Book Title: Jain Dharm
Author(s): Bhadrabahuvijay
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 4
________________ મંગલાચરણ નમો અરિહંતાણં. નમો સિદ્ધાણ. નમો આયરિયાણં. નમો ઉવક્ઝાયાણં. નમો લોએ સવ્વસાહૂણં. એસો પંચ નમુક્કારો. સવ્વ પાવપ્પણાસણો. મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ. આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ. ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ. લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ ભગવંતોને કરેલો નમસ્કાર તમામ પાપોનો નાશ કરનાર છે અને સઘળા ય મંગલોમાં સર્વોત્તમ મંગલ છે. જૈનોની આ નિત્ય પ્રાર્થના છે. આ લોકના, પરલોકના અને મોક્ષના સુખને આપનાર આ મહામંત્ર છે. જૈન માત્ર આ નવકાર મંત્રનું રટણ કરે છે. ધર્મ એટલે શું? ધર્મને સાચી રીતે, સારી રીતે સમજી લેવાની જરૂર છે. કારણ કે ધર્મની બાબતમાં વધારેમાં વધારે ખોટી ધારણાઓ કે માન્યતાઓના જાળાં વરસોથી રચાઈ ગયા છે. ધર્મ ન તો સંપ્રદાયનું રૂપ છે... ન કોઈ પંથ-પોથી કે પયગંબરની પોતાની મિલ્કત છે... ન કોઈ નાતજાત કે વિશેષ વર્ગ માટે આરક્ષિત વ્યવસ્થા છે. ધર્મ ક્યારેય કોઈ વ્યક્તિવિશેષ કે સમાજ-સમૂહથી અથવા તો સ્થાનવિશેષથી પૂર્ણરૂપેણ આબદ્ધ નથી. ધર્મ તો છે વ્યક્તિ કે વસ્તુનું મૂળભૂત રૂપ! ધર્મના અનેકવિધ અર્થ છે. તેની અનેકાનેક વ્યાખ્યા છે. શ્રમણ ભગવાન મહાવીરે ધર્મની વ્યાખ્યા આ શબ્દોમાં આપી છે: “વત્યુ સહાવો ધમ્મો-વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. દા.ત. અગ્નિનો સ્વભાવ દઝાડવાનો છે. પાણીનો સ્વભાવ ઠંડક આપવાનો છે. એજ પ્રમાણે આત્માનો મૂળ સ્વભાવ છે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ધર્મની સરળમાં સરળ વ્યાખ્યા આ છે: જીવનને ઉન્નત અને ઉજમાળ બનાવે, આત્માને શુદ્ધ અને બુદ્ધ બનાવે, તેવી આચારસંહિતા અને વિચારધારાનું એક નામ એટલે ધર્મ. જૈન ધર્મ એટલે શું? બે શબ્દ છે: જૈન અને ધર્મ. વિષ્ણુના ભક્તો વૈષ્ણવ કહેવાય છે. શિવ-શંકરના ભક્તો શૈવ કહેવાય છે. બુદ્ધના ભક્તો બૌદ્ધ, ઈસુના ભક્તો ઈસાઈ/ખ્રિસ્તી કહેવાય છે, તે પ્રમાણે જેઓ શ્રી જિનેશ્વરના ભક્તો છે તેમને જૈન કહેવાય છે. જૈનો જે ધર્મની આરાધના કરે છે, તેને “જૈન ધર્મ' કહેવાય છે. શ્રી જિનેશ્વર ભગવંતોએ જીવનને અજવાળવા, આત્માને શુદ્ધ અને બુદ્ધ બનાવવા જે આચાર-વિચારનું નિરૂપણ કર્યું તેને “જૈન ધર્મ' કહેવાય છે. આ સિવાય તે અન્ય નામોથી પણ ઓળખાય છે. આ પ્રમાણે: આહત્ ધર્મ : અરિહંતોનો ધર્મ. છેઅનેકાન્ત દર્શન : એકથી વધુ દષ્ટિકોણથી જોવા-વિચારવાની ચિંતનધારા. » વીતરાગ ધર્મ: રાગ અને દ્વેષ વિનાના પરમાત્માનો ધર્મ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 69