Book Title: Jain Dharma ane Darshan Author(s): Sukhlal Sanghavi Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 7
________________ સમાજ અને ધર્મમાં પ્રવેશેલી કુરૂઢિઓ, સંકુચિતતા, જડતાઓનું સ્પષ્ટ વિશ્લેષણ અને તેને દૂર કરવાની પ્રેરણા પંડિતજીના લેખોમાં જોવા મળે છે. આવું લખાણ અન્યત્ર દુર્લભ જ છે. તેમનો મુખ્ય ઉદ્દેશ તો જૈનોને સત્યની શોધ કરવા માટે જગાડવાનો છે. સત્યની શોધથી જ મોક્ષપ્રાપ્તિ થઈ શકે. આવી શોધ માટે તેમણે પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું છે કે સત્યની શોધમાં માત્ર એકાંગી શ્રદ્ધા કે એકાંગી તર્ક કામ આવી શકે નહીં. એ શોધમાં જેમ શ્રદ્ધા જરૂરી છે તેમ તક પણ જરૂરી છે. તર્ક-દલીલ કે યુક્તિની મદદથી શ્રદ્ધા (ધીરજ, નિષ્ઠા, આદર) સાથે પ્રાપ્ત સાધનોનો ઉપયોગ કરી સત્યની શોધ કરીએ તો દૂર અને પરોક્ષ એવા ભૂતકાળ ઉપર પણ ઠીક-ઠીક અને સત્યની નજીક હોય તેવો પ્રકાશ પડી શકે. આળસ, ક્લેશ, બિનજવાબદારીપણા જેવા દુર્ગણોથી સમાજ અને શાસનને થયેલા નુકસાનની વીગતો તેમણે ઘણા લેખોમાં રજૂ કરી છે. તેના સ્થાને ઉદારતા, તુલનાત્મક દૃષ્ટિકોણ, પુરુષાર્થ, મનની વિશાળતા જેવા ગુણો કેળવવાથી થતા લાભની વાતો પણ કરી છે. જૈન ધર્મની વર્તમાન પરિસ્થિતિનાં કારણો વિશેનું ચિંતન પ્રત્યેક જેને વાંચવા અને વિચારવા લાયક છે. વિશ્વધર્મ બની શકે તેવી ક્ષમતા ધરાવતો ધર્મ શેરીનો ધર્મ બનીને કેમ અટવાઈ ગયો છે તેના વિશેનું પંડિતજીનું ચિંતન ઘણું ઘણું કહી જાય છે. દષ્ટિના સંકુચિતપણાને કારણે સહુથી વધુ નુકસાન થયું છે. બુદ્ધિસ્વાતંત્ર્ય, અને તર્ક ઉપરના આક્રોશને કારણે, નવી વિચારધારાઓ અને શોધ તરફ દુર્લક્ષ તથા શૈલીદોષને કારણે ધાર્મિક શિક્ષણ મૃતપ્રાય બની ગયું છે તેને બદલે ઉદારતા, સંશોધનવૃત્તિ અને નવી શૈલીની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો છે. જૈનોને માત્ર ધનપતિઓ જ નહીં વિદ્યાપતિઓ-વિદ્વાનો તૈયાર કરવા માટે પણ સૂચના કરી છે. આ લેખમાળામાંના તમામ લેખો પ્રત્યેક જિજ્ઞાસુઓ માટે મિષ્ટાન્નના થાળ જેવા. છે. તેમાંથી કુરૂઢિઓ છોડવાની તાકાત, નવી દિશાએ પ્રયાણ કરવાની પ્રેરણા, સંશોધકવૃત્તિ અને જીવનદષ્ટિ પ્રાપ્ત થાય તેવી જડીબુટ્ટી જેવા છે. - જિતેન્દ્ર બી. શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 349