Book Title: Jain Dharm Vikas Book 02 Ank 01
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 17
________________ ધમ્ય વિચાર ૧૫ - - - = ધમ્ય વિચાર ? લેખક–ઉપાધ્યાય શ્રી સિદ્ધિમુનિજી મ. (ગતાંક પૃષ્ઠ ૩૫૫ થી અનુસંધાન ) (૧૦) સૌ કઈ જાણે છે કે, તમે શાણું અને સુશીલ છે, પણ ઉદાર હાવાને દેખાવ ના કરતાં. સજ્જનેને તે શું પસંદ નથી ! ના, તેઓ ઉદારતાને સર્વગુણેમાં અગ્રસ્થાન આપે છે. તે પછી આમ શા માટે ! તમે ઉદાર દેખાવ છે પરંતુ સાચી રીતે તમે ઉદાર નહિ, પણ યાનાં અભિમાની છે. યશ ન ફેલાતો હોય તો અમને એમ લાગે છે કે, તમે એક પાઈ પણ ખર્ચવા તૈયાર નથી. તમારાં બધાં દાન તપાસી યે યશ ન મળે એમ હોય ત્યાં તમે કદિ દેખાયાં છે ! યશ મળવાની આશા ન હોય ત્યાં તમે ઘણુય આવશ્યક્તા હોય છતાં હાથ લંબાઓ છો? તમારા દાનમાં વિવેકનું તો નામનિશાનજ નથી, પણ એ ઓછા શોકની વાત કદાચ ગણાય. એમાં ધન નાશ થયું કે તેને દુરૂપયેગા થયે એટલુંજ, પણ યશ ન મળે તો દેવું જ નહિ, એ હૃદયની નાશકારક અભિમાન વૃત્તિ. યોગ્યના પ્રતિ તમારે ભારે અન્યાય ! આવી તુચ્છતા જબર અધ:પાત કરે છે. યશ ભલે મળે, પણ તેની આમ અભિલાષા શા માટે જોઈએ. તમારાં દાનેમાં તળીયે “વાહવાહ” સિવાય કાંઈપણ રહેતું નથી. વિવેક વગરના દાતામાં તે “કાક્તાલીય ન્યાયે સત્કલ દેનારૂં પણ કાંઈ દેવાઈ જાય અને ઔદાર્યવૃત્તિથી લાભ પણ મળી જાય. યશની અભિલાષાથી કરાયેલાં દાનમાં યશ સિવાય શું મળવાનું હોય? પારલૌકિક લાભ છેડે ઘણે પણ એમાં ન મળે તે નવાઈ નથી. તમારા યશનું વાતાવરણ ફેલાવી શકે એવા ભાટ જેવા પામરેને તમે જેવી વૃત્તિથી આપો છો તેવુંજ તમારે મેળવવાનું છે. સુપાત્રદાનમાં પણ ઘણી જ ગતાગમ રાખવાની જરૂરીઆત પડે છે. ત્યાં કદાચ તેવી ગતાગમ ઓછી હોય તો પાલવે, પણ યશની વૃત્તિ તે સર્વથા ન જ પાલવે. લેખકેએ, કવિઓએ અને યાવ૬ સંતોએ પણ શ્રીમતી અનુપમાદેના ઘણાય યશ લખે છે, ગાય છે અને અભિનંદો છે. તેણીએ કદિ યશની અભિલાષા કરી હતી ? આત્માર્થની અભિલાષાથી કરાયેલા દાનમાં સહજ એ ઉગી નીકળે છે. એના એકલાના વાવેતરમાં પશુ જીવન નિર્વાહે નહિ કે મનુષ્ય જીવન. મનુષ્ય જીવનના સાફલ્ય માટે તે વિવેકપૂર્વક નિષ્કામવૃત્તિથી ઔદાર્યનું ઉમદા વાવેતર કરો અને “અનુપમા’ની માફક અનુપમ બને. ચાલુ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44