________________
૧૨૮
જેન ચિત્રકામ નિદ્રા આપી અને જિનેશ્વરપ્રભુને કરસંપુટમાં લીધા.
ધીમેધીમે વિવિધ ભાવના ભાવ દેવોથી પરિવરેલો, સાધ%, મેરૂ પર્વતના શિખર ઉપર રહેલા પાંડુકવામાં આવી પહોંચ્યો અને ત્યાં મેરૂની ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડુકાબલા નામની શિલા પર જઈ પ્રભુને મેળામાં લઈ પૂર્વ દિશા ભણી મુખ કરી સ્થિત થયો.
- પહેલાં અયુતેન્દ્ર પ્રભુને સ્નાન કરાવ્યું. તે પછી અનુક્રમે બીજા ઇન્દ્રો અને છેક ચંદ્ર-સૂર્ય વગેરેએ પણ પ્રભુના સ્નાનનો લહાવો લીધો. શકેન્દ્ર પોતે ચાર વૃષભનું ૫ કરીને આઠ શીંગડાંઓમાંથી કરતા જળ વડે પ્રભુનો અભિષેક કર્યો.
ચિત્રમાં સૈધર્મેન્દ્રના મેળામાં પ્રભુ બિરાજમાન થએલા છે. ઉપરના ભાગમાં બે વૃષભનાં
ચીતરેલાં છે અને આજુબાજુમાં બે દે હાથમાં કલશ લઈને ઉભેલા છે. ઈન્દ્રની પલાંઠીની નીચે મેરૂ પર્વતની ચૂલાએ ચીતરેલી છે.
Plate XVIII ચિત્ર ૬૮ ચિત્ર ૬૭ વાળી ઉપરોક્ત પ્રતમાંથી જ, “પ્રભુશ્રી મહાવીરનું વન'. પુષોત્તર વિમાનમાંથી વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી અવ્યા–વીને શ્રી મહાવીર ભગવાન બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કોડાલગોત્રી ઋષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદા જે જાલંધરગેત્રી છે, તેની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. આષાઢ સુદિ ૬ ના દિવસની મધ્યરાત્રિના સમયે અને ઉત્તરાફાગુની નક્ષત્રને ચંદ્રને એમ થયે હતો તે વખતે પ્રભુ દિવ્ય આહાર, દિવ્ય ભવ અને દિવ્ય શરીરનો ત્યાગ કરી ગર્ભમાં આવ્યા.
ચિત્રમાં પબાસન ઉપર પ્રભુ મહાવીરની મૂર્તિ બિરાજમાન કરેલી છે. આજે જેવી રીતે જિનમંદિરમાં મૂર્તિને આભૂષણોથી શણગારવામાં આવે છે તેવી જ રીતે ચિત્રમાં પણ મૂર્તિના માથે મુકુટ, બે કાનમાં કુંડલ, ગરદનમાં કંઠે, હૃદય ઉપર મતીનો અગર હીરાનો હાર, બંને હાથની કેણીના ઉપરના ભાગમાં બાજુબંધ, બને કાંડા ઉપર બે કડ, હાથની હથેળીઓ પલાંઠી ઉપર મૂકીને ભેગી કરી છે, તેના ઉપર સોનાનું શ્રીફળ વગેરે ચીતરવામાં આવ્યું છે, મૂર્તિ પદ્માસને બિરાજમાન છે, મૂર્તિની આજુબાજુ પરિકર છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જ્યારે તીર્થંકરનું ઓવન થાય છે ત્યારે શરીરની કેઈપણ જાતની આકૃતિ તો હતી નથી અને તીર્થંકર નામ કર્મનો ઉદય તો તેઓને શ્રમણપણું અંગીકાર કર્યા પછી કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સત્તામાં આવે છે તે તેઓના ચ્યવનનો પ્રસંગ દર્શાવવા તેઓની મૂર્તિ મૂકવાનું કારણ શું?
જૈન સંપ્રદાયના અનુયાયીઓ દરેક તીર્થકરોનાં પાંચે કલ્યાણકે એક સરખાં જ મહત્ત્વનાં માને છે. પછી તે વ્યવન, જન્મ, દીક્ષા, કેવલ્ય કે નિર્વાણુ હોય અને તે સઘળાં યે સરખાં જ પવિત્ર હોવાથી ગુજરાતના પ્રાચીન ચિત્રકારોએ પાંચે કલ્યાણક દર્શાવવા માટે જુદી જુદી કલ્પનાઓ કરી અમુક પ્રકારની આકૃતિઓ નક્કી કરેલી હોય એમ લાગે છે, કારણકે જેવી રીતે આપણને અહીં
વન કલ્યાણકના ચિત્રપ્રસંગમાં પ્રશ્ન ઉદભવે છે તેવી જ રીતે નિર્વાણ કલ્યાણકને ચિત્રપ્રસંગમાં પ્રશ્ન ઉભવવાનો જ, કારણકે પ્રભુ નિર્વાણ પામ્યા પછી તેનું શરીર કે આકૃતિ વગેરે કાંઈ હોતું