Book Title: Jain Dharm Vikas Book 02 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
View full book text
________________
૧૪
જૈનધર્મ વિકાસ,
જૈનધર્મને કલ્પવૃક્ષની ઉપમા. રચયિતાઃ મુનિરાજશ્રી સુશીલવિજયજી.
(ગઝલ–એ રાગ)
જિનેશ્વરઃ
જિનેશ્વર દેવને ધર્મ, સનાતન સહુથી મટે છે; સુરતરૂની ઉપમા તેને, ઘટે સર્વાંશે સાચે છે. જિનેશ્વર૦ (૧) સત્યના થિર પાયા પર, સર્વદા તે અધિષ્ઠિત છે. વિનયને ભક્તિ મૂળ તેનું, અહિસા પ્રાણ વ્યાપક છે. જિનેશ્વર (૨) નિર્મળ જ્ઞાન દેહ વ્યાપી, જીવન તંતુઓ તેના છે, અચળ નિર્મળ શ્રદ્ધામય, મજબૂત થડ તેનું છે. ઉપશમ વિવેક સંવર, તેની શાખાઓ બૃહદ છે, પડાવશ્યક પત્રની, અત્યંત નિબીડ ઘટા છે. જિનેશ્વર૦ (૪) તેમાં લીન સાધુ પક્ષીઓ, નિરંતર તેને સેવે છે; કેવલ ધારી સર્વ સર્વ, સુગંધી પુષ્પ તેના છે. અનુપમ મુક્તિના મેવા, સુમધુર ફળ તેનાં છે - પંચ મહાવ્રત જળથીએ, સદા સિંચિત સિચિત છે. જિનેશ્વર૦ (૬) પંચાચાર રસકસથી, અજબ ફાળે કુળે તે છે; શીલ તણ વા કવચથી, સુંદર સુરક્ષિત તેહી છે. જિનેશ્વર૦ (૭) સમિતિ ગુપ્તિ માતાઓ, સદા દેખરેખ રાખે છે મુક્તિ પિપાસુ પાર્થીિકે, તેની છાયામાં બેસે છે. જિનેશ્વર૦ (૮) ત્રણે કાળે અબાધિત તે, અપ્રતિહત અનુપમ છે. સદા હિતકર ક્ષેમકર, સેવક વાંછિત પૂરક છે. જિનેશ્વર. (૯) નેમિ લાવશ્ય સૂરીશ્વરજી, ત્રિકરણ ગે સેવે છે, દક્ષ સુશીલ અને આત્મા, ભવભવ તે ધર્મ ચાહે છે. જિનેશ્વર૦ (૧૦
-

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44