________________
૨૫૨
જેન ધર્મ વિકાસ
-
મન સાગરનાં મોજા લેખક–બાપુલાલ કાળીદાસ સંઘાણે “વીરબાલ)
( અંક ૭-૮ પૃષ્ઠ ૨૧૧ થી અનુસંધાન )
જૈન તત્વજ્ઞાન-અનેકાંતવાદ. રાગદ્વેષ રહિત વિતરાગ તેજ સાચે આત્મસ્વરૂપ.
વ્યવહારમાં ધર્મની એકતા કરે તેજ ધર્મિષ્ટ.
પૂજા એટલે વિચાર. ટીલા ટપકાં નહિ. ધર્મ ને વ્યવહારની એકતા એ ધર્મ, બાકી બીજી ઠગ ભક્તિ.
–સ્યાદ્વાદ એટલે અનેક બાજુથી જેવું. એની સદુપયોગ અને દુરૂપયેગ બંને થઈ શકે. જેવી આપણી તૈયારી.
–મનને જબરે ઉછાળે વિષયવાસના છે. અને વાશના અગ્નિ સમી છે. માનવી આગથી બળે તો એને ઠારવા પાણું નહિ, પણ તેલ ઉપયોગી થાય છે. તેમ કામાગ્નિની શાંતિ માટે કામસેવન નહિ, પણ વિવેક વિચાર કારગત થાય છે.
–એટલે પ્રેમ એટલું વિગે દુઃખ; અને એ દુઃખને હૈયામાં સમાવી સહન કરનારે ઓછો સામર્થ્યવંતે નજ ગણાય. અને મૃત્યુ જેવી કરાળ દશાને હસ્તે મુખે ભેટનાર-મૃત્યુને વધાવનારને તે કોટીશ: વંદન હૈ !
અનેક મનુષ્યની રાખ પિતાની છાતી ઉપર રાખી ભયંકર બનેલા મૈસાનને ઉપદેશ શું ક્ષણિક હશે ? એના ઉપદેશથી માનવહૃદયની મૂંઝવણનો આંટી ઉકેલ નહિ થતું હોય?
ઈશ્વર કર્તા હોય તે ભયંકર દેખાતાં મૃત્યુથી એ નિર્દય નથી કરતે ! કે માનવી શું પોતાના કરેલા સારા નરસા પુરૂષાર્થથી કરૂણ મૃત્યુ પામતો હશે? કે શું – ?
ખીમરા મેટી ખોડ, માણસને મરવા તણું, બીજી લાખ કરોડ, એવી જેવી એકે નહિ.
–દુનિયા માનતી હશે કે, શ્રીમતેના પુત્રો સુખી છે; બાપના પૈસા ઉપર તાગડધીનાં કરવાં; એજ માણવી, બાપની આબરૂ ઉપર નભવું; કાંઈ ફિકર કમાવાની? પણ જરા થંભ દુનિયા! દુનિયા ! એના મેંએ દુઃખનો શબ્દ ઉચ્ચારવા સાથળ ઉઘાડી થશે” એ નામનું ખંભાતી તાળું છે. એની આબરૂ એવી છે કે એના પુરૂષાર્થના ટાંટીયા જકડી રાખનાર જાણે લેખંડી બેડી! એની લક્ષ્મી એને વધુ સામર્થ્યવતે બનાવવાને બદલે વિલાસીને નમાલે બનાવે છે. એટલે કે લક્ષ્મી ઘણે ભાગે પ્રત્યાઘાતી નીવડે છે. એમાંથી જવાહર કોઈક ભાગ્યે જ પાકે. એ લક્ષમી–આબરૂએ પિતાની સેડમાં કેટલાય લેખકે, વીરે, વિજ્ઞાનીઓ, મહાપુરૂષને દાટયા હશે. અનેકનું એક બુસ્તાન બની હશે.