Book Title: Jain Dharm Vikas Book 02 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 28
________________ જૈનધર્મ વિકાસ. અહંત દર્શન અને ઈશ્વર. લેખકઃ મણીશંકર કાળીદાસ વૈદ્યશાસ્ત્રી. (જામનગર) ભારતના સર્વ દર્શનેને મૌલિક તરીકે જે પશ્ચિમની પ્રજા સ્વીકારે છે, તે તેનું મૌલિકત્વ એ ઈશ્વર, જીવ અને કર્મ આ ત્રણે તનું ગંભીર તત્વજ્ઞાન છે. ઈશ્વરાદિ જેવું એક મહાન તત્વ છે, એમ એક ચાર્વાક સિવાય જગતના સર્વ દશને સ્વીકારે છે. અને કોઈ પણ દેશનું તત્ત્વ શાસ્ત્ર ઈશ્વર તત્વને સ્વીકારવામાં સંમત ન હોય તે, ભારતીય દર્શનશાસ્ત્ર તેને નાસ્તિક ગણશે. - નાસ્તિક શબ્દ પ્રયોગ આજે વાસ્તવિક રીતે થતું નથી. પણ ભારતના સર્વ દશને પિતાનાથી બીજા દશનેના ઉપાસકેને નાસ્તિક અગર તે તેવાજ અર્થસૂચક શબ્દથી સંબંધે છે. અર્હત્ દર્શન વિષે વિચાર કરીયે તે તેમાં પણ ઈશ્વરતત્ત્વને સ્વીકાર કરવામાં આવ્યો છે. અત્ દર્શન ઈશ્વરતત્વને એ સુંદર નિર્ણય આપે છે કે તે બુદ્ધિ ગ્રાહા પણ થઈ શકે છે. છતાં વૈદિક સંપ્રદાયમાં જેનેને નાસ્તિક તરીકે માનવામાં આવ્યા છે. તે કઈ દષ્ટિએ હશે તે કલ્પી શક્તા નથી. વૈદિક સંપ્રદાયમાં નાસ્તિકની વ્યાખ્યા કરતાં જણાવે છે કે નાસ્તો વેદ નિવેદની નિંદા કરનાર નાસ્તિક છે, આ દષ્ટિએ તે બૌદ્ધ દર્શન પણ નાસ્તિક ગણી શકાશે. કારણકે બૌદ્ધ દર્શન અને જૈન દર્શન બને એ વૈદિક હિંસા પ્રાધાન્ય, અને સાવધ પ્રવૃત્તિ પ્રાધાન્ય કર્મમાર્ગ સાથે ન્યાયપૂર્વકને સિદ્ધાંતિક વિરોધ કર્યો છે. તેટલા જ વિચારથી જે જૈન દર્શન પ્રત્યે તેમને કટાક્ષ હોય તે અમારે વૈદિક પરિવારને સ્મરણ કરાવવું રહેશે કે, નિવૃત્તિ પ્રાધાન્ય તત્ત્વજ્ઞાનને સાયક ઉપનિષદેએ પણ વૈદિક ક્રિયા શુન્ય અને હિંસા પ્રાધાન્ય કર્મકાંડ સામે બળવે પિકાર્યો છે. એટલું જ નહિ પણ પૂર્વ મિમાંસકોનાં કર્મ અજીર્ણની ચિકિત્સા તેજ ઉત્તર મિમાંસા છે. એમ જો તમે સ્વીકાર કરે તે અર્હત્ દર્શનને નાસ્તિક કહેવા પૂર્વે તમારે વિચાર કરવાનો રહેશે. અન્ય દર્શનેની ઈશ્વરના અસ્તિત્વ માટેની માન્યતા આ દષ્ટિએ પડતું અનંત વિશ્વ જે વિધવિધ કલા અને અશ્વર્યથી ભરપુર છે. તેમજ આકાશ અને તેમાં વિલસી રહેલા ગ્રહ નક્ષત્રાદિ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, પાણી, પવન, પશુ પક્ષી આદિની વિવિધતા વિગેરેનું નાટક જોતાં આ સલ વિશ્વને કેઈ ઉન્ન કરનાર છે. અને આ સકલ વિશ્વનું સંચાલન પણ તેજ સત્તા કરી રહેલ છે. આવી એક સામાન્ય માન્યતા આજે સૌ કોઈ માને છે. આ સર્વનો કેઈ પણ વિધાતા-સૃષ્ટા છે. અને જે સૃષ્ટા છે તેજ ઈશ્વર છે. ભલે આપણે તેને પ્રત્યક્ષ જોઈ શક્તા નથી. છતાંય આ તમામ સંચાલન કર

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44