________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૭
P ૪૯
ત. સૂ. (અ. ૫, સૂ. ૬)ની ટીકામાં સિદ્ધસેનગણિએ પ્રશમરતિનું ૨૦૮મું પદ્ય ઉદ્ધત કરતી વેળા એના કર્તા તરીકે ઉમાસ્વાતિનો નિર્દેશ કર્યો છે. આમ બે પ્રાચીન મુનિવરો પ્રશમરતિને ઉમાસ્વાતિની જ કૃતિ ગણે છે.
ટીકા- આના કર્તા “બૃહદ્ ગચ્છના જિનદેવના (? માનદેવના) શિષ્ય હરિભદ્રસૂરિ છે. એમણે વિ.સં. ૧૧૮૫માં પાટણમાં ૧૮૦૦ શ્લોક જેવડી આ ટીકા રચી છે. એની પ્રશસ્તિ (શ્લો. ૩)માં જે પ્રાચીન ટીકાઓને આધારે રચાયાની વાત છે એ ટીકાઓ આજે અપ્રાપ્ય જણાય છે.
વૃત્તિ- કોઈકે “પ્રીતેિન”થી શરૂ થતી અને ૨૫૦૦ શ્લોક જેવડી આ વૃત્તિ રચી છે એની એક હાથપોથી વિ.સં. ૧૪૯૭માં લખાયેલી મળે છે.
"અવચૂર્ણિ– આ કોઈકે રચી છે.
ઇટાલિયન અનુવાદ– આ એ. બેલ્લિનિ (Ballini)ની રચના છે. આ અનુવાદ મૂળ કૃતિ તેમ જ કોઈકની સંસ્કૃત વૃત્તિ સહિત ‘કટકે કટકે છપાયો છે.
ક્ષેત્રસમાસ કિવા જંબુદ્વીપસમાસ- આના કર્તા તરીકે ત. સૂ.ના પ્રણેતા ઉમાસ્વાતિ છે એમ કેટલાક માને છે. આ કૃતિ ચાર આહ્નિકમાં વિભક્ત છે. ચોથા આહ્નિકના પ્રારંભમાં સાત કરણ-સૂત્રો છે.
વૃત્તિ- આ અજ્ઞાતકર્તક છે. એ ૨૮૮૦ શ્લોક જેવડી છે.
ક્ષેત્રસમાસ (શકસં. ૧૩૨૦=વિ. સં. ૧૪૫૫)- આના કર્તા ‘પૂર્ણિમા' ગચ્છના પદ્મપ્રભના શિષ્ય દેવાનન્ટ છે. એમણે આ કૃતિ સાત વિભાગમાં વિભક્ત કરી છે.
ક્ષેત્રસમાસ- આ કૃતિ સહજરત્ન રચી અને સ્વોપન્ન વૃત્તિથી વિભૂષિત કરી છે. મૂળ કૃતિ સંસ્કૃતમાં હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહગ્રન્થ (લ. વિ. સં. પ૫૦)- આ સુરેન્દ્રકીર્તિસૂરિની રચના છે. એ સંસ્કૃતમાં હશે. આ કૃતિ દિ. બલનદિના શિષ્ય પઘનન્દિએ આશરે ૨૪ર૬ ગાથામાં રચેલા જબૂદીવપષ્ણત્તિસંગહનું સ્મરણ કરાવે છે. એ કૃતિ તેર પ્રકરણોમાં વિભક્ત છે અને એ વિ. સં. ૫૫૦ના અરસામાં રચાયેલી છે.
પોપજ્ઞ વૃત્તિ- પ્રસ્તુત કૃતિ આ વૃત્તિથી વિભૂષિત કરાઈ છે. ૧. આ “દે. લા. જૈ. પુ. સં.” તરફથી પ્રકાશિત છે. ૨. જુઓ “Journal of the Italian Asiatic Society" (Vol, 25, p. 177 ft., & Vol. 29, p. 61 ft.) ૩. આ કૃતિ વિજયસિંહસૂરિની ટીકા સહિત “બિબ્લિઓથેકા ઇન્ડિકા"માં “રયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ” તરફથી ઈ.સ. ૧૯૦૩માં પ્રકાશિત કરાઈ છે. વળી આ જ ટીકા સહિત મૂળ કૃતિ “સત્યવિજય
ગ્રંથમાલા''માં અમદાવાદથી ઈ.સ. ૧૯૨૨માં છપાવાઈ છે. ૪. એક અજ્ઞાતકર્તૃક ક્ષેત્રમાસ છે અને એના ઉપર કોઈકની વૃત્તિ છે. વળી જિનદાસની ટીકાવાળા ક્ષેત્રસમાસના
રચનાર એ જ જિનદાસ પોતે હશે એમ મનાય છે. ૫. કેટલાક આને જ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત ખેત્તસમાસની વૃત્તિ ગણે છે પણ એ ભૂલ હોય એમ લાગે છે
એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૦૦)માં ઉલ્લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org