________________
પ્રકરણ ૩૯ : ન્યાય (ચાલુ) : [પ્ર. આ. ૧૩૧-૧૩૪]
પૌર્વાપર્ય—પ્રતિમાશતક (શ્લો. ૯૫)ની સ્વોપજ્ઞ ટીકા (પત્ર ૨૯૩)માં આ અનેકાન્ત-વ્યવસ્થાનો નિર્દેશ છે. એવી રીતે નયરહસ્ય અને સ્યાદ્વાદકલ્પલતામાં પણ છે. આથી આ કૃતિ આ ત્રણે કરતાં તો પહેલાં રચાયેલી ગણાય. પત્ર પ-અમાં જે નિમ્નલિખિત પંક્તિ છે તે એના સંપાદકના મતે
અધ્યાત્મોપનિષદ્ની છે :- “आदावन्ते च यन्नास्ति वर्तमानेऽपि तत् तथा" ॥
તત્ત્વબોધિની—આ અનેકાન્તવ્યવસ્થાની શ્રીવિજયલાવણ્યસૂરિષ્કૃત વૃત્તિ છે.
અનેકાન્તર્વિશિકા' (ઉ. વિ. સં. ૧૭૪૦) આ યશોવિજયગણિની વીસ પદ્યોની રચના છે. એનાં આદ્ય ત્રણ પદ્યો અનેકાન્તવ્યવસ્થાના પહેલાં ત્રણ પદ્યો સાથે અને બાકીનાં અંતમાનાં સત્તર પઘો સાથે સર્વાંશે મળતાં આવે છે. એથી આ અનેકાન્તર્વિંશિકા સ્વતંત્ર રચના ન ગણાય. એ તો અનેકાન્તનું માહાત્મ્ય દર્શાવનારી રચના છે.
-
૭૧
ભાવાર્થપ્રસ્તુત કૃતિનો પં. સુશીલવિજયગણિએ (હાલ સૂરિએ) ગુજરાતીમાં ભાવાર્થ તૈયાર કર્યો છે અને એ છપાવાયો છે.
સ્યાહ્લાદ-રહસ્ય (ઉ. વિ. સં. ૧૭૪૦) – આ નામની કૃતિના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે એ બાબત નિર્વિવાદ છે કેમકે ન્યાયાલોક (પ્ર.૩) ના અંતમાં તેમજ ભાસરહસ્ય (ગા.૧)ની સ્વોપશ પ્રવૃત્તિ (પત્ર ૧-અ)માં ન્યાયાચાર્યે જ આનો નિર્દેશ કર્યો છે.
૧. આ બે ભાગમાં ‘‘વિજય લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર'' તરફથી પ્રકાશિત છે.
૨. આની એક હાથપોથી પં. ભદ્રંકરવિજયગણિને અત્ર (સુરતમાં) વિ. સં. ૨૦૦૮માં મળી હતી.
૩. આ આંશિક કૃતિ પં. સુશીલવિજયગણિના ગુજરાતી ભાવાર્થ સહિત બોટાદથી “જ્ઞાનોપાસક સમિતિ'' તરફથી વિ. સં. ૨૦૧૫માં છપાવાઇ છે. આ પુસ્તિકાનું નામ “અનેકાન્તવાદ-મ(મા)હાત્મ્ય-વિશિકા'' રખાયું છે. ૪. જુઓ ટિ. ૨.
५. " भाषाविशुद्धयर्थं रहस्यपदाङ्किततया चिकीर्षिताष्टोतरशतग्रन्थान्तर्गतप्रमारहस्य -नयरहस्यस्याद्वादरहस्यादिसजातीयं प्रकरणमिदमारभ्यते " ॥
અહીં જે ‘રહસ્ય’ પદથી અંકિત ૧૦૮ કૃતિઓ રચવા માટેની અભિલાષા ન્યાયાચાર્ય યશોવિજયગણિએ દર્શાવી છે તે પૈકી અત્યારે તો ઉપદેશરહસ્ય (પા. ઉવએસરહસ્ય), નયરહસ્ય અને ભાષારહસ્ય (પા. ભાસરહસ્ય) એ ત્રણ મૂળ કૃતિ પૂરેપૂરી મળે છે. આ ઉપરાંત સ્યાદ્વાદરહસ્ય નામની જે ત્રણ વૃત્તિ મળે છે તેમાં લઘુસ્યાદ્વાદરહસ્ય જ અત્યારે પૂર્ણ ઉપલબ્ધ છે. [લઘુ, મધ્યમ અને બૃહત સ્યા. ૨ ભા. પ્રા. પીંડવાડાથી વિ. સં. ૨૦૩૨માં પ્રસિદ્ધ છે. માત્ર લઘુસ્યા. ૨૦૩૧માં પણ પિંડવાડાથી સં. ૨૦૩૧માં પ્રસિદ્ધ છે. મધ્યમ સ્યા. ૨. ઉપર મુનિ યશોવિજયજીની વિસ્તૃત સંસ્કૃત અને હિંદી વ્યાખ્યા સાથે ૩ ભાગોમાં દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત છે. આ. નન્દનસૂરિજી સંપાદિત સ્વા.૨ જૈનગ્રંથ પુ.સભાથી છપાયું છે.] યશોભારતી પ્ર. મુંબઈ દ્વારા પ્રગટ ‘ગ્રંથત્રયી’માં ત્રણેય સ્યા.૨ પ્રગટ થાય છે. પિંડવાડા પ્રકાશનમાં જેને બૃહત્ સ્યા. ૨ કહ્યું છે. તેનેજ ય.ભા.માં મધ્યમ ગણ્યું છે. ય. ભા. પ્રમાણે બૃહત્ ના ૧૧ મધ્યમના ૩ અને જઘન્યના બધા ૧૨ શ્લોક પર વ્યાખ્યા મળે છે.]
Jain Education International
For Personal & Private Use Only
P ૧૩૩
P ૧૩૪
www.jainelibrary.org