Book Title: Jain Dharm Vikas Book 02 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 21
________________ ૧૯ મૂર્તિપૂજાના વિરોધમાં. વેતાંબર જૈન ધર્મમાં મૂર્તિ પૂજાનું વિધાન છે. પરંતુ અમુક ગુણસ્થાનક સુધી જ, પછી દર્શનનું વિધાન છે. અને ત્યાર પછી ઊંચી હદે પહોંચેલા જીવ માટે પણ અમુક મર્યાદા મુકી છે. અર્થાત્ સ્યાદ્વાદના સિદ્ધાન્તનુકુલ જ તેનું પ્રતિપાદન છે. જેમકે પૌષધધારી શ્રાવક દર્શન કરે, તે પૂજન ન કરે. એવી જ રીતે સાધુઓ માટે પણ અમુક વિધાન છે. જ્યારે સ્થા સંપ્રદાયે બાલજીથી માંડીને ઉચ્ચ કેટીના સાધુને માટે પણ એકજ નિયમ બનાવ્યો છે. પરિણામ એ આવ્યું કે મુખેથી જીન-મૂર્તિની પૂજાને વિરોધ કરવા છતાંયે અનેક મિથ્યત્વી દેવ દેવીની ઉપાસના વધી, ગુરૂઓની સમાધિ અને પાદુકાઓ વધી, તેમજ સ્થા. સાધુઓમાં પણ એક યા બીજી રીતે મૂર્તિ ઉપાસના આવી ગઈ છે. એટલે એક મૂર્તિપૂજાના વિરોધ સાથે બીજા ઘણા વિરોધે ઉપસ્થિત થયા છે. અને એને પરિહાર થે અશકય થઈ ગયો છે. પરિણામે જનશાસનમાં પિતાને માનવા છતાંયે જીનાજ્ઞાને ખુલ્લે ભંગ કરી રહ્યા છે. આ બધું લક્ષમાં લઈ સ્થા. સમાજના હિતૈષી, સત્યપ્રેમી મહાનુભાવોની ફરજ છે કે સમાજને સત્યમાર્ગ ઉપદેશે. અન્તમાં આ લેખ સદભાવનાથી પ્રેરાઈને જ લખ્યો છે. સ્થા. સમાજના મહાનુભાવો મારા આશય અને સદભાવના લક્ષ્યમાં લઈ સત્યમાગે વળે, એ શુભેચ્છા પૂર્વક વિરમું છું. મુઅનજોધ” નામક પ્રાચીન સ્થાનમાં જે વિશાળતમ પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યા છે, તે અવશેષોમાં શિવલિંગ પણ વિદ્યમાન હોવાથી અને એ નગરના અસ્તિત્વના સમયને આજથી લગભગ આઠ હજાર વર્ષ જેટલું પુરાતન માનવામાં આવેલ હોવાથી, એ ઘટના શિવલીંગ પૂજાની પ્રાચીનતાને નિર્વિવાદ સિદ્ધ કરી રહી છે. એજ પ્રમાણે અરબસ્તાનમાં પણ પ્રાચીનકાળથી શિવલિંગ મૂર્તિ તેમજ અન્યાન્ય દેવોની માનવાકૃતિ મૂર્તિઓની પૂજાનો વિધિ, ઇસ્લામ તથા મુહમ્મદ પયગંબરના આગમનના સમય પર્યત ચાલતો આવેલો હાઇને વિદ્યામાન હતું. એ સત્ય સ્થિતિ તે મુરલીમેના ગ્રંથોમાં પણ વિસ્તારપૂર્વક વર્ણવાયેલી છે, એટલે એ માટે અન્ય પ્રમાણેની આવશ્યકતા છેજ નહિં. “ઈસ્લામના આગમનના પૂર્વે અરબસ્તાનને મૂર્તિપૂજક અરબ સમાજ સંપૂર્ણ સભ્ય હાઈને હિન્દુ સમાજ જેવો હતો. અને પોતાની ઉત્કૃષ્ટ હિન્દુ સંસ્કૃતિ ધરાવતો હતો. માત્ર એટલું જ નહિ પણ એમ કહેવાય છે કે અત્યારના સમયમાં પણ અરબસ્તાનના એક વિશિષ્ટ પ્રદેશમાં એક એવો અરબ માનવ સમાજ અસ્તિત્વ ધરાવે છે, કે જેણે અત્યાર સુધી ઇસ્લામના સંપર્કથી અલિપ્ત રહીને, પિતાના પ્રાચીન પ્રતિમા પૂજન યુક્ત ધર્મને જ અવિચળ રાખે છે. અને પોતાની ધાર્મિક તથા સામાજીક સ્વતંત્રતાને લેશ માત્ર લોપ થવા દીધો નથી. ( તિલિંગ સોમનાથની મૂર્તિ, ઠાકુર નારણજી વિસનજી ગુજરાતીની અતિહાસિક પૂર્તિ લેખાંક છો.) સ્થાનક માગી મુમુક્ષમહાનુભાવો આ વાંચી વિચારી સત્ય સમજે. અને સત્ય સ્વીકારે એટલા માટે જ આ લેખ રજુ કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44