Book Title: Jain Rasmala Part 03 Author(s): Ramchandra Muni Publisher: Jivanlal Chhaganlal Sanghavi View full book textPage 8
________________ રાસ કર્તાને ટુંક જીવન-પરિચય. આ રાસના કર્તા સેવાભાવી મુનિ મહારાજ શ્રી રામચંદ્રજી સ્વામી છે. તેમને ટુંક જીવન-પરિચય વાચક વૃને કરાવવાની જરૂર છે. તે હેતુથી લખવાની ઈચ્છા થાય છે. તેઓશ્રી કચ્છ દેશના કાંઠી વિભાગમાં એક સુંદર ગામ શ્રી પત્રીના વતની છે. આ ગામમાં વીસા ઓસવાળ જ્ઞાતિના જેમ ધર્મ પાળતા ગૃહસ્થનાં ધરે સારી સંખ્યામાં છે. તેમાં જૈન શ્વેતાંબર સ્થાનક્વાસી, આઠ કેરી મહેટા પક્ષના અનુરાગી, છેક અવકી, શાહ શિવજી હરશી વસતા હતા. તેઓ સ્વભાવે ભેળા, ભજિક અને સર્જનતાના ગુણવાળા હતા. તેમના ધર્મપત્ની માંકુબાઈ હતા. જેઓ કસેલા શરીરવાળા, કામની આવડતવાળા અને ધર્મશીલ હતા. શિવજી શાહ મુંબઈમાં દાણની વખારમાં સ્વતંત્ર ધંધે કરતા હતા. પ્રમાણિકતાપૂર્વક ધધામાં ઠીક આગળ વધ્યા હતા. તેમને કારૂ નામે એક હેટ પુત્ર હતું. ત્યાર પછી સં. ૧૯૪૭ ના ભાદરવા સુદ ૪ ને બુધવારના રાજે તેમને ત્યાં મુંબઈમાં જ બીજા પુત્રને જન્મ થયે. જેનું નામ રત્નસિંહ પાડવામાં આવ્યું. તેનું પાલન માતાપિતા અતિ કાડથી કરતા હતા. કાળની ગતિ અતિ ગહન છે. એ પુત્ર સાત વર્ષને થતાં તેના પિતાશ્રી શિવજી શાહ મુંબઈમાં લેગમાં સપડાઈને સ્વર્ગવાસી થયા. આ વખતે તેમના ધર્મપત્ની માંકુબાઈ ગામશ્નો પત્રીમાં રહેતા હતા. અણધાર્યા પતિના અવસાનના આ અશુભ સમાચાર સાંભળી તેમના મનને ભારે આઘાત થયે, પરંતુ કાળની ગહન ગતિ આગળ કેઈનું બળ-ર ચાલતું નથી. આમ મનને શાંત કરી પુત્રોમાં જ સુખની આશા રાખી સમય પસાર કરવા લાગ્યા. ન્હાના પુત્ર રત્નસિંહને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 180