________________
ર૭૪
જૈનધર્મ વિકાસ
રાજ સાહેબ આ ગામડાઓમાંથી પસાર થતાં થતાં જામનગર પધાર્યા. તેઓએ જાણ્યું કે આ ખેડુતે મૂર્તિપૂજક શ્રાવકે છે છતાં પોતાના ધર્મને ભૂલી જઈ અન્ય ધર્મને સેવી રહ્યા છે. માટે આ તરફ શેઠ ખેતશી ખીશી મદદ આપતાં અટક્યા છે, તેથી મારે મારી ફરજ સમજી આ ખાતું ચાલુ રાખવું જોઈએ એમ ધારી આ ખાતાને મદદ આપવા પિોતે બહાર આવ્યા.
પ. આ તરફના ગામડા માં જૈન પાઠશાળાઓ ખેલી, તેમાં વ્યવહારીક તથા ધાર્મિક શિક્ષણ આપવા, આચાર્ય શ્રીવિજયનીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબની ઈચ્છા પોરબંદરથી જામનગર આવતાં આ ગામડાઓ વિહારમાં વચ્ચે આવવાથી થઈ. જામનગરના આગેવાનોને બોલાવી શાળાઓ બેલી નાખવા અને તેમાં થતાં ખર્ચને બંદેબસ્ત કરી આપવા પિતાના વિચારે જણાવ્યા.
૬. શ્રીમાન આચાર્ય મહારાજ સાહેબના પ્રયાસથી, આ તરફના ગામડાઓમાં જન, શાળાઓ ચાલુ થઈ અને તેમાં હજારો વિદ્યાર્થીઓ અને કન્યાઓ વ્યવહારીક તથા ધાર્મિક શિક્ષણ લેવા લાગ્યા. ત્યાર પછી સ્ટેટ તરફથી સ્કૂલ ઘણાં ગામડાઓમાં શરૂ થઈ અને તેમાં વ્યવહારિક કેળવણી અપાવા લાગી. આ સ્કૂલની સાથે જન શાળાએ જોઈન્ટ કરવામાં આવી. તેમાં ધાર્મિક શિક્ષણ લેવા લાગ્યા.
૭. જેમ જેમ કેળવણું લેતા ગયા, તેમતેમ પિતાના ધર્મને ઓળખવા લાગ્યા અને ખેડૂત તરીકેની જે જીંદગી ગાળતા હતા, તેમાંથી છુટા થતા આવ્યા અને આફ્રિકા જેવા પ્રદેશમાં જઈ વેપાર કરવા લાગ્યા.
૮ વેપારમાં ઘણું જ આગળ વધી ગયા અને સારી કમાણી કરવા લાગ્યા, તેથી એટલા બધા આગળ વધ્યા કે પોતાની જ્ઞાતિને આગળ વધારવા માટે, ગામડાઓમાં ઠેક ઠેકાણે સ્કુલના મકાન બંધાવી આપ્યા. પિતાની જ્ઞાતિ માટે ડગ મોટા પાયા ઉપર કરવાની તૈયારી કરી રહ્યા છે.
૯ ઠેક ઠેકાણે ગામડાઓમાં ઉપાશ્રય ઘર દેરાસરજી કરી દેવામાં આવ્યા. ધાર્મિક ક્રિયાકાંડમાં આગળ વધવા લાગ્યા છે.
૧૦ દેવદર્શન, ગુરૂદર્શન, સામાયિક, પ્રતિકમણ, છ અઠ્ઠઈ, પૂજાપાઠ કરવા લાગ્યા. જીવ હીંસા કરતાં અટક્યા. નીતિ, ન્યાયને સમજી પિતાનું જીવન સમજી શક્યા. વ્યાખ્યાનવાણું સાંભળવાથી વસ્તુસ્થિતિ સમજવા લાગ્યા. અનંતકાય અભક્ષ્યને ત્યાગ કરવા લાગ્યા. પરદેશમાં પણ દેરાસરજી, ઉપાશ્રય કરાવે છે. તેમજ જૈન પાઠશાળાઓ પરદેશમાં ચલાવે છે. - ૧૧ દાન, શીયલ, તપ, ભાવમાં પણ આગળ વધતા આવ્યા, નૌકારશીથી અઠ્ઠાઈ સુધીની તપસ્યા કરવા લાગ્યા. યાત્રાઓ કરવા લાગ્યા. જૈન ધર્મની સન્મુખ થઈ પિતાનો ધર્મ ઓળખી દીવસે દીવસ આગળ વધતા આવે છે. આ હેવાલ તદન ટુંકામાં આપવામાં આવેલ છે.