________________
ગુજરાતની જેનાશ્રિત કળા અને તેને ઈતિહાસ
પ૭ અવયવો વેણુવાશ્રિત કળાના નમૂનાઓમાં પણ જોવામાં આવે છે; એટલે કે તે સમયના ચિત્રકારેએ કોઈ પણ સંપ્રદાયની સાંપ્રદાયિક માન્યતા પવવાનો પ્રયત્ન નથી કર્યો, પણ પેતાના સમયના સામાજિક રીતરિવાજોની રજુઆત કરવાનો જ પ્રયત્ન કર્યો હોય એમ સ્પષ્ટ દેખાઈ આવે છે,
આજે માત્ર જેનાશ્રિત કળાના નમૂનાઓ જ સેંકડોની સંખ્યામાં મળી આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે તે સમયમાં પુસ્તકેદારના કાર્યનો પ્રવાહ અતિ તીવ્ર વેગથી વહેવા લાગ્યો હતો. ફક્ત ચાદમી અને પંદરમી શતાબ્દીના મધ્ય અને અંતમાં જ કંઇ લાખ પ્રતિ લખાઈ હશે. તેવા ઉલ્લેખો પૈકી દાખલા તરીકે લઈએ તો સં. ૧૪૫૧માં, કલ્પસૂત્ર અને કાલકકથાની સુવર્ણાક્ષરે તથા રૌપ્યારે સચિત્ર પ્રતે લખાવી સકલ સાધુઓને ભણવા માટે, સંગ્રામ સોની નામના એક જન ગૃહસ્થ જ્ઞાનખાતામાં ખચલા લાખો સોનૈયાનો ઉલેખ “વીર વંશાવલિ'માં જોવામાં આવે છે.
આ સમય દરમ્યાન ખરતરગચ્છાચાર્ય શ્રી જિનભદ્રસૂરિએ પોતાના જીવનમાં સૌથી વધારે મહાને જે કાર્ય કર્યું તે જાદાજુદા સ્થાનકોએ ગ્રંથભંડારે સ્થાપવાનું. તેઓએ જેટલા ગ્રંથભંડાર સ્થાપિત કર્યા-કરાવ્યા છે તેટલા બીજા કોઈ આચાર્ય ભાગ્યે જ કરાવ્યા હશે.૪૬
જિનભદ્રસૂરિ પહેલાં તો મોટે ભાગે તાડપત્ર ઉપર જ ગ્રંથ લખાવવાની પ્રથા હતી, પરંતુ તેઓના સમયમાં તે પ્રથામાં મોટું પરિવર્તન થયું. કાં તે તેમના સમયમાં તાડપત્રે ભળવાની મુશ્કેલી હાય, કાં તે કાગળની પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં ચાલુ થઈ હોય, ગમે તે હે, પરંતુ તે સમયમાં તાડપત્ર ઉપર લખવાનું એકદમ બંધ થઈ ગયું અને તેનું સ્થાન કાગળોએ લીધું. તાડપત્ર ઉપર જેટલા જૂના ગ્રંથો લખાએલા હતા તે બધાની નકલે તે સમયે કાગળ ઉપર કરવામાં આવી હતી. ગુજરાત અને રાજપૂતાનાના પ્રસિદ્ધ ભંડારેનાં તાડપત્રાને આ એક જ સમયમાં, એકસાથે જીર્ણોદ્ધાર થયો હતો. પાટણ અને ખંભાતના ગ્રંથો ઉપરથી કાગળ ઉપર નકલો ઉતારવાનું કાર્ય ગુજરાતમાં તપાગચ્છના આચાર્ય શ્રીદેવસુંદરસૂરિ અને શ્રી સોમસુંદરસૂરિની મંડળીએ કર્યું હતું અને ત્યાં
સલમીરના મેળે ઉપરથી નકલ, ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનભદ્રસૂરિની મંડળીએ કરી હતી. આમ, પંદરમી શતાબ્દીમાં કંઇ લાખ પ્રતિએ ઉપરક્ત આચાર્યોએ લખાવી હતી.
જેસલમીરનો પ્રદેશ રેતાળ હોવાના કારણે બહુ જ વિકમ હોવાથી ધર્માંધ મુસલમાનની જુલમી ચડાએ ગુજરાત કરતાં ત્યાં બહુ જ ઓછી થતી. આ સ્થિતિને વિચાર કરીને પ્રાચીન આચાર્યોએ ગુજરાતમાંથી ઘણાં પુસ્તકો ત્યાં પહોંચાડી દીધાં હતાં અને તે પુસ્તકોનું ત્યાં બહુ જ પ્રયત્નોથી રક્ષણ કરવામાં આવ્યું હતું. જેસલમીર ખરતરગચ્છનું મુખ્ય સ્થાન હતું અને આચાર્ય જિનભદ્ર તે ગહના આગેવાન હતા એટલે તે બધાં પુસ્તકે ત્યાં તેમને જ કબજામાં હતાં, તપાગચ્છીય સમુદાય મારફતે ગુજરાતના ભંડારાના ઉદ્ધારની વાત જિનભદ્રસૂરિના સાંભળવામાં આવી
૪૬ સમયસુંદર ઉપાધ્યાએ પિતાની એલી “અષ્ટલક્ષી'ની પ્રશસ્તિમાં લખ્યું છેઃ
श्रीमज्जेसलमेरुदुर्गनगरे जावालपुर्या तथा श्रीमद्देवगिरी तथा अहिपुरे श्रीपत्तने पत्तने ।