________________
જેન ચિત્રકલ્પદ્રુમ ચિતારાને આવા પ્રકારની ચિત્રકાર લબ્ધિ (ચિત્રકળા) લબ્ધ થએલી–પ્રાપ્ત થએલી અને વારંવાર સેવવામાં—પરિચયમાં આવેલી હતી કે તે જે કઈ દ્વિપદ, ચતુષ્પદ કે અપદનો એક અવયવ પણ જુએ તો તેનું તે અવયવને અનુસારે સમગ્ર સત્ય સ્વરૂપ કરી (ચીતરી) શકતો હતો. તે ચિત્રકારના પુત્રે એકદા મલ્લિકુમારીના પગનો અંગુઠે જવનિકા (પડદા)ની અંદર જાળીયા (છિદ્રોમાંથી જોયે.
ચત્રકારને આવા પ્રકારનો વિચાર થયો કેઃ “આ મહિલકુમારીના પણ પગના અંગુઠાને અનુસાર તેની સદશ, તેવા જ ગુણે કરીને સહિત એવું તેનું આખું રૂપ મારે નીપજાવવું (ચીતરવું) એ શ્રેયકારક છે. આ પ્રમાણે તેણે વિચાર કર્યો, વિચાર કરીને પોતાના ભાગનો ભૂમિભાગ સજજ કર્યો, સજ કરીને મહિલકુમારીના પાકના અંગુઠાને અનુસારે ૫ ચીતર્યું. ત્યાર પછી તે ચિત્રકારની શ્રેણિએ ચિત્રસભાને હાવ, ભાવ વગેરે સહિત ચીતરી, ચીતરીને જ્યાં મદિનકુમાર હતો ત્યાં આવ્યા, આવીને તેની આજ્ઞા પાછી આપી. મલ્લદિજકુમારે તે ચિત્રકાર શ્રેણીને સત્કાર કર્યોસન્માન કર્યું, સન્માન કરીને તેમને આજીવિકા લાયક એવું મે, પ્રીતિદાન-ઈનામ આપ્યું, આપીને તેમને વિસર્જન કર્યો.
અન્યદા મલદિનકુમાર સ્નાન કરી, વિભૂષિત થઇ, અંતઃપુર અને પરિવાર સહિત ધાવમાતાને સાથે લઈ જયાં ચિત્રસભા હતી ત્યાં આવ્યા, આવીને તેણે ચિત્રસભામાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને હાવ, ભાવ, વિલાસ અને બિબેક સહિત સ્ત્રી વગેરેનાં સ્વરૂપ (ચિત્રો) જેતે તિ જ્યાં મહિલ નામની વિદેહ રાજાની શ્રેષ્ઠ કન્યાનું તથા પ્રકારનું ૫ (ચિત્ર) બનાવેલું હતું ત્યાં આવ્યો.
તે મદિનકુમારે મલિ નામની વિદેહ રાજની શ્રેષ્ઠ કન્યાનું તથા પ્રકારનું ચીતરેલું રૂપ જોયું, જોઇને તેને આવા પ્રકારને વિચાર ઉત્પન્ન થયોઃ “આ તો મલ્લિ નામની વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા છે. એટલે કે તે પોતે જ ઊભી છે. એમ વિચારી તે લજજા પામ્યો, વીડા પામ્ય, વ્યદિત થો (અત્યંત લજજા પામ્યો); તેથી તે ધીમેધીમે પાછો ફર્યો.
અંબેધાત્રીએ મલ્લદિનકુમારને પાછા ફરતાં જઈ આ પ્રમાણે કહ્યું: “હે પુત્ર! કેમ તું લજજા પામે થકે ધીમે ધીમે પાછો ફર્યો ?”
ત્યારે તે મદિન્નકુમારે ધાત્રી માતાને આ પ્રમાણે કહ્યું: “હે માતા ! મારી મોટી બહેન કે જે ગુરુ અને દેવરૂપ માનવા પેશ્ય છે તથા જેનાથી ભારે લાજવું જોઈએ તેની પાસે મારે ચિત્રકારની બનાવેલી સભામાં પ્રવેશ કરે શું યોગ્ય છે?' ત્યારે તે ધાત્રી માતાએ ભલ્લદિનકુમારને
આ પ્રમાણે કહ્યું: “હે પુત્ર! નિ આ મહિલ નથી. પરંતુ આ મહિલ નામની વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા ચિત્રકાર તથા પ્રકારના રૂપવાળી ચીતરેલી છે!'
મલદિનકુમાર ધાત્રી માતા પાસેથી આ અર્થ સાંભળી હૃદયમાં તત્કાળ ક્રોધ કરી આ પ્રમાણે છે : “અરે! કયો તે ચિતારે અપ્રાર્થિત (મૃત્યુ)ની પ્રાર્થના કરનાર, લજજા, બુદ્ધિ, લક્ષ્મી અને કાર્તિથી રહિત છે કે જેણે ગુરુદેવ સમાન મારી જેઠ ભગિનીનું ૫ ચીતર્યું?” આ પ્રમાણે કહી તેણે તે ચિત્રકારને વધ કરવાની આજ્ઞા આપી.
તે ચિત્રકારોની શ્રેણિ આ વૃત્તાંતને જાણીને જયાં મલદિનકુમાર હતું ત્યાં આવી; આવીને