Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 5
________________ નવયુગનું પરોઢ ભારતીય સંસ્કૃતિના ઈતિહાસની દૃષ્ટિએ જૈન ધર્મની પરંપરા અનેક રીતે મહત્ત્વપૂર્ણ સ્થાન ભોગવે છે. જૈન ધર્મના સંસ્થાપક તીર્થકરોની પરંપરા ઘણી જ પ્રાચીન છે. તેનાં મૂળિયાં આદિ તીર્થકર ઋષભદેવ સુધી પહોંચે છે. તેનો ઈતિહાસ અતિ પ્રાચીન છે. તેમજ તેના સિદ્ધાંતો પણ વિશ્વ કલ્યાકર છે. ભગવાન મહાવીરની સાધના, અહિંસા અને અનેકાન્ત વિશ્વવિખ્યાત છે. તેમની પરંપરાને જીવંત રાખવામાં અનેક પ્રભાવક આચાર્યો, સાધુઓ, રાજાઓ અને શ્રેષ્ઠી તથા શ્રાવકોનું યોગદાન છે. આ સમગ્ર પરંપરાનો ઇતિહાસ ભવ્ય છે. વર્તમાન કાળે વિશાળ સાધુ-સાધ્વીસમુદાય ધરાવતો ધર્મ છે. તેનું શ્રુત-સાહિત્ય વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. આગમ ગ્રંથો, તેના ઉપર રચાયેલ ટીકા સાહિત્ય, મૌલિક ગ્રંથો અને સમયે સમયે રચાયેલ કથાસાહિત્ય, સિદ્ધાંતગ્રંથો અને કર્મગ્રંથો, પુરાણ સાહિત્ય આશ્ચર્ય ઉપજાવે તેટલી વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. તેમાંથી પ્રાપ્ત થતી માહિતી અનેક રીતે ઉપયોગી અને મહત્ત્વની છે. ઘણું સાહિત્ય પ્રગટ થયું છે. પરંતુ હજુ ઘણું સાહિત્ય અપ્રગટ અવસ્થામાં હસ્તલિખિત ગ્રંથસ્વરૂપે જ દટાયેલું પડ્યું છે. જૈન ધર્મની શાસન પ્રણાલિકા પણ વિશિષ્ટ પ્રકારની છે, જેને સંઘવ્યવસ્થા કે શાસનવ્યવસ્થા કહેવામાં આવે છે. તેમાં સાધુ-સાધ્વી, શ્રાવણકશ્રાવિકા આદિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તીર્થોની સંખ્યા પણ આશ્ચર્ય ઉપજાવે તેટલી વિશાળ છે. પ્રાચીન તીર્થોનો ભવ્ય ઇતિહાસ છે તો અર્વાચીન તીર્થોના નિર્માણની ગાથા પણ છે. વિશાળ ગૃહસ્ય ઉપાસકવર્ગ પણ છે જેમાં સમૃદ્ધ શ્રાવકશ્રાવિકોઓનો સમાવેશ થાય છે. આવી જૈન પરંપરામાં બધે જ જોવા મળે તેવી ખામી અને ખૂબીઓ પણ હોવાની જ. આ ખામી અને ખૂબીઓનું નિષ્પક્ષ અને સ્ફટિક જેવું સ્પષ્ટ ચિંતન પંડિત સુખલાલજીના પ્રસ્તુત લેખસંગ્રહમાં જોવા મળે છે. આ લેખોમાં માત્ર કોરું ચિંતન કે વૈદુષ્યલીલા જ નથી પણ તેમાં વિશાળ જ્ઞાનસમુદ્રમાંથી નિષ્પન્ન થયેલ સુધાસ્વરૂપ છે. તેમ જ શાનદુગ્ધને વલોવીને કાઢેલું નવનીત છે. આથી આ લેખો આજે પાંચ-સાત દાયકા પછી પણ તાજગીથી ભર્યાભર્યા જણાય છે. જૈન ધર્મની પરંપરામાં ઐતિહાસિક દષ્ટિએ વિચારવા અને તદનુસાર લેખન કરવાના યુગનો પ્રારંભ પંડિત સુખલાલજીથી થાય છે. જૈન ધર્મના સંસ્થાપકોને તીર્થંકર પરમાત્મા કહેવામાં આવે છે. તીર્થકરોની સંખ્યા ૨૪ છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 349