________________
ચિત્રવિવરણું
૧૪૫ - ચિત્રમાં ઉપરના ભાગમાં પિસ્તાત્રાન વાર પતે એમ સ્પષ્ટ લખેલું છે, જમણી બાજુએ લાકડાના ઊંચા આસન ઉપર જમણા હાથમાં સોટી (વિદ્યાર્થીઓને શિક્ષા કરવા) અને ડાબા હાથની તર્જની આંગળી ઊંચી કરીને પંડિત સામે બેઠેલા વિદ્યાર્થીઓને તર્જના કરતા અને અભ્યાસ કરાવતો બેઠેલો છે. તેના ગળામાં ઉપવીત-જોઈ નાખેલી છે, તેને ચહેરે પ્રદ, પ્રતિભાવાન અને બુદ્ધિશાળી હોવાની ખાત્રી આપે છે, ઉપરના છતના ભાગમાં ચંદરો બાંધેલો છે, વચ્ચે સ્થાપનાચાર્ય ઉપર પુસ્તક મૂકેલું છે, જે ઘણું કરીને 'સિદ્ધહેમ' વ્યાકરણની પ્રત હશે એમ લાગે છે. પંડિતની સામી બાજુએ ચારે વિદ્યાથીએ બંને હાથમાં “સિદ્ધહેમ'નું પહેલું સૂત્ર ક અ નમ: અક્ષરો લખેલું પત્ર લઈને અભ્યાસમાં પ્રવૃત્તિ કરતા હોય એમ લાગે છે. આ ચિત્ર પ્રતના બીજા પુત્ર ઉપરથી લીધેલું છે. ચિત્ર ૧૦૧ સિદ્ધહેમ વ્યાકરણની હક્તિ ઉપર સ્થાપના. ઉપરોક્ત બનના પત્ર ૨ ઉપર ચિત્રપ્રસંગ.
આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં ચિત્રના પરિચયની શરૂઆતઉપર ના જિનમંદિરના ચિત્રથી થાય છે. જમણી બાજુએ સિદ્ધરાજ જયસિંહદેવપતે બંધાવેલા રાયવિહાર૪૮ નામના ચિચમાં શ્રી જિનેશ્વરદેવની બે હાથની અંજલિ જોડીને તુતિ કરતા દેખાય છે. ડાબી બાજુએ રાજહસ્તિ ઉપર મહારાજાધિરાજ મૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહદેવની સવારી હોય એમ લાગે છે. તેના ડાબા હાથમાં ખુલ્લી તલવાર છે અને જમણા હાથમાં “સિદ્ધહેમ'ની પ્રતિનું એક પત્ર પકડયું હોય એમ લાગે છે. હાથીના કુંભસ્થળ ઉપર માવત જમણું હાથમાં અંકુશ લઈને બેઠેલો છે, માવતના મસ્તકની ઉપરના ભાગમાં આવેલ છત્રના દંડનો ભાગ દેખાય છે. હાથીની પાછળ ચામર ધરનારી એક સ્ત્રી જમણા હાથથી ચામર વીંઝતી ઊભેલી છે, હાથીની જમણી બાજુએ એક પુરુષ ઢેલ વગાતો દેખાય છે. આ પ્રસંગને લગતો ઉલ્લેખ “પ્રબંધ ચિંતામણિમાં શ્રીમેરૂતુંગરિએ કરેલો છે.
શ્રી હેમચંદ્રસૂરિએ સમસ્ત વ્યાકરણને અવગાહન કરી એક જ વર્ષમાં સવાલાખ લોકપ્રમાણે એવું પંચાંગ પૂર્ણ વ્યાકરણ રચ્યું અને રાજા તથા પોતાની સ્મૃતિ-યાદગીરીમાં તેનું નામ “શ્રીસિદ્ધહેમ” રાખ્યું. વળી આ ગ્રંથ રાજાની સવારીના હાથી પર રાખી રાજાના દરબારમાં લાવવામાં આવ્યું. હાથી પર બે ચામર ધરનારી સ્ત્રીઓ બંને બાજુ ચામર ઢાળતી હતી અને ગ્રંથ પર મત છત્ર ધર્યું હતું ત્યારપછી તેનું પઠન રાજસભાના વિદ્વાન પાસે કરવામાં આવ્યું અને રાજાએ સમૂચિત પૂજોપચાર કર્યા પછી તેને રાજય સરસ્વતી દેવમાં સ્થાપિત કરવામાં આવ્યું.૪૯
આ પછી ચિત્રના અનુસંધાને, તેના પ્રચારને અંગે તેના વિદ્યાર્થીઓને પારિતોષિકદિ આપવાને નીચેના ભાગમાં વર્ણવેલો પ્રસંગ જેવા છે. જમણી બાજુએ ગુમાર નામને રાજ્યાધિકારી સિંહાસન ઉપર વસ્ત્રાભૂષણોથી સુસજિત થઈને એઠે છે. તેણે જમણા ખભા ઉપર ઉધાડી તલવાર જમણા હાથે મઠમાંથી પકડીને રાખેલી છે અને ડાબા હાથની તર્જની આંગળી ઉચી કરીને હાથની
૪૮ જુએ છીમાનવિહારેલાવાયાગુરૂવાત
हष्ट्रात द्वितीयाच पदं प्रणिजगाद सः ॥ २२६॥ -श्रीप्रभावकचरित श्रीहेमचन्द्रसूरिप्रबन्धे ૪૯ જુઓ રીઝવનિત્તામળે તૃનીકરા: ૬૦-૬૨. સંપાદક જિનવિજયજી