે માટેની પ્રેરણા એમને એમના પુરોગામી બૌદ્ધ સાક્ષર મોક્ષાકરની તર્કભાષાથી
મળી હશે એમ લાગે છે. ૨. એમાં જે નિક્ષેપનું નિરૂપણ છે તે બધી સ્ત્રય ઉપરના ન્યાયકુમુદચન્દ્રથી કેટલીક બાબતમાં ભિન્નતા ધરાવે છે. આથી એમ કહી શકાય કે નિક્ષેપના નિરૂપણમાં શ્વેતાંબરો અને દિગંબરામાં એકવાક્યતા નથી. જુઓ “સિં.
. ગ્રે,''માં પ્રકાશિત જૈનતર્કભાષાનો ‘હિંદી પરિચય'' (પૃ. ૭). ૩. આ સિ. જે. ગ્રં. માં. પ્રકાશિત છે. ૪. એ જે. જે. શાહ દ્વારા પ્રકાશિત છે. ૫. આ કૃતિ માણેકલાલ મનસુખભાઈ તરફથી ઇ.સ. ૧૯૬૩માં પ્રકાશિત કરાઈ છે. પ્રારંભમાં સંસ્કૃતમાં વિસ્તૃત વિપયાનુક્રમ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org