Book Title: Jain Dharm Vikas Book 01 Ank 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 14
________________ ૬ જૈનધર્મ વિકાસ “મૂર્તિપૂજાના વિરોધમાં”..... છે. મુનિ ન્યાયવિજયજી (અમદાવાદ) (અંક ૭-૮ પૃષ્ઠ ૧૦ થી અનુસંધાન.) - વાસ્તવિક રીતે જગતમાં એ કઈ પંથ નથી, સંપ્રદાય નથી, મત નથી, ધર્મ નથી, દર્શન નથી કે જેમાં કઈને કઈ રીતે મૂર્તિ પૂજાને સ્થાન ન હોય, મનુષ્ય માત્રને મૂર્તિપૂજાની જરૂર પડે છે. અને જરૂર છે જ! કટ્ટરમાં કટ્ટર મૂર્તિ પૂજાને વિરોધ કરનાર પણ પિતાના ઈષ્ટ પુરૂષના સ્મૃતિ ચિન્હને અને ગૌરવને માનપૂર્વક જુવે છે. તેને પોતાના ઈષ્ટપુરૂષને અપમાનમાં પોતાનું ગૌરવ હણતું લાગે છે. મુસલમાને ભલે હિન્દુઓને બુતપરસ્ત કહે કિતુ તેમનું મક્કા મદિના; અને હજ યાત્રા શું છે? મજીદની પૂજ્યતા કયાં ઓછી છે? તેની એક છેટે ઈંટ અરે કંકરે કંકર પૂજ્ય મનાય છે. કબરસ્તાન શું છે? અજમેરની ચિસ્તી ખ્વાજા પીરની કબર એટલી પૂજ્ય મનાય છે કે હરેક મુસલમાન ત્યાં યાત્રાએ જાય છે. અને કેટલાક્ત પગે ચાલીને યાત્રા કરવા જાય છે. સમ્રાટ અકબર પણ પગે જ ત્યાં યાત્રા કરવા ગયા હતા. અને કુરાનની પૂજ્યતા તે મૂર્તિથી પણ વધારે છે. આવી જ રીતે ઈસાઈઓ અને શીખે પણ પિતાના ઈષ્ટપુરૂષનાં સ્મૃતિ ચિહે રાખે છે. બાઈબલને અને ગ્રંથ સાહબને મૂર્તિ જેટલુંજ બલકે તેથી વધુ સન્માન આદર આપે છે. અને આર્ય સમાજ પણ સ્વામિ દયાનંદજીના ફોટાઓને હાર તારા પહેરાવી મેટમાં રાખી ઝુલુસમાં ફેરવે છે. એમના ફેટાઓથી પિતાના ઘરને શણગારે છે. અને તેને ખુબજ આદર આપે છે. અર્થાત્ આ સંપ્રદાયો એક યા બીજી રીતે મૂર્તિ માનેજ છે. ભારતમાં મૂર્તિપૂજાઓ તો અનાદિકાળથી પ્રચલિત છે. આ મૂર્તિપૂજક હતા અને તેમાંયે જૈન ધર્મ તે સૌથી પ્રાચીન મૂર્તિપૂજક છે. સ્વામિ દયાનંદજીને પણ સત્યાર્થ પ્રકાશમાં મુક્ત કઠે લખવું પડયું કે “હિંદુસ્તાનમાં મૂર્તિપૂજા જેનાથી શરૂ છે.” સ્થાનકમાર્ગ સંપ્રદાયે જીન પ્રણીત મૂર્તિપૂજાને વિરોધ કરી એક બીજી પણ જબરજસ્ત હાનિ ઉઠાવી છે, અને તેને એક જનવરેન્દ્રની મૂર્તિના વિરોધની સાથે જ પ્રાચીન આર્ય સાહિત્ય અને પ્રાચીન પૂર્વાચાર્ય ભગવોના અણમૂલ સાહિત્યના ખજાનાની પણ અવગણના કરવી પડી. સુલલીત માગધી પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના એ અપૂર્વ ખજાનાનો ત્યાગ કરવામાં બીજું કઈ કારણ ન હતું, પણ એ સાહિત્યમાં આત્મકલ્યાણના અથી મુમુક્ષુ જીવે એ જીનાલયનાં-નવારે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36