________________
ભાષામાં ઉપલબ્ધ છે અને એમાં જે સામગ્રી છે તે શેષ રહેતાં પુસ્તકોમાં પણ છે જ. આથી સંપાદનમાં એની સામગ્રી ન લેવાય તો ચાલે. એમ વિચાર્યું. આ પછી યશોવિજયજીના “અધ્યાત્મસાર' અને “જ્ઞાનસારનાં બે બૃહદગ્રંથોમાંથી સામગ્રીનું ચયન ન કરવું એમ વિચાર્યું. કેમ કે, બંને સ્વતંત્ર ગ્રંથ છે એ રૂપમાં જ, મૂળ સૂત્રઅર્થ-વિવરણ સાથે સમગ્રરૂપમાં જ ઉપલબ્ધ છે અને આવાં પુસ્તકો તો જેને આ વિષયનો ઊંડો અભ્યાસ કરવો હોય એણે સમગ્રરૂપમાં કરવો ઉપયોગી બને. એમાંથી કશુંક આંશિક પ્રતિનિધિરૂપમાં લેવાથી સંપાદનનો મૂળ હેતુ ઉચિત રૂપમાં ન જળવાય. આમ, જૈનેતર ધર્મ વિશેનાં પુસ્તકો, મહાવીરસ્વામીનાં વચનો અને યશોવિજયજીની બે કૃતિઓઃ આટલી સામગ્રી મારે મારાં સંપાદનમાં ન લેવી, એમ નિશ્ચિત કર્યું. પરંતુ આ પછી પણ “જિનતત્ત્વ ભાગ ૧થી ૮નાં કુલ ૧૧૭૫ પૃષ્ઠ, જૈનધર્મના પુષ્પગુચ્છનાં ૧૦૮ પૃષ્ઠ અને જૈનદર્શન પરિચય, જેનધર્મ પરિચય, જેનલગ્ન વિધિ વગેરેની ૧૩૭ પૃષ્ઠની સામગ્રી રહેતી હતી. આ સામગ્રી જ કુલ ૧૪૨૦ પૃષ્ઠની ! આમાંથી આઠસો-નવસો પૃષ્ઠની કઈ સામગ્રી મારા સંપાદનમાંથી બાદ કરું? એમ કરવા જતાં સંપાદનમાં અનેક દૃષ્ટિએ મહત્ત્વની સામગ્રી રહી જાય !
હું અવઢવમાં હતો કે મુંબઈથી ડૉ. ધનવંત શાહનો ફોન આવ્યોઃ પૃષ્ઠસંખ્યાની મર્યાદાનો મન પર ભાર ન રાખો અને ગ્રંથના મૂળભૂત હેતુને પૂર્ણ કરવા જેટલી સામગ્રી લેવા જેવી લાગે તે લો, જરૂર પડશે તો જૈનધર્મદર્શનના બે ભાગ કરીશું !”
એ સાથે જ મારા મન પરથી ભાર ઊતરી ગયો ને આ ગ્રંથ એના લેખકના જૈનધર્મદર્શન વિશેનાં જ્ઞાનપરિશીલન અભ્યાસનો પૂર્ણ પરિચય આપે અને જૈનધર્મ પાળે છે એમને તથા જૈનધર્મ, દર્શન અને સાહિત્ય વિશે જેમને પણ અભ્યાસ કરવો છે, એ સહુને ઉપયોગી સંદર્ભગ્રંથની ગરજ સારે, એ હેતુને દૃષ્ટિમાં રાખી આ સંપાદન કર્યું.
અહીં સંપાદનસૂત્ર આ પ્રમાણે છે :
આરંભમાં જ જૈનધર્મના પરિચયાત્મક અભ્યાસનો લેખ મૂક્યો છે. એ જૈનધર્મદર્શનના જ્ઞાનકોશ - Encyclopedea of Jaindharmaના ચાવીરૂપ મુખ્ય અધિકરણ જેવો છે. આ ભૂમિકા-પ્રિએમ્બલ-રૂપ લેખ સંક્ષેપમાં જૈનધર્મ, દર્શન, સાહિત્ય વગેરેનો વ્યાપક પરિચય આપે છે. એમાં જે સૂત્રરૂપ સારસંક્ષેપ પ્રકારની સ્થાપના છે, તેનું જ સવિગત વિવરણ અનુગામી લેખોમાં છે.
પછીના ક્રમે તીર્થકર સાથે સંકળાયેલા લાંછન, વેશ્યા, દિવ્યધ્વનિ વગેરે લેખ આપ્યા છે. જેનધર્મનો પ્રાણ નવકારમંત્ર છે. રમણભાઈએ છએક જેટલા અભ્યાસલેખોમાં આ પ્રાણમંત્રના વિવિધ પાસાં આલેખ્યાં છે. જૈનધર્મની દષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org