________________
સેવા ધર્મનું સુંદર સ્વરૂપ
સેવા ધર્મનું સુંદર સ્વરૂપ.
લેખક-મુનીરાજ શ્રી પ્રેમવિમલજી મહારાજ. મુ. કેટા. (મારવાડ)
શ્રેષ્ઠ વસ્તુને સંયોગ થવો એ મહાન પુણ્યદયને જ પ્રભાવ હોઈ શકે છે, એ નિર્વિવાદ છે. પરંતુ સાથે એજ શ્રેષ્ઠ વસ્તુને સદુપયોગ સંપૂર્ણ પુણ્યદયે જ થઈ શકે છે જ્યારે અપૂર્ણ પુયોદયના કારણે શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત થવા છતાં ય એનું શુદ્ધ અને સત્ય સ્વરૂપ સમજી શકાતું નથી જ. અને તેથી તે શ્રેષ્ઠ વસ્તુને દુરૂપયોગ થવા પામે તો તે બીના સ્વાભાવીક છે. સેવા કરવી એ શ્રેષ્ઠ વસ્તુ છે, પરંતુ સેવા શા માટે કરવી જોઈએ? સેવા કેની કરવી જોઈએ ? સેવા કરવાથી લાભ શું? એ દરેક પ્રશ્નો જ્યારે સેવા કરનાર વ્યક્તિ વિચારવાનું . પસંદ કરે છે ત્યારે જ તે સેવાનું સુંદર અને સંપૂર્ણ ફલ પામી શકે છે. સામાન્ય નિયમ મુજબ સદગુણ મનુષ્યોની જ સેવા કરવામાં આવે છે, તેનો કોઈપણ ઈન્કાર કરી શકે તેમ નથી. ત્યારે અનાથ અને દુ:ખી મનુષ્યો પ્રતિ જે સહાય અને મદદ કરવામાં આવે છે, તેનું નામ સેવા નહિં પરંતુ દયા અથવા અનુકંપા છે. એ વસ્તુ જે સંપૂર્ણ રીતીએ વિચારવામાં આવે તે વાત માન કાળમાં સેવા શબ્દને જે સ્વેચ્છાપૂર્વક ઉપયોગ થઈ રહેલ છે, તે કદાપી બનવા પામે નહિં. સંસારની દષ્ટીએ પણ સેવા કરવાનું જે ફરમાન નીતિશાસ્ત્ર- ' કાએ કરેલ છે, તે પણ યોગ્ય છેજ અને તેથીજ નીતિશાસ્ત્રકારોએ અતિથિ સત્કારનું વિધાન બતાવેલ છે. અતિથિ કેને માનવા જોઈએ અને તેઓનાં લક્ષણ શું છે તે માટે જીનદત્તસુરીજી મહારાજા વિવેક વિલાસ ગ્રંથમાં–પ્રથમ સર્ગમાં ૩જા ઉલ્લાસમાં લેક ૧૩માં જણાવે છે કે
न प्रश्नोजन्म न कार्यो, म गोत्राचार योरपि ।
नापिश्रुत समृध्धीनां, सर्व धर्म मयोऽतिथिः ॥१३॥ અર્થ–જેના જન્મ સંબંધી પ્રશ્નો કે કાર્યો તથા ગાત્રાચાર વિગેરે જાણતા નહિં હોવા છતાંય, જેઓ સંસાર છોડીને જ્ઞાન ધ્યાનમાં રહીને સંયમ પાલન કરે છે, તેજ સર્વધર્માનુસારે સાચો અસ્તિથિ છે.
अतिथि नर्थिनो दुः स्थान, भक्तिशक्यनुकम्पनै ।।
कृत्वा कृतार्था नौचित्या, भोक्तुं युक्तं महात्मनाम् ॥१४॥ અર્થ–મહાન પુરૂષે શક્તિ અનુસાર અંતિથીની ભક્તિ કરે છે અને યાચક તથા ગરીઓને ઉચીત પ્રમાણે દાન દઈને પછી જ ભજન કરે છે.
अतिथि र्यस्य भग्नाशो, गृहात्प्रतिनिवर्तते । सतस्मै दुष्कृतं दत्वा, पुण्यमादायगच्छति ॥१६॥