________________
ધમ્ય વિચાર
ઉપપ
આર્ય સ્ત્રી ચારિત્ર્યમાં નમાવી ઝટ નમતી નથી. તેનું જાતવાન લેહી ઉકળી ઉઠે છે, છતાં બળથી શાંતિ અને સંતેષને ખેંચી લાવી, પુરૂષને વટાવે તેવી ધીરજ ધારણ કરે છે. તેના નારી જીવનમાં દુઃખના ડુંગરો ઉગ્યા છતાં તેને સુખનાં પગથીયાં બનાવવા તે મથતી જણાશે. આર્યોના ઈતિહાસના પાને પાને એના દાખલા પડેલા છે. કેઈ કઈવાર એનું છુપું રૂદન એને આશિર્વાદ આપતું હોય છે. પુરૂષ એમ રડતે નથી એજ એની જાતને માટે ભયંકર છે, એજ એની પિતાના પ્રતિ દગાખોર વૃત્તિ છે. પુરૂષમાં પ્રાધાન્ય છે. સ્ત્રીઓમાં પણ વિશેષતાઓ છે, એ ભૂલી ન જ શકાય.
પુરૂષેની પાછળ જીવ આપવાની વૃત્તિ સ્ત્રીઓના પવિત્ર પ્રેમમાં આબાદ ખીલે છે. ભક્તિમાં રસભર તેઓ જ રમી શકે છે. શ્રદ્ધા અને તપમાં તેઓ અત્યંત આબાદ અને સહનશીલ હોય છે. “મહાવીર” ની આજ્ઞા ઉઠાવવામાં અને તેનો ઢંઢેરો સર્વત્ર પીટવવામાં તેઓ ઉમદામાં ઉમદા પડતનું કામ કરે છે. તેઓ સામી છાતીએ ઘા ઝીલવાનું શીખવે છે. પીઠના ઘા જેવા તેઓ સર્વથા ખુશી નથી. તેમના પ્યારમાં પ્રેરણું અર્પવાની, શૂરાતન ફેરાવવાની. ઉત્સાહ રેડવાની, હિમ્મત વિકસાવવાની અને આશા ઉપજાવી અડગ ઊભા રહેવામાં ધૈર્ય ધારણ કરાવવાની અમેઘ શક્તિ છે. તેઓ સ્ત્રી છે, પણ સ્ત્રી બની જતા પુરૂષને પૌરૂષમાં રાખવાની શક્તિ ધરાવતી હોય છે. આ જાતિને તિરસ્કાર શ્રાપ થાય તો તેમાં નવાઈ નથી. આર્યદેશની પરાધીનતાનું કારણ આ તિરસ્કાર પણ કદાચ હોય તે તેની ના નહિ. સ્ત્રીઓ દાસી બનવા ચાહે છે, પણ પુરૂષેની ફરજ તેને માલીકણું બનાવવાની હોવી જોઈએ. આ ફરજ ચુકે તેને અધ:પાત થવો જ જોઈએ એમ કંઈ કહે તો તે ખાસ લક્ષ્યમાં લેવા જેવું છે. એ બને. માંથી એકે કદાચ કોઈ નૈતિક ભૂલ કરી હશે, છતાં આ ફરજ જે નહિ ચુકાઈ હશે તે તેઓ જરૂર પશ્ચાતાપ કરશે જ અને તેમનો ઉદ્ધાર પણ અવશ્ય થશે જ. બનેમાંથી ગમે તેને માટે આવી ભૂલ એ અધપાતને માટે અતીવ ભયંકર છે એની કેઈથી ના પાડી શકાય તેમ નથી. ભૂલ થયા પછી સુધારાય, પણ તે સ્વાભાવિક નહિ રહ્યું, એ તે સુધારેલું જ ને. સ્વાભાવિક સજાયેલું અને સુધારેલું એ બનેને ભેદ આસ્માન જમીન જેટલો છે તે કદિપણ ભૂલાવું ના જોઈએ. સંસારની એકેએક ચીજ તપાસી . તેને સહજ નિર્ણય થતાં વાર લાગશે નહિ.
અપૂર્ણ