________________
જેન ચિત્રકપલ્લુમ બીજીના હાથમાં સુંદર પેટી છે. ત્રીજીના હાથમાં કપડાથી ઢાંકેલે થાળ છે. ચોથીના હાથમાં શરબતની સુંદર શીશીએ છે.
ગાદી આગળના ભાગમાં બેઠેલી એક સ્ત્રી રૂમાલ ગુંથતી હોય એમ લાગે છે. બીજી આગળ બેઠેલી બે સ્ત્રીઓ પિકી એક પત્થર પર ચંદન ઘસતી અને બીજી ઘસેલું ચંદન હાથમાં પકડેલા પ્યાલામાં લેવા બેઠેલી છે. સુંદર નકશીવાળી પાણીની ઝારી તેણી નજીકમાં પડેલી છે.
ચંદરવાના જરાક બહારના ભાગમાં લગભગ બારેક સ્ત્રીઓ ટેળે વળી જુદીજુદી ઢબે બેઠેલી છે.
નીચેના ભાગમાં જુદીજુદી જાતનાં વા વગાડતી સ્ત્રીઓના સંગીત તથા નાચના આનંદનો રસાસ્વાદ આખું મંડળ લઈ રહેલ છે. સ્ત્રીઓમાંથી કોના હાથમાં વીણા, તે કદ'ના હાથમાં ભૂંગળ, ઢોલકી, મંજીરાની જોડ વગેરે જુદાંજુદાં વાજિત્રા છે. આવી સુંદર સાહેબી બેગવતે શાલિભદ્રને ચીતરવામાં ચિત્રકારે ભારે ખુબીભરી રીતે ચિત્રકામ કરેલું છે.
Plate LXXXVII ચિત્ર ૨૬૬ શ્રીમગધરાજ શ્રેણિક અને શાલિભદ્ર.
મકાનના ઉપરના માળે શાલિભદ્ર શ્રેણિકના ખોળામાં સિંહાસન ઉપર બેઠેલા છે, સિંહાસનને ડાબે પાસે એક ચમ્મરીઓ જમણે ખભા પર ચમ્મર રાખી ઉભો છે, શ્રેણિકની સામે શાલિભદ્રની માતા ભદ્રા ડાબે હાથ લાંબો કરીને શ્રેણિકને એમ કહેતા જણાય છે કેઃ “રાજાજી! શાલિકુમારને ખોળામાંથી ઉઠવા દે. તમારા શરીરની ગરમી લાગવાથી તે ગભરાય છે. (આવી તો શાલિભદ્રની સુકોમળ કાયા છે). શ્રેણિક પણ જમણો હાથ લાંબો કરી ભદ્રા સન્મુખ શાલિભદ્રના રૂપનાં વખાણ કરતા જણાય છે. ભદ્રામાતાની પાછળ (રાજાને પાને સોપારી આપવા માટે) થાળ લઈ ઉભેલી એક શ્રી ચિત્રમાં દેખાય છે. માળની નીચે આઠઆની ચાર હારોમાં વિવિધ વસ્ત્રો પહેરીને શાલિભદ્રની બત્રીસે સ્ત્રીઓ જુદી જુદી જાતનાં રંગબેરંગી પક્ષીઓ તથા જુદીજુદી જાતનાં વાત્રો વગેરે રંગરાગ-મેજમજાહની ચીને હાથમાં લઈ ઉભેલી છે, આ પક્ષીઓ તથા વસ્ત્રોના વિવિધરંગેનો ખરેખરે ખ્યાલ તે મૂળ રંગીન ચિત્ર સિવાય ન જ આવી શકે. વળી દરવાજાના નાકે એક દરવાન પણ ચેક કરવા ઊભેલો જણાય છે. પાત્રમાં ભાવ આણવાની ખુબી આ ચિત્રકારમાં કોઈ અલૌકિક પ્રકારની હોય એમ લાગે છે.
Plate LXXXVIII ચિત્ર ૨૬૭ શ્રીધર્મઘોષસૂરિની ઉદ્યાનમાં દેશના. ચિત્રમાં ધર્મઘોષસૂરિ પોતાના શિષ્યો સાથે ઉદ્યાનમાં બેઠે બેઠે શહેરમાંથી તેમને ઉપદેશ સાંભળવા આવેલા શ્રાવકોને ધર્મનો ઉપદેશ આપે છે. એમાં શાલિભદ્ર પણ મહારાજની જમણી બાજુના ખુણામાં બેસી ઉપદેશ સાંભળતો દેખાય છે. તેણે બે હાથમાં ઉત્તરસંગ પકડેલું છે. ચિત્રમાં તેનો છેડે ઉચે ચીતરેલો છે. ગુરમહારાજની પાછળના ભાગમાં બેઠેલા બે શિષ્યો કાંઈ ધાર્મિક ચર્ચા કરતાં હોય એમ લાગે છે, અને આગળના ભાગમાં બેઠેલા બે શિષ્ય ધ્યાન દઈને સાંભળતા હોય એમ લાગે છે. બે પૈકીના એક શિષ્યના હાથમાં ધાર્મિક પુસ્તક છે.