Book Title: Jain Dharm Vikas Book 01 Ank 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના ૨૪૯ પિતા-ગુરૂ મહારાજને સમાગમ–તેમની પવિત્ર ધાર્મિક દેશનાનું સાંભળવું વિગેરે સામગ્રી-પ્રબલ પુણ્યોદયેજ મલે છે–દાનાદિ ચારભેદેમાં પણ પ્રભુએ ભાવ(ધર્મ)ને મુખ્ય કહ્યો છે. ભાવ ધર્મના ત્રણ ભેદે છે. ૧-સાત્વિક ભાવ. ૨ રાજસીભાવ. ૩ તામસીભાવ છે રાજસીભાવ અને તામસીભાવથી આરાધેલા દાનાદિ–સંસારના કારણ થાય છે. જે સાત્વિક ભાવથી એટલે કેવલ આત્મકલ્યાણની બુદ્ધિથી જે નિયાણાની ભાવના શિવાય દાનાદિની આરાધના કરવામાં આવે–તેજ મુક્તિપદ પામી શકાય. માટે–દાનાદિની આરાધનામાં ભાવની નિર્મલતા હોવી જ જોઈએ. નિમિત્તવાસિ આત્મા જ્યાં સુધી મનને ઉત્તમ નિમિત્તોમાં ન જોડે. ત્યાં સુધી તે વશ કરી શકાય જ નહિ. એટલે મન વશ કર્યા વિના નિર્મલભાવ પણ કયાંથી હોય? શબ્દાદિ વિષયને દેખી દેડધામ કરતા એવા મનને વશ કરવાને માટે સાલંબન ધ્યાન જરૂર ઉપયોગી છે. જોકે પરમાત્માના શાસનમાં મનને વશ કરનારા અનેક પ્રકારના આલંબને, વિદ્યમાન છે. જેમકે પરમાત્માની મૂર્તિ વિગેરે. તે પણ તે આલંબનમાં મુખ્ય આલંબન નવપદનું ધ્યાન જ છે. કહ્યું પણ છે કે–આલંબણાણિ જઇવિહ, બહુપયારાણિ સંતિ સર્ભેસુ છે તહવિહનવપઝાણું, સુપહાણું બિંતિ જ ગુણો છે કહેવાનું તાત્પર્ય એ છે કે નવ પદ શિવાયના મનને વશ કરવાના જેટલા સાધન છે. તે બધાયે સાધનોની આરાધના નવપદની આરાધના કરવાથી થઈ શકે છે. મુમુક્ષુ આત્માને આરાધના કરવા લાયક–ત્રણ વાનાં–૧–દેવ. ૨ ગુરૂ ૩ ધર્મ છે. તેઓની પણ આરાધના નવપદની આરાધનામાં સમાય છે. આ સંબંધિ વિશેષ વિચાર આગળ કહેવાશે. નવપદો આ પ્રમાણે જાણવા ૧ અરિહંત ૨ સિધ્ધ ૩ આચાર્ય ૪ ઉપાધ્યાય ૫ સાધુ ૬ દર્શન ૭ જ્ઞાન ૮ ચારિત્ર ૯ તપ છે અહીં જે કમે નપદના નામે દર્શાવ્યા તે કમથી ઉલટા કમે એક પણ પદને ન કહી શકાય. કારણકે કહેલ કમને માટે શ્રી ભગવતીજી વિગેરે સિધાન્તમાં જે અનેક કારણો દર્શાવ્યા છે. તેઓમાંનું એક કારણ એ છે કે–નવપદમાં અરિહંતાદિ પાંચ ગુણિ છે, અને શેષ (છેવટના) દર્શનાદિ ૪ ગુણ છે. તેમાં પણ પહેલાં દર્શનાદિ ૪ ગુણે તો નજ કહી શકાય. કારણકે પાંચ ગુણિને લઈને જ ગુણોની પ્રધાનતા છે. જેમ દુકાનમાં અનેક પ્રકારના કીંમતી વસ્ત્રો વેચવા રાખ્યા હોય, પણ તેના જે વાપરનાર લેકેજ ન હોય તે તે વસ્ત્રોને રાખવાથી લાભ શ? તેવી રીતે આરાધક ગુણિ જે અરિહંતાદિ પાંચ તે ન હોય તે આરાધ્ય જે દર્શનાદિ ૪ ગુણે, તેઓનો વિશેષ લાભ જે કર્મનિર્જરાદિ તે કેવી રીતે? કેને હોઈ શકે? અર્થાત–નજ હોઈ શકે. અને વિશેષ લાભ તે આરાધનાને આધીન જ છે. તાત્પર્ય એ કે ગ્રાહકને લઈને જ જેમ ગ્રાહ્ય વસ્તુની પ્રધાનતા છે, તેમ ગુણિને લઈને જ ગુણની પ્રધાનતા છે. એ ઉપરથી સાબીત થયું કે શરૂઆતમાં પંચ પરમેષ્ઠિરૂ૫ ગુણિને કહેવા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36