Book Title: Jain Dharm Vikas Book 01 Ank 09 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 6
________________ ૨૪૮ જૈનધર્મ વિકાસ શ્રી સિદ્ધચક્રની તાત્વિકભાવના લેખક. વિજયપદ્ધસૂરી વીતરાગ, સર્વજ્ઞ, દેવેન્દ્રોથી પણ પૂજાયેલા, વસ્તુતને યથાર્થ સમજાવનાર શ્રીઅરિહંત મહારાજા સમવસરણમાં બીરાજમાન થઈ બાર પર્ષદાની સન્મુખ આ પ્રમાણે દેશના આપે છે. હે ભવ્ય છે? જીવ પોતે અનાદિ છે, તેનું ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ તે પણ અનાદિ કાલથી છે. પણ અમુકજ કાલથી શરૂ થયેલું નથી. જીવને કર્મની સાથે અનાદિ સંબંધ હોવાથી નરકાદિ વિવિધ ગતિમાં પરિભ્રમણ (ભટકવું) પડે છે. તેમાં એક પણ ગતિમાં વાસ્તવિક સુખ તો છેજ નહિ કારણકે કષાય, અને વિષયમાં આસક્તિ ધરવાથી અને પંચેન્દ્રિય વધ કરવાથી, તથા માંસ ભક્ષણથી નરક ગતિમાં ગયેલા નારક છે ત્યાં પરમાધામીની પીડા સહન કરે છે. એટલે શૂલાદિથી તરવાર વગેરેથી છેદન- છેદાવું) ભેદન (ટુકડા થવા) કળકળતું સીસું પીવું, શામેલી વૃક્ષની ઉપર ચઢવું વિગેરે પ્રકારે દુઃખ ભોગવે છે. વળી ત્યાંની ભૂમિ ઉની હોવાથી તેની પણ પીડા સહન કરવી પડે છે. તથા કપટ પ્રપંચ વિગેરે પાપ કરવાથી તિર્યંચ ગતિને પામેલા જીવ પણ વધ, બંધન, અતિભાર ઉપાડવા, શીત, તાપ વગેરેના દુઃખ સહન કરે છે. તથા મનુષ્યગતિમાં પણ રેગની પીડા, નિર્ધનતાનું દુઃખ, બીજાને ત્યાં નોકરી ભરવી, સગાસંબંધિના મરણનું દુઃખ, એમ બીજા પણ અનેક જાતના દુઃખો રહેલા છે. તથા દેવગતિમાં પણ કિબિષિયા દેવપણાનું દુ:ખ, મહર્થિક દેવને કિંકર થઈને રહેવાનું દુ:ખ, ઇંદ્ર ક્રોધમાં આવી વજી દિશસ્ત્ર મારે તેનું પણ દુઃખ, દેવીને માટે મહેમાંહે યુધ્ધ થાય, તેનું દુઃખ, મહકિદેવની ત્રાધિ દેખી ઓછી ત્રાધ્ધવાળા દેવનું હૃદય બળે, તે પણ દુઃખ, રયવન કાલ નજીક આવે તે ટાઈમે પણ દુખ, ઈત્યાદિ અનેક દુઃખો રહેલા છે. એજ હેતુથી સંસાર-દુખમય છે. અવિચ્છિ પ્રભાવશાળી ત્રિકાલાબાધિત વીતરાગ પ્રભુએ કહેલા નિર્મલ ધર્મની આરાધના કરવાથી સંસારને નાશ થાય છે. જે કઈ ભવ્ય જીવ સાત્વિભાવનાથી આ ધર્મની આરાધના કરશે. તે જરૂર સંસારને મૂલથી નાશ કરી શકશે. અનંતા છે આ ધર્મની આરાધના કરી મુક્તિપદને પામ્યા છે. પામે છે. અને પામશે. આ ધર્મના મુખ્ય ચાર ભેદે છે. ૧–દાનધર્મ–૨–શીલધર્મ ૩–તપધર્મ ૪-ભાવના ધર્મ–આ ચારે ભેદની નિર્મલ સંપૂર્ણ આરાધના મનુષ્યભવમાંજ થઈ શકે છે. જ્યારે–અનંતી પુણ્યરાશિને ઉદય થાય છે, ત્યારે દશરષ્ટા ને દુર્લભ એ મનુજ ભવ પ્રાપ્ત થાય છે. તેમાં પણ આર્યક્ષેત્ર, આર્યકુલ–આર્ય માતાPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36