Book Title: Jain Dharm Vikas Book 01 Ank 09 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 9
________________ કળીયુગની દષ્ટિએ આત્મિક વસ્તુઓનું પ્રથમ સાધન ર૫૧ છત્રી ત્થા લાકડાની મોજડી વગેરે દેવગૃહમાં લઈ જાય, તેમજ શસ્ત્ર ત્યા ચામર વગેરે આનંદથી દેવગૃહમાં લઈ જાય. મનદ્વારાએ જિનગૃહમાં નાના પ્રકારના અનેક સંકલ્પ વિકલ્પ કરે. એટલે મનને આત્મિક ભાવમાં રાખે નહિ. અને પૌદગલિકભાવમાં જેડે, શરીરે તેલાદિ લગાડે, દેરાસરમાં પુષ્પ, તાંબુલ, શાખ વગેરેને સાથે લઈ પ્રવેશ કરે (ખાવાની દરેક ચીજે દેરાસરમાં લઈ જાય) પુષ્પ ચઢાવવાનાં હોય તે લઈ જવામાં આશાતના થતી હોય એમ દેખાતું નથી અર્થાત લઈ જવાય છે. બાકી શરીરને ઉપભોગ કરવાની તમામ વસ્તુઓ દેરાસરમાં લઈ જવાય નહિ. તેમજ છીંકણું થા બીડીઓ પણ દેરાસરમાં લઈ , જવાય નહિ એ ધ્યાન આપવું જોઈએ. “અજીવ-હાર, વીંટી વગેરે ઘરેણાં ન્હાર મુકવા નહિ. તે દેરાસરમાં લઈ જવાય તે આશાતનાને સંભવ નથી. જે દેરાસરની બહાર મુકાય તે ભિક્ષાચરે તેમજ બીજા માણસો લઈ જાય તે, અપભ્રાજના તેમજ દર્શન પર શ્રદ્ધાને અભાવ થાય, વાસ્તે દાગીનાઓ બહાર છોડીને જવાને અભાવ જાણુ. | સર્વજ્ઞની પ્રતિમા જોતાં અંજલી કરે નહિ, ઉત્તરાસંગ કરે નહિ, મસ્તકના કેશ ઉપર કુલ ધારણ કરીને જાય, જે વસ્તુઓ ગમે તેવી ન હોય તેવી વસ્તુઓ શ્રીફળ, કેરાં, ચોખા, વગેરે પ્રભુ ચરણે ધરે, દડે, લાકડી વગેરેથી ક્રિયા કરે, કાખને મેળ કાઢે, દેરાસરમાં તિરસ્કારના બોલ બોલે, અધર્માદિકનું આચરણ કરે, એક બીજા ખુબ લઢાઈથી લઢવા માંડે, કેશને ઉતરાવે, દેરાસરના ચગાનમાં પલંગ પાથરી આનંદથી સૂઈ રહે, પાદુકા પહેરી પ્રભુદર્શન કરે, પગ લાંબા કરી શાંતિપૂર્વક સૂવે, પગમાં આવેલ કચરે દેરાસરમાં સાફ કરે, પગાદિમાંથી ધૂળ કાઢે, જુ, ત્થા માખીઓ નાંખે, દેરાસરમાં આનંદથી પાટલે માંડી ભજન કરે, અગર દેરાસરના રોગાનમાં કે ઓટલા ઉપર બેસી આનંદથી ભજન કરે, દેરાસરમાં સૃષ્ટિ વિરૂધ્ધ કાર્ય કરે, તેમજ મૈથુનાદિ વિષયાદિમાં મસ્ત બને, દષ્ટિ, મુષ્ટિ, ત્થા બાયુધ કરે, દેરાસરમાં કયવિક્રય કરે, શા કરે, ઉનાળાની મોસમમાં આનંદથી પથારી કરી સૂઈ જાય, તેમજ પાણી પણ પીવા લાગે, સ્નાન પણ કરે, આ પ્રમાણે દેરાસરમાં પૂર્વાચાર્યોએ આત્મશુધ્ધિ વાસ્ત ઉપર પ્રમાણે બતાવેલી આશાતનાઓને નાબુદ કરવા મહારા વીર સંતાને તૈયાર થશે? આશાતના તેજ પાપમય બનાવે છે. આશાતનાને આધીન આત્માઓ મીઠાના ઘડાની તુલ્ય નષ્ટ થાય છે. માટે આશાતનાને નાબુદ કરવા પ્રયત્ન કરાય, તેજ હિતાવહ છે. દેરાસરની આશાતના તે ખુદ તીર્થંકરની આશાતના જાણવી, તીર્થકરની આશાતના કરનાર ગશાળે ભવભ્રમણતાના પાશમાં સપડાયેલો આપણે સાંભળીએ છીએ, વાસ્તુ લે ભવ્યાત્માઓ! આશાતનાને નાબુદ કરવા પ્રયત્ન કરશે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36