________________
ગુરૂદેવની શારિરીક સ્થીતિ અને ચાતુર્માસ નિર્ણય ૫૭ -અહિંસા એ આત્માનું શસ્ત્ર છે. એની પાસે દૈહિક કે યાંત્રિક બળો ફાવી શકતાં નથી. અહિંસાનું શસ્ત્ર શત્રુ સામે વિઝનાર વિજેતા બને છે.
મહાવીર–ગૌતમ! ક્ષણ ભર પ્રમાદ ન કર, –આત્મ અગ્નિમાં પરપુગળને બાળી નાખે. એ ખરે યજ્ઞ છે. ----():
ચાલુ ગુરૂદેવની શારિરીક સ્થીતિ અને
ચાતુર્માસ નિર્ણય. બાળબ્રહ્મચારી આચાર્યદેવ શ્રીમદ વિજ્યનીતિસૂરીશ્વરજી મહારાજ શિષ્ય, પ્રશિષ્યના સમુદાય સાથે ચેતર સુદિ ૧ નાં સંઘના અત્યાગ્રહથી સાદડી પધારતાં, સકળ સંઘે ઘણાજ આડંબરપૂર્વક વાછત્રોના ધ્વની સાથે સામૈયુ કરી નગર પ્રવેશ કરાવી ધર્મશાળામાં ઉતાર્યા હતાં.
સાદડી પહોંચ્યા બાદ સતત વિહારના પરિશ્રમે ચૈતર સુદિ૬ ના એકાએક આચાર્યદેવને મુળ રેગે ઘેરી લીધા અને પેટની આફરી તથા અવયવોના સોજા એ એટલુ બધુ જેર માર્યું કે જેથી શ્રમણ સમુદાય અને સંઘ ચિંતા મગ્ન બની ગયેલ, તાત્કાળીક સ્થાનિક ડૉકટરની જહેમતભરી અને ચાંપતી સારવારથી દિનપ્રતિદિન તબીયતમાં સુધારો થતાં આફરી અને સાજા ઓસરી ગયા, પરંતુ આવા અસાધ્ય રોગમાં ઉચ્ચ કેટીના નિષ્ણાત અનુભવિની વૈદ્યકીય સારવારની આવશ્યક્તા હોવાથી, ચિતોડદુર્ગના વિખ્યાત શ્રીબાલચંદજી યતિવર્યને આચાર્ય દેવની શુશ્રુષા માટે સાદડીમાં બેલાવી, તેમની ચાંપતી દેખરેખ નીચે વૈદ્યકીય ઉપચાર શરૂ કરતાં હાલમાં આચાર્યદેવની તબીયતમાં બારેક આની કરતાં વધુ સુધારે થવા પામેલ છે.
આચાર્યદેવને ગતાંકમાં બતાવ્યા મુજબ, લવારની પિળના આગેવાને ઉરચકેટીની વૈદ્યકીય સારવાર માટે અમદાવાદ લઈ જવા સાદડી ગયેલ. અને ચાતું માસ માટે અમદાવાદ પધારવાનું નક્કી કરી ગયેલ, પરંતુ અમદાવાદના પલટાયેલા વાતાવરણના લીધે અને સાદડીના સંઘના અત્યાગ્રહને વશ થઈ આચાર્યદેવે સાદડીના સંઘની વિજ્ઞપ્તિને સ્વીકાર કરી, ચાતુમાસ કરવાનો નિર્ણય જાહેર કરતાં સકળ સંઘમાં અત્યંત ઉલ્લાસની વૃદ્ધી થયેલ છે.
આચાર્યદેવ દરરોજ ગામના દેરાસરે દર્શન કરવા, અને ગામના પાધરે નદી છે ત્યાં લે જવા નિયમીત ચાલીને જઈ શકે છે, અને ખોરાકમાં કાંજી, ભાત, મોસંબીનો રસ અને કુટ આદિ લેવાય છે અને સહેલાઈથી પાચન થઈ શકે છે.
તંત્રી : "