Book Title: Jain Dharm Vikas Book 02 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 29
________________ અર્હુત દર્શન અને ઇશ્વર. ૨૦ નાર ઇશ્વરનેજ કહેલ છે. આ માન્યતા કેવળ એકલી હિંદુ સમાજની નથી. પણુ હિંદુ સમાજની આ માન્યતામાં ખ્રીસ્તી, યાહુદીઓ, ઇસ્લામી આદિ સૌ કાઈ પાતાની સંમતિ આપે છે. અને આવા સૃષ્ટિના ઉપન્ન કરનારનેજ ઇશ્વર તરીકે સ્વીકારે છે. ન્યાય દર્શન અને ઇશ્વર ભૂતકાલમાં ભારતીય દર્શનો અનેક યુક્તિપૂર્વક ઇશ્વરકત્ત્તવાદને દૃઢ કરતા હતા. અને ગૌતમ મુનિ ન્યાય દર્શનકાર એ ઇશ્વરકર્તાવાદના મહાન ઉપાસક અને પોષક માનવામાં આવ્યા છે. ન્યાયદર્શીન આદિ ઇશ્વરતત્ત્વને તેઓ એ રીતે સ્વીકાર કરે છે કે આ વિષે ન્યાયદર્શન માટે ભાષા જણાવે છે કે विवाद पदभूतम् मुभूधरादि बुद्धिमद्विधेयम् यतो निमित्ता धानात्म लाभम् यद निमित्ता धानात्म लाभम् तद बुद्धिमदविधेयम् यथा मंदिरम् तथा पुनरेतत् तेन તથા પૃથ્વી, પાણી, પર્વત વિગેરે કાર્ય પદાર્થ છે. નિમિત્ત વશ એ ઉત્પન થાય છે. નિમિત્તને લીધે તે ઉત્પન્ન થાય એટલે તેને કાઈ એક ર્ડા હાવા જોઈએ. દાખલા તરીકે મદિર લઇયે, તા મ ંદિરના નિર્માણ કરનાર કોઇ બુદ્ધિમાન હશે એમ સ્વીકાર કયા વિના ચાલી શકે નહિ. એજ પ્રમાણે પૃથ્વી, પર્વત વિગેરેના એક બુદ્ધિમાન સુષ્ટિ કર્યાં છે, એમ સ્વીકારવું પડશે. અહિં ન્યાય દર્શનને અનુકુળ શકરમિશ્ર એક એવી દલીલ મુકે છે કે एवं कर्मापि कार्यमपिश्वरे लिंग तथा हिं, क्षित्यादिकं सकर्तृत्वं कार्यत्नात् घटवदिति ઘડા એક કાર્ય છે ( પદાથ છે). કુંભાર તેના ર્તા છે. એજ પ્રમાણે સૃષ્ટિ વિગેરે કાર્ય પદાર્થ છે. તેના પણ કર્તા એક ઇશ્વર છે. અહિં આપણે સૃષ્ટિકર્તૃત્વ વિષે નિર્ણય કરવા ધારતા નથી પણ ઇશ્વરત્ત્વ તત્ત્વ વિષેના નિર્ણય કરવાના છે. પણ ન્યાયદર્શીન ઇશ્વરતત્ત્વને સૃષ્ટિ કર્તા રૂપ જે સત્તા તેને ઇશ્વર માને છે એ નિષ્ક છે. ન્યાયદર્શીનની માન્યતા પ્રમાણે પર્વત, પૃથ્વી આદિ કાયાઁ પદાર્થો છે, અને તે સાવયવ છે. અર્થાત્ નાના નાના પરમાણુઓનું તે સ્કુલસ્વરૂપ છે. અને હરેક પરમાણું અચેતન છે. તેથી તેના સયાજક એક ચેતનપૂર્ણ બુદ્ધિમાન કાઇ કર્તા જરૂર હોવા જાઇએ. આવા બુદ્ધિમાન ને જ ઇશ્વર તરીકે ન્યાયન સ્વીકારે છે શાંકરવેદાંત અને ઇશ્વર શાંકરવેદાંત દર્શન એ પણુ ભારત વર્ષનું તત્ત્વ દર્શન છે. વિદ્વાનામાં અને પશ્ચિમના તત્ત્વજ્ઞામાં વેદાંત દનની સારી પ્રતિષ્ઠા છે. ભારત વર્ષમાં શંકરાચાર્યજીના સિદ્ધાંતને અદ્વેત સિદ્ધાંત અથવા કેવલદ્વૈતવાદ કહે છે. ત્યારે શંકરાચાર્યજીના વિરાધીઓ, રામનુજ તેમજ વલ્લભાચાર્ય વિગેરે શંકરાચાર્યજીના આ સિદ્ધાંતને માયાવાદ કહે છે. ગમે તેમ તે આચાર્યની પરસ્પરની વિરૂદ્ધ માન્યતાઓ હાય, આપણે તે માત્ર શાંકર વેદાંતની દૃષ્ટિએ ઇશ્વર તત્ત્વ વિષેની માન્યતા કેવી છે, તેજ માત્ર જોવાનું છે. અપૂર્ણ .

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44